Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    12 જુલાઈ નું રાશિફળ

    July 11, 2025

    12 જુલાઈ નું પંચાંગ

    July 11, 2025

    Gujarat government વિદેશમાં અભ્યાસ માટે વાર્ષિક ૪ ટકાના વ્યાજે રૂ. ૧૫ લાખની લોન આપશે

    July 11, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 12 જુલાઈ નું રાશિફળ
    • 12 જુલાઈ નું પંચાંગ
    • Gujarat government વિદેશમાં અભ્યાસ માટે વાર્ષિક ૪ ટકાના વ્યાજે રૂ. ૧૫ લાખની લોન આપશે
    • Amarnath Yatra પર સંકટ, પીગળી રહ્યું છે ભોલેનાથનું શિવલિંગ
    • Nepal માં ઉડાન ભરેલું ડ્રોન બનાવ્યું, પરીક્ષણ દરમિયાન સંસદ ભવન પર પડ્યું, ૫ની ધરપકડ
    • અમેરિકાના મૃત્યુના નારા લગાવે છે, પરંતુ ઇઝરાયલ તેના માર્ગમાં અડચણરૂપ છેઃ Netanyahu
    • આ વર્ષે બાંગ્લાદેશ પ્રીમિયર લીગનું આયોજન કરવું ચુંટણીને કારણે મુશ્કેલ બની શકે છે
    • દિલ્હી હાઈકોર્ટે film ‘Udaipur Files પર રોક લગાવી, નિર્માતા અમિત જાની સુપ્રીમ કોર્ટ જશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty futures ૨૩૩૦૩ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!
    વ્યાપાર

    Nifty futures ૨૩૩૦૩ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

    Vikram RavalBy Vikram RavalNovember 19, 2024No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૯.૧૧.૨૦૨૪ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૭૩૩૯ સામે ૭૭૫૪૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૭૪૧૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૦૪૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૩૯ પોઈન્ટના ઉછાળા સાથે ૭૭૫૭૮ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૩૫૧૩ સામે ૨૩૬૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૩૪૮૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૫૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૫૨૪ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    મંગળવારે શેરબજારમાં ગેપ ઓપનિંગ જોવા મળ્યું હતું.શેરબજારમાં એશિયન શેરબજારોના સથવારે સ્થાનિક શેરબજારમાં સુધારાનો માહોલ જોવા મળ્યો છે. શેરબજારમાં છેલ્લા સળંગ સાત દિવસના કડાકા બાદ આજે આકર્ષક ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ ૨૩૯ પોઈન્ટના ઉછાળા સાથે ૭૭૫૭૮ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ  ૨૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૫૩૪ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૬૯ પોઈન્ટના ઉછાળા સાથે ૫૦૪૯૯ પોઈન્ટના સ્તરે બંધ થયો. સેન્સેક્સ, નિફટીમાં ઉછાળે આંચકા છતાં આજે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના ઘણા શેરોમાં આકર્ષણ રહેતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન વધારો થયો હતો.

    સેક્ટોરલ ઈન્ડેક્સમાં ઓવરઓલ માહોલ સુધારા તરફી જોવા મળ્યો છે. જેમાં છેલ્લા એક સપ્તાહથી મંદીનો સામનો કરી રહેલા સ્મોલકેપ અને મીડકેપ શેર્સમાં આજે સુધારો જોવા મળ્યો છે. બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ ૧૧૦૦ પોઈન્ટ અને નિફ્ટી ફ્યુચર ૨૫૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો છે.રિયાલ્ટી, પીએસયુ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, એનર્જી, પાવર, કેપિટલ ગુડ્સ, આઈટી ઈન્ડેક્સ ૧.૫૦% થી વધુ ઉછાળો જોવા મળીયો હતો.

    આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ઈન્ડીગો,ટીસીએસ,ટીવીએસ મોટર્સ,ઈન્ફોસીસ,લ્યુપીન,સિપ્લા,એસબીઆઈ કાર્ડ્સ,ડીએલએફ,હવેલ્લ્સ,મુથૂટ ફાઈનાન્સ,ગ્લેનમાર્ક ફાર્મા,ઓરબિંદો ફાર્મા,કોટક મહિન્દ્રા બેન્ક,ટાટા મોટર્સ,એક્સીસ બેન્ક,ટેક મહિન્દ્રા,અદાણી પોર્ટસ,વિપ્રો જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં લાર્સેન,ભારતી ઐરટેલ,ગ્રાસીમ,એસીસી,મહાનગર ગેસ,બાટા ઇન્ડિયા,રિલાયન્સ,વોલ્ટાસ,જીન્દાલ સ્ટીલ,એચસીએલ ટેકનોલોજી જેવા શેરોમાં ઘટાળો થયો છે.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૫૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૩૭ અને વધનારની સંખ્યા ૨૩૨૬ રહી હતી,  ૯૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૩૨૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૪૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    બજારની ભાવિ દિશા….મિત્રો, આગામી ટૂંકા ગાળામાં માર્કેટમાં વોલેટિલિટી સાથે કરેક્શનનો માહોલ જળવાઈ રહેશે. વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલીનો દોર હજી પૂર્ણ થયો નથી. ટ્રમ્પ સત્તાની કમાન સંભાળે અને નવી નીતિઓ અંગે સ્પષ્ટતા ન કરે ત્યાં સુધી બજારમાં અસ્થિરતા રહેશે.વૈશ્વિક મોરચે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના વિજય બાદ થઈ રહેલા ડેવલપમેન્ટ અને બીજી તરફ જીઓપોલિટીકલ ટેન્શન ઘટવાની અપેક્ષા સામે ચાઈના સાથે અમેરિકાનું ટેરિફ યુદ્વ શરૂ થવાની ગણાઈ રહેલી ઘડીએ વૈશ્વિક બજારોમાં મોટી ઉથલપાથલ મચતી જોવાઈ છે.અગાઉ ચાઈનાના સ્ટીમ્યુલસ મેગા પેકેજના પરિણામે વિદેશી ફંડો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ ભારતમાંથી ઉચાળા ભરીને ચાઈના તરફ વળી રહ્યાના સંકેતોએ ભારતીય શેર બજારોમાં સેન્સેક્સ, નિફટીમાં મોટા કડાકા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં પડેલા મોટા ગાબડાંએ સંકટના એંધાણ આપી દીધા હતા.

    એફપીઆઈઝની એક્ઝિટ ઈન્ડિયા અટકવાની અને ફરી ભારતીય બજારોમાં વેલ્યુબાઈંગ શરૂ થવાની શકયતા ચર્ચાવા લાગી છે. અલબત પોઝિટીવ ડેવલપમેન્ટ છતાં કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી-પરિણામો નબળા હોવાથી અને આ પરિણામોની સ્થિતિ સુધરતાં ૬થી ૯ મહિના લાગી જવાની શકયતા બતાવી રહ્યા હોઈ શેરોમાં આગામી દિવસોમાં તેજીના સંભવિત ઉછાળા લલચાઈ ન જવાય એની પણ સાવચેતી રાખવી જરૂરી છે. શેરોમાં મોટી ખરીદીને બદલે આકર્ષક વેલ્યુએશને મળતાં શેરોમાં રોકાણની પસંદગી કરવી.હજુ ઓવર વેલ્યુએશન ધરાવતા શેરોમાં ઉછાળે શેરો ઓફલોડ થવાની પૂરી શકયતા છે.કાલરોજ ૨૦, નવેમ્બર ૨૦૨૪ના બુધવારે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી યોજાનારી પર શેર બજારની નજર રહેશે.

    તા.૨૧.૧૧.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૧૯.૧૧.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૩૫૩૪ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૩૩૭૩ પોઈન્ટના પ્રથમ અને ૨૩૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૩૫૭૩ પોઈન્ટ થી ૨૩૬૦૬ પોઈન્ટ,૨૩૬૭૬ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૩૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
    • તા.૧૯.૧૧.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૦૫૯૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૦૦૮૮ પોઈન્ટ પ્રથમ અને ૪૯૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૦૬૦૬ પોઈન્ટ થી ૫૦૭૩૭ પોઈન્ટ,૫૦૮૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૦૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • ઈન્ફોસીસ લીમીટેડ ( ૧૮૨૫ ) :- ઈન્ફોસીસ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૮૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૭૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૪૪ થી રૂ.૧૮૫૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૫૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • એચસીએલ ટેકનોલોજી ( ૧૮૨૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૭૮૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૭૭૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૮૪૪ થી રૂ.૧૮૫૮ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • સન ફાર્મા ( ૧૭૭૬ ):- રૂ.૧૭૪૪ નો પ્રથમ તેમજ રૂ.૧૭૨૭ બીજા સપોર્ટથી ફાર્માસ્યુટિકલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૭૯૦ થી રૂ.૧૮૦૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • ભારતી ઐરટેલ ( ૧૫૨૮ ) :- ટેલિકોમ – સેલ્યુલર અને ફિક્સ લાઇન સેવાઓ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૪૪ થી રૂ.૧૫૫૫ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૪૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • અદાણી પોર્ટસ ( ૧૨૮૯ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૨૭૦ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પ્રાઈવેટ બેન્ક સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૩૦૩ થી રૂ.૧૩૧૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
    • ઓબેરોઈ રીયાલીટી ( ૧૯૦૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રેસિડેન્શિયલ એન્ડ કોમર્સિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૮૮૮ થી રૂ.૧૮૭૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • ટાટા કોમ્યુનિકેશન ( ૧૭૨૨ ):- રૂ.૧૭૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૭૫૫ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૬૯૬ થી રૂ.૧૬૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૭૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • વોલ્ટાસ લીમીટેડ ( ૧૬૬૦ ) :- હોઉસહોલ્ડ અપ્લાયન્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૬૯૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૬૪૪ થી રૂ.૧૬૨૬ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
    • ઓરબિંદો ફાર્મા ( ૧૨૪૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૭૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૩૦ થી રૂ.૧૨૧૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • મહાનગર ગેસ ( ૧૧૨૮ ) :- રૂ.૧૧૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૫૫ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૧૦૭ થી રૂ.૧૦૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

    Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Adani આરોગ્ય સંભાળ માટે વિશ્વસ્તરીય AI-ઇકોસિસ્ટમ બનાવશે

    July 11, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૨૦૨ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 11, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    July 11, 2025
    રાષ્ટ્રીય

    વિશ્વની સૌથી ઝડપી પેમેન્ટ પધ્ધતિ ભારતમાં : UPI ને શ્રેય

    July 11, 2025
    વ્યાપાર

    પાંચ મહિના બાદ ફરી mutual funds માં રોકાણ વધ્યું !

    July 11, 2025
    વ્યાપાર

    Silver માં ફરી રોકેટ ગતિની તેજી : રૂ. 3500નો ઉછાળો : 113800 નવો રેકોર્ડ બ્રેક ભાવ

    July 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    12 જુલાઈ નું રાશિફળ

    July 11, 2025

    12 જુલાઈ નું પંચાંગ

    July 11, 2025

    Gujarat government વિદેશમાં અભ્યાસ માટે વાર્ષિક ૪ ટકાના વ્યાજે રૂ. ૧૫ લાખની લોન આપશે

    July 11, 2025

    Amarnath Yatra પર સંકટ, પીગળી રહ્યું છે ભોલેનાથનું શિવલિંગ

    July 11, 2025

    Nepal માં ઉડાન ભરેલું ડ્રોન બનાવ્યું, પરીક્ષણ દરમિયાન સંસદ ભવન પર પડ્યું, ૫ની ધરપકડ

    July 11, 2025

    અમેરિકાના મૃત્યુના નારા લગાવે છે, પરંતુ ઇઝરાયલ તેના માર્ગમાં અડચણરૂપ છેઃ Netanyahu

    July 11, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    12 જુલાઈ નું રાશિફળ

    July 11, 2025

    12 જુલાઈ નું પંચાંગ

    July 11, 2025

    Gujarat government વિદેશમાં અભ્યાસ માટે વાર્ષિક ૪ ટકાના વ્યાજે રૂ. ૧૫ લાખની લોન આપશે

    July 11, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.