Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gondal મોવિયાના જ્યોતિગ્રામ ફીડરમાં લંગરીયું નાખી ખેડૂતે વીજચોરી

    July 5, 2025

    Rajkot: શખ્સે ભાયાવદરના ગૃહ ઉદ્યોગમાંથી પાપડ મંગાવી રૂ. 2.15 લાખ ચૂનો ચોપડયો

    July 5, 2025

    Rajkot: શહેર અને તાલુકા મથકોએ તા.૧૨મી એ મેગા લોક-અદાલત

    July 5, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gondal મોવિયાના જ્યોતિગ્રામ ફીડરમાં લંગરીયું નાખી ખેડૂતે વીજચોરી
    • Rajkot: શખ્સે ભાયાવદરના ગૃહ ઉદ્યોગમાંથી પાપડ મંગાવી રૂ. 2.15 લાખ ચૂનો ચોપડયો
    • Rajkot: શહેર અને તાલુકા મથકોએ તા.૧૨મી એ મેગા લોક-અદાલત
    • Veraval: દુકાનમા ચોરી અને નુકસાન કરનાર આરોપીને દબોચી લીધો
    • Rajkot: ભક્તિનગરમાં રીક્ષાની અડફેટે સાયકલ સવાર મોત
    • Unaનો માથાભારે શખ્સ પાસા તળે જેલ હવાલે
    • Jetpur પોલીસે ચાર ખોવાયેલા મોબાઈલ મુળ માલિકને કરાવ્યા પરત
    • Jamnagar મા ચેક રિટર્ન કેસ આરોપીને એક વર્ષની કેદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, July 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty future ૨૫૩૦૩ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!
    વ્યાપાર

    Nifty future ૨૫૩૦૩ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

    Vikram RavalBy Vikram RavalSeptember 17, 2024No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૭.૦૯.૨૦૨૪ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૯૮૮ સામે ૮૩૦૮૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૨૮૬૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૮૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૯૧ પોઈન્ટના ઉછાળા સાથે ૮૩૦૭૯ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૫૪૪૨ સામે ૨૫૪૫૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૩૮૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૯૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૦૭ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૪૪૯ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    મંગળવારે સેન્સેક્સ અને નિફ્ટી ફરી ઉછાળા તરફી બંધ થયા હતા. સેન્સેક્સ ૯૧ પોઈન્ટના ઉછાળા સાથે ૮૩૦૭૯ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૦૭ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૪૪૯ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૩૪ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૨૯૫ પોઈન્ટના સ્તરે બંધ થયો. સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે ફરી ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની સક્રિય ખરીદી થતાં માર્કેટબ્રેડથ પોઝીટીવ બની હતી.અર્નિંગ સિઝનના કારણે માર્કેટમાં સ્ટોક સ્પેસિફિક એક્શન જોવા મળી રહ્યું છે,જ્યારે રોકાણકારો પણ સેક્ટર વાઇઝ પર નજર રાખી રહ્યા છે.

    વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઈ) એ ભારતીય શેરબજારોમાં અણધારી રીતે તેમનો હિસ્સો વધાર્યો હતો.યુએસ બોન્ડની ઉપજ ઘટી, યુએસ ડોલર નબળો પડયો, તેલના ભાવમાં ઘટાડો થયો અને ધાતુના ભાવમાં વધારો થયો તેમજ વૈશ્વિક પરિબળોને કારણે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજમાં ઘટાડો થવાની સંભાવનાથી ઇક્વિટી માટે અનુકૂળ વાતાવરણ ઊભું થયું છે.આ બુધવારે ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરો અંગે નિર્ણય લેવામાં આવશે.જેમાં મોટાભાગના અર્થશાસ્ત્રીઓ અને રોકાણકારોને વ્યાજના દરોમાં ૨૫થી ૫૦પોઈન્ટ્સ નો ઘટાડો થવાનો તીવ્ર આશાવાદ છે. જેના પગલે ઈક્વિટી અને બુલિયન માર્કેટમાં તેજી આવી છે. બીજી તરફ સ્થાનિક સ્તરે પણ આર્થિક વૃદ્ધિમાં વધારો થઈ રહ્યો છે. મજબૂત આઈઆઈપીના પગલે આગામી મહિને રજૂ થનારા કોર્પોરેટ પરિણામો પણ પ્રોત્સાહક રહેવાની શક્યતા છે.

    આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં લાર્સેન,ટાઈટન કંપની,સિપ્લા,ભારતી ઐરટેલ,શ્રીરામ ફાઈનાન્સ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,હવેલ્લ્સ,ઈન્ફોસીસ,મહાનગર ગેસ,કોટક બેન્ક,ઓબેરોઈ રીયાલીટી,ટેક મહિન્દ્રા,જીન્દાલ સ્ટીલ,લ્યુપીન,મુથૂટ ફાઈનાન્સ,એક્સીસ બેન્ક જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ઈન્ડીગો,ટીસીએસ,ટોરેન્ટ ફાર્મા,ગ્રાસીમ,રિલાયન્સ,ટીવીએસ મોટર્સ,ટાટા કોમ્યુનિકેશન,વોલ્ટાસ,ગ્લેનમાર્ક ફાર્મા,અદાણી પોર્ટસ,વિપ્રો જેવા શેરોમાં ઘટાળો થયો છે.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૫૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૩૯ અને વધનારની સંખ્યા ૧૭૧૪ રહી હતી,  ૧૦૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    બજારની ભાવિ દિશા….મિત્રો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) ભારતીય શેર બજારોમાં ગત સપ્તાહમાં ફરી મોટાપાયે ખરીદદાર બન્યા સાથે સપ્તાહની શરૂઆતે ઉછાળે નફારૂપી વેચવાલી સામે લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો ખરીદદાર રહેતાં સેન્સેક્સ, નિફટીમાં નવી ઊંચાઈનો ઈતિહાસ રચાયો હતો. વૈશ્વિક બજારોમાં એક તરફ અનિશ્ચિતતાના વાદળો ઘેરાયેલા રહી ચાઈના આર્થિક વિકટ પરિસ્થિતિમાંથી બહાર આવવા મથી રહ્યું છે અને એક પછી એકઅર્થતંત્રને ઉગારવાના પ્રયાસો કરી રહ્યું છે, તેની સાથે ઈન્વેસ્મેન્ટ બેંકરો અને ઓડિટિંગ કંપનીઓ વિરૂધ્ધ દંડાત્મક પગલાં લઈ રહ્યું છે, ત્યારે અમેરિકા પણ મોટી મંદીમાં ખાબકી ન જાય એ માટેના પ્રયાસો વચ્ચે વ્યાજ દરમાં ઘટાડાની થઈ રહેલી માંગને લઈ ૦.૨૫%ને બદલે ૦.૫૦%નો વ્યાજ દર ઘટાડો કરશે એવા અનુમાનો વચ્ચે ગત સપ્તાહમાં વૈશ્વિક બજારોમાં અમેરિકા, યુરોપના દેશોના બજારોમાં રિકવરી જોવાઈ હતી.

    આગામી દિવસોમાં ચાઈનાના સંભવિત વ્યાજ દર ઘટાડા અને યુ.એસ. ફેડરલ રિઝર્વની ૧૭ અને ૧૮ સપ્ટેમ્બરના મળનારી મીટિંગમાં ઘણા સમય પછી વ્યાજ દરમાં સંભવિત ૦.૨૫થી ૦.૫૦%ઘટાડા પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય બજારોની નજર રહેશે.આ મહત્વના પરિબળો વચ્ચે આગામી  દિવસોમાં નિફટી અને સેન્સેક્સમાં અફડા તફડી જોવાઈ શકે છે.

    તા.૧૮.૦૯.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૧૭.૦૯.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૪૪૯ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૩૦૩ પોઈન્ટના પ્રથમ અને ૨૫૧૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૫૪૭૪ પોઈન્ટ થી ૨૫૫૩૦ પોઈન્ટ, ૨૫૬૦૬ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૫૧૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
    • તા.૧૭.૦૯.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૨૨૯૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૨૦૦૮ પોઈન્ટ પ્રથમ અને ૫૧૮૮૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૨૩૦૩ પોઈન્ટ થી ૫૨૪૩૪ પોઈન્ટ,૫૨૫૦૫ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૧૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૨૮૬૦) :- ગોદરેજ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૮૨૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૮૦૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૮૮૮ થી રૂ.૨૮૯૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૯૦૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • એસીસી લીમીટેડ ( ૨૫૦૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૪૭૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૨૪૫૫ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૫૩૩ થી રૂ.૨૫૪૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • લ્યુપીન લીમીટેડ ( ૨૨૮૦) :- રૂ.૨૨૪૭ નો પ્રથમ તેમજ રૂ.૨૨૩૦ બીજા સપોર્ટથી ફાર્માસ્યુટિકલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૨૩૦૩ થી રૂ.૨૩૧૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • બજાજ ફીન્સેર્વ ( ૧૮૫૫ ) :- હોલ્ડીંગ કંપની સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૭૩ થી રૂ.૧૮૮૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૮૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ઇન્ડસઇન્ડ બેંક ( ૧૪૭૨ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૪૬૦ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પ્રાઈવેટ બેન્ક સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૪૮૪ થી રૂ.૧૪૯૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
    • હિન્દુસ્તાન યુનીલીવર ( ૨૮૮૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ડાઇવર્સિફાઇડ એફએમસીજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૯૦૯ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૮૫૮ થી રૂ.૨૮૩૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૯૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • ગ્રાસીમ લીમીટેડ ( ૨૭૫૩ ):- રૂ.૨૭૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૨૭૯૪ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૨૭૨૭ થી રૂ.૨૭૦૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૮૦૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • મુથૂટ ફાઈનાન્સ ( ૨૦૨૬ ) :- નોન બેંકિંગ ફાયનાન્સિયલ કંપની સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૨૦૬૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૨૦૦૪ થી રૂ.૧૯૯૬ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
    • એચસીએલ ટેકનોલોજી ( ૧૮૧૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૪૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૭૮૭ થી રૂ.૧૭૭૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • એક્સીસ બેન્ક ( ૧૨૩૨ ) :- રૂ.૧૨૫૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૬૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૨૧૪ થી રૂ.૧૨૦૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૭૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

    Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Indian Stock Market માં ઉછાળે સાવધાની તરફી માહોલ…!!!

    July 5, 2025
    વ્યાપાર

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    July 5, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 4, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    July 4, 2025
    આંતરરાષ્ટ્રીય

    Bangladesh દ્વારા અદાણીના વીજ ખરીદી કરાર અને ચુકવણીની ચિંતાનો ઉકેલ

    July 4, 2025
    વ્યાપાર

    લાયકાત અનુસાર માત્ર 8.25 ટકા સ્નાતકોને જ રોજગારી મળી રહી છે

    July 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gondal મોવિયાના જ્યોતિગ્રામ ફીડરમાં લંગરીયું નાખી ખેડૂતે વીજચોરી

    July 5, 2025

    Rajkot: શખ્સે ભાયાવદરના ગૃહ ઉદ્યોગમાંથી પાપડ મંગાવી રૂ. 2.15 લાખ ચૂનો ચોપડયો

    July 5, 2025

    Rajkot: શહેર અને તાલુકા મથકોએ તા.૧૨મી એ મેગા લોક-અદાલત

    July 5, 2025

    Veraval: દુકાનમા ચોરી અને નુકસાન કરનાર આરોપીને દબોચી લીધો

    July 5, 2025

    Rajkot: ભક્તિનગરમાં રીક્ષાની અડફેટે સાયકલ સવાર મોત

    July 5, 2025

    Unaનો માથાભારે શખ્સ પાસા તળે જેલ હવાલે

    July 5, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gondal મોવિયાના જ્યોતિગ્રામ ફીડરમાં લંગરીયું નાખી ખેડૂતે વીજચોરી

    July 5, 2025

    Rajkot: શખ્સે ભાયાવદરના ગૃહ ઉદ્યોગમાંથી પાપડ મંગાવી રૂ. 2.15 લાખ ચૂનો ચોપડયો

    July 5, 2025

    Rajkot: શહેર અને તાલુકા મથકોએ તા.૧૨મી એ મેગા લોક-અદાલત

    July 5, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.