Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gondal મોવિયાના જ્યોતિગ્રામ ફીડરમાં લંગરીયું નાખી ખેડૂતે વીજચોરી

    July 5, 2025

    Rajkot: શખ્સે ભાયાવદરના ગૃહ ઉદ્યોગમાંથી પાપડ મંગાવી રૂ. 2.15 લાખ ચૂનો ચોપડયો

    July 5, 2025

    Rajkot: શહેર અને તાલુકા મથકોએ તા.૧૨મી એ મેગા લોક-અદાલત

    July 5, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gondal મોવિયાના જ્યોતિગ્રામ ફીડરમાં લંગરીયું નાખી ખેડૂતે વીજચોરી
    • Rajkot: શખ્સે ભાયાવદરના ગૃહ ઉદ્યોગમાંથી પાપડ મંગાવી રૂ. 2.15 લાખ ચૂનો ચોપડયો
    • Rajkot: શહેર અને તાલુકા મથકોએ તા.૧૨મી એ મેગા લોક-અદાલત
    • Veraval: દુકાનમા ચોરી અને નુકસાન કરનાર આરોપીને દબોચી લીધો
    • Rajkot: ભક્તિનગરમાં રીક્ષાની અડફેટે સાયકલ સવાર મોત
    • Unaનો માથાભારે શખ્સ પાસા તળે જેલ હવાલે
    • Jetpur પોલીસે ચાર ખોવાયેલા મોબાઈલ મુળ માલિકને કરાવ્યા પરત
    • Jamnagar મા ચેક રિટર્ન કેસ આરોપીને એક વર્ષની કેદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 7
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty future ૨૫૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!
    વ્યાપાર

    Nifty future ૨૫૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

    Vikram RavalBy Vikram RavalSeptember 23, 2024No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૦૯.૨૦૨૪ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૫૪૪ સામે ૮૪૬૫૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૪૬૦૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૭૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૮૪ પોઈન્ટના ઉછાળા સાથે ૮૪૯૨૮ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૫૭૬૭ સામે ૨૫૮૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૮૫૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૦૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૫૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૯૧૭ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    સોમવારે શેરબજારમાં તેજીનો અવિરત દોર જારી છે.આજે ફરી સેન્સેક્સ અને નિફ્ટીએ નવી રેકોર્ડ ટોચ નોંધાવી હતી.સેન્સેક્સે આજે ઈન્ટ્રા ડે ૪૩૬ પોઈન્ટ ઉછળી ૮૪૯૮૦ નું ઓલટાઈમ હાઈ લેવલ નોંધાવ્યા બાદ અંતે ૩૮૪ પોઈન્ટ ઉછાળે ૮૪૯૨૮ પર બંધ આપ્યું હતું. નિફ્ટીએ ઈન્ટ્રા ડે ૧૮૭ પોઈન્ટ ઉછળી ૨૫૯૫૪ નું ઓલટાઈમ હાઈ લેવલ નોંધાવ્યા બાદ અંતે ૧૫૦ પોઈન્ટ ઉછાળે ૨૫૯૧૭ પર બંધ આપ્યું હતું. બેન્ક નિફ્ટીએ ઈન્ટ્રા ડે ૭૦૨ પોઈન્ટ ઉછળી ૫૪૨૫૨ નું ઓલટાઈમ હાઈ લેવલ નોંધાવ્યા બાદ અંતે ૫૨૧ પોઈન્ટ ઉછાળે ૫૪૦૭૨ પર બંધ આપ્યું હતું.

    શેરબજારમાં મેટલ, ઓટો, રિયાલ્ટી,ફાર્મા,બેન્કિંગ શેર્સમાં આકર્ષક ખરીદી સાથે સેન્સેક્સ અને નિફ્ટી ઐતિહાસિક ટોચે બંધ આપવામાં સફળ રહ્યા છે.દેશમાં સારા વરસાદથી વાહનોની ખરીદી દેશભરમાં વધવાના અંદાજો ઓટોમોબાઈલ શેરોમાં ફંડોની ફરી પસંદગીની ખરીદી રહી હતી. વૈશ્વિક શેરબજારોમાં તેજી જોવા મળી છે. જેના લીધે ભારતીય શેરબજારમાં પણ વિદેશી રોકાણકારોએ રોકાણ વધાર્યું છે. શુક્રવારે રેકોર્ડ રૂ.૧૪૦૬૪ કરોડની ખરીદી એફઆઈઆઈએ નોંધાવી હતી. તમામ સકારાત્મક પરિબળોના પગલે સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી જોવા મળી છે.

    ભારતીય શેરબજારમાં રેકોર્ડ રેલી બાદ દેશના ફોરેકસ રિઝર્વમાં પણ વિક્રમી સિદ્ધિ જોવા મળી છે.ફોરેન ફન્ડોના સતત ઈન્ફલોસને પરિણામે દેશના ફોરેકસ રિઝર્વના સ્તરમાં વર્તમાન વર્ષમાં ૬૬.૨૬ અબજ ડોલરનો વધારો થયો છે જેને પરિણામે ફોરેકસ રિઝર્વનું સ્તર પણ ૬૮૯.૪૬ અબજ ડોલરની વિક્રમી સપાટીએ પહોંચ્યું છે.૨૦૨૩ના અંતે ફોરેકસ રિઝર્વનું સ્તર ૬૨૩.૨૦  અબજ ડોલર રહ્યું હતું જે ૨૦૨૪ના સપ્ટેમ્બરના અંત સુધીમાં વધી ૬૮૯.૪૬ અબજ ડોલર રહ્યું છે.

    આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ટોરેન્ટ ફાર્મા,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ઈન્ડીગો,લાર્સેન,કોલ્પાલ,હવેલ્લ્સ,શ્રીરામ ફાઈનાન્સ,રિલાયન્સ,હિન્દુસ્તાન યુનીલીવર,ઈન્ફોસીસ,કોટક મહિન્દ્રા બેન્ક,સન ફાર્મા,એચસીએલ ટેકનોલોજી,ભારતી ઐરટેલ,ટેક મહિન્દ્રા,અદાણી પોર્ટસ,બાટા ઇન્ડિયા,જીન્દાલ સ્ટીલ,જેએસડબ્લ્યુ સ્ટીલ,ડીએલએફ જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની ગ્રાસીમ,એસીસી,લ્યુપીન,સિપ્લા,સન ફાર્મા,ઇપ્કા લેબ,ઓરબિંદો ફાર્મા,એક્સીસ બેન્ક જેવા શેરોમાં ઘટાળો થયો છે.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૩૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૩૧ અને વધનારની સંખ્યા ૨૩૮૨ રહી હતી,  ૧૨૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    બજારની ભાવિ દિશા….મિત્રો, વૈશ્વિક બજારોને અમેરિકાએ ગત સપ્તાહમાં વ્યાજ દરમાં અનપેક્ષિત અડધા ટકાનો ઘટાડો કરીને આશ્ચર્યમાં મૂક્યા સાથે ઊંચા વ્યાજ દરની કમાણી કરનારા વિદેશી ફંડોને ફરી ભારત સહિતના વિકાસશીલ રાષ્ટ્રોના તુલનાત્મક ઊંચું વળતર અપાવતાં બજારોમાં પોતાના ફંડને રોકવા માટે આકર્ષિત કર્યા છે. એટલે કે યુ.એસ. ફેડરલ રિઝર્વનો અડધા ટકાનો વ્યાજ દર ઘટાડો ભારત માટે નાણાનો અઢળક પ્રવાહ ઠલવાય એ માટે આર્શીવાર્દરૂપ નીવડયો છે. ભારતીય બજારોમાં સતત વિક્રમી તેજીની દોટ મૂકતાં સેન્સેક્સે અને નિફટીએ નવો ઈતિહાસ રચ્યો છે.  જ્યારે સ્મોલ, મિડ કેપ શેરોમાં વળતર ઘટવાની સાથે ઘણા શેરોમાં તક ઝડપીને ફંડો, ખેલાડીઓએ રોકાણ હળવું કર્યાનું સ્પષ્ટ જોવાઈ રહ્યું છે. જેથી તેજીના આ વિક્રમી ફૂંફાળામાં વધી ગયેલા શેરોમાં નફો બુક કરતાં રહેવું સલાહભર્યું છે. ચુનંદા સારા ફંડામેન્ટલ ધરાવતાં શેરોમાં ખૂબ જ મર્યાદિત રહીને રોકાણ કરવું હિતાવહ રહેશે.

    વૈશ્વિક પ્રવાહો, જીઓપોલિટીકલ ટેન્શન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત પર ભારતીય બજારોની આગામી દિવસોમાં નજર રહેશે.વદેશી રોકાણકારોનો ભારતમાં પસંદગીના ક્ષેત્રોમાં જ ઈન્ફલોસ જોવા મળવાની ધારણાં છે,ખાસ કરીને આઈટી ક્ષેત્રમાં વિદેશી રોકાણકારોનો રસ વધી શકે છે.યુએસ ફેડ પોલિસી બહાર પાડવામાં આવી છે, ત્યારે રોકાણકારો અન્ય ત્રણ કેન્દ્રીય બેંકો, એટલે કે BOJ, BOE અને ચીનના પરિણામો પર નજર રાખશે. સેન્સેક્સ, નિફટીમાં જોવાયેલી ઐતિહાસિક તેજીમાં વાસ્તવમાં ફ્રન્ટલાઈન, ઈન્ડેક્સ શેરો થકી ઈન્ડેક્સ મેનેજમેન્ટ વધુ થયું છે.

    તા.૨૪.૦૯.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૨૩.૦૯.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૯૧૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૫૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૫૯૭૯ પોઈન્ટ થી ૨૬૦૦૮ પોઈન્ટ, ૨૬૦૮૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૫૬૭૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
    • તા.૨૩.૦૯.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૪૦૭૨ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૪૩૭૩ પોઈન્ટ પ્રથમ અને ૫૪૪૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૩૯૭૯ પોઈન્ટ થી ૫૩૮૦૮ પોઈન્ટ,૫૩૬૭૬ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૪૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • લ્યુપીન લીમીટેડ ( ૨૧૮૩ ) :- લ્યુપીન ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૧૪૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૧૩૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૨૦૩ થી રૂ.૨૨૧૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૨૨૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • કોટક મહિન્દ્રા બેન્ક ( ૧૯૩૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૮૯૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૮૭૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૯૫૩ થી રૂ.૧૯૬૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • એસબીઆઈ લાઈફ ( ૧૯૧૯ ) :- રૂ.૧૮૮૦ નો પ્રથમ તેમજ રૂ.૧૮૬૩ બીજા સપોર્ટથી લાઇફ ઇન્શ્યોરન્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૯૪૪ થી રૂ.૧૯૫૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • ટેક મહિન્દ્રા ( ૧૬૧૧ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૩૬ થી રૂ.૧૬૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૫૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ટાટા કેમિકલ્સ ( ૧૦૩૩ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૦૦૩ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૦૩૩ થી રૂ.૧૦૪૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
    • ટીવીએસ મોટર્સ ( ૨૮૪૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબસ ૨/૩ વ્હીલર્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૮૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૮૦૮ થી રૂ.૨૭૮૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૯૦૯ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • મુથૂટ ફાઈનાન્સ ( ૨૦૨૬ ):- રૂ.૨૦૫૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૨૦૬૪ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૨૦૦૨ થી રૂ.૧૯૮૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૦૮૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • ઈન્ફોસીસ લીમીટેડ ( ૧૮૯૪ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૯૨૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૮૮૦ થી રૂ.૧૮૬૪ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
    • ઓબેરોઈ રીયાલીટી ( ૧૮૯૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૩૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૮૭૦ થી રૂ.૧૮૪૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૪૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • સન ફાર્મા ( ૧૮૬૩ ) :- રૂ.૧૮૯૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૯૦૯ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૮૪૪ થી રૂ.૧૮૨૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૯૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

    Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Indian Stock Market માં ઉછાળે સાવધાની તરફી માહોલ…!!!

    July 5, 2025
    વ્યાપાર

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    July 5, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 4, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    July 4, 2025
    આંતરરાષ્ટ્રીય

    Bangladesh દ્વારા અદાણીના વીજ ખરીદી કરાર અને ચુકવણીની ચિંતાનો ઉકેલ

    July 4, 2025
    વ્યાપાર

    લાયકાત અનુસાર માત્ર 8.25 ટકા સ્નાતકોને જ રોજગારી મળી રહી છે

    July 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gondal મોવિયાના જ્યોતિગ્રામ ફીડરમાં લંગરીયું નાખી ખેડૂતે વીજચોરી

    July 5, 2025

    Rajkot: શખ્સે ભાયાવદરના ગૃહ ઉદ્યોગમાંથી પાપડ મંગાવી રૂ. 2.15 લાખ ચૂનો ચોપડયો

    July 5, 2025

    Rajkot: શહેર અને તાલુકા મથકોએ તા.૧૨મી એ મેગા લોક-અદાલત

    July 5, 2025

    Veraval: દુકાનમા ચોરી અને નુકસાન કરનાર આરોપીને દબોચી લીધો

    July 5, 2025

    Rajkot: ભક્તિનગરમાં રીક્ષાની અડફેટે સાયકલ સવાર મોત

    July 5, 2025

    Unaનો માથાભારે શખ્સ પાસા તળે જેલ હવાલે

    July 5, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gondal મોવિયાના જ્યોતિગ્રામ ફીડરમાં લંગરીયું નાખી ખેડૂતે વીજચોરી

    July 5, 2025

    Rajkot: શખ્સે ભાયાવદરના ગૃહ ઉદ્યોગમાંથી પાપડ મંગાવી રૂ. 2.15 લાખ ચૂનો ચોપડયો

    July 5, 2025

    Rajkot: શહેર અને તાલુકા મથકોએ તા.૧૨મી એ મેગા લોક-અદાલત

    July 5, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.