Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    27 ઓગસ્ટ નું પંચાંગ

    August 26, 2025

    27 ઓગસ્ટ નું રાશિફળ

    August 26, 2025

    Oman Team પહેલી વાર એશિયા કપમાં ભાગ લેશે,ભારતના ગ્રુપમાં શામેલ છે

    August 26, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 27 ઓગસ્ટ નું પંચાંગ
    • 27 ઓગસ્ટ નું રાશિફળ
    • Oman Team પહેલી વાર એશિયા કપમાં ભાગ લેશે,ભારતના ગ્રુપમાં શામેલ છે
    • તંત્રી લેખ…રાજકીય અને ચૂંટણી સુધારાઓ અંગે મૂંઝવણમાં મુકાયેલા વિપક્ષી પક્ષો
    • Ahmedabad યુરોપની ટુરના બહાને ચાર વ્યક્તિ સાથે ૨૪ લાખની છેતરિંપડી
    • Rajkot માં માત્ર ૧૩ વર્ષની બાળકી પર વારંવાર દુષ્કર્મ : વિધર્મી સકંજામાં
    • Dubai ની ઇન્ડિગો ફ્લાઇટના ટોઇલેટમાંથી ૧.૯૩ કરોડનું બિનવારસી સોનું મળ્યું
    • America માં વિરોધ બાદ વોશિંગ્ટન-શિકાગો પર નેશનલ ગાડ્‌ર્સનું નિયંત્રણ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty Futures ૨૩૩૦૩ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!
    વ્યાપાર

    Nifty Futures ૨૩૩૦૩ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

    Vikram RavalBy Vikram RavalDecember 20, 2024No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૦.૧૨.૨૦૨૪ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૯૨૧૮ સામે ૭૯૩૩૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૭૮૭૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૧૭૧૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૭૬ પોઈન્ટના ઘટાડા સાથે ૭૮૦૪૧ પોઈન્ટ બંધ થયેલ...!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૦૧૮ સામે ૨૩૯૯૪ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૫૭૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….સરેરાશ ૫૨૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૯૩ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૬૨૫ પોઈન્ટ બંધ થયેલ...!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    સપ્તાહનો છેલ્લો દિવસ રોકાણકારો માટે શેરબજારમાં આજે બ્લેક ફ્રાઈડેનો માહોલ રહ્યો હતો.યર એન્ડિંગ વેકેશનનો માહોલ શરૂ થવાની સાથે એફઆઈઆઈની ગેરહાજરીના પગલે ભારતીય શેરબજારમાંથી રોકાણકારોએ આ અઠવાડિયામાં રૂ.૨૦ લાખ કરોડ ગુમાવ્યા છે.અમેરિકન શેરબજારમાં ઐતિહાસિક કડાકાની અસર હવે ભારતીય શેરબજારમાં પણ દેખાઈ રહી છે.ભારતીય શેરબજાર સેન્સેક્સમાં ૧૨૦૦થી વધુ પોઈન્ટનો કડાકો બોલાઈ ગયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ ૪૦૦ થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. જેના લીધે રોકાણકારોને મોટું નુકસાન થયું હતું.જ્યારે બેન્ક નિફ્ટીની વાત કરીએ તો એમાં પણ ૧૧૦૦ થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો હતો. 

    સાપ્તાહિક ધોરણે સળંગ ચાર દિવસ સુધી શેરબજારમાં ભારે ઉથલ-પાથલની સાથે સેન્સેક્સ ૪૦૯૧.૫૩પોઈન્ટ અને તેની ઓલટાઈમ હાઈ સપાટી સામે ૧૦%થી વધુ તૂટ્યો છે. સેન્સેક્સ ૧૧૭૬ પોઈન્ટના ઘટાળા સાથે ૭૮૦૪૧ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૩૯૩ પોઈન્ટના ઘટાળા સાથે ૨૩૬૨૫ પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૯૭૯ પોઈન્ટના ઘટાળા સાથે ૫૦૭૬૯ પોઈન્ટના સ્તરે બંધ થયો. પીએસયુ શેર્સમાં રોકાણકારોને ભારે નુકસાન થયું છે. કેટલીક સરકારી કંપનીઓના શેર્સ આ સપ્તાહમાં ૧૨%થી વધુ તૂટ્યા છે.

    ક્રિસમસ પૂર્વે  ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની ભારતીય શેર બજારોમાં વેચવાલી વધુ આક્રમક બની હતી. યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ૦.૨૫%નો  ઘટાડો કર્યા છતાં આગામી વર્ષ ૨૦૨૫માં માત્ર બે વખત વ્યાજ દર ઘટાડો કરવાના સંકેત અને ફુગાવા સાથે ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ મામલે અનિશ્ચિતતાને લઈ વૈશ્વિક ફંડોએ સાવચેતીમાં તેજીનો મોટો વેપાર સતત હળવો કરતાં ગઈકાલે ડાઉ જોન્સમાં ૧૧૨૩ પોઈન્ટ અને નાસ્દાકમાં ૭૧૬ પોઈન્ટના કડાકા બાદ વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં આજે શેરોમાં નવા ગાબડાં પડયા હતા. આ સાથે વૈશ્વિક મોરચે જીઓપોલિટીકલ ટેન્શન વધવા લાગી યુક્રેન દ્વારા રશીયાના જનરલની હત્યા બાદ રશીયાએ યુક્રેનના સેકડો સૈનિકોનો સંહાર કરતાં યુદ્વની સ્થિતિ વકરવાના એંધાણે પણ નવી તેજીથી દૂર શેરોમાં ઓફલોડિંગ વધતું જોવાયું હતું.

     આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં બાટા ઇન્ડિયા,ભારત ફોર્જ,ડો.રેડ્ડી,જેએસડબ્લ્યુ સ્ટીલ જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ઈન્ડીગો,એચડીએફસી એએમસી,ટોરેન્ટ ફાર્મા,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ગ્રાસીમ, એસીસ,લાર્સેન,લ્યુપીન,મુથૂટ ફાઈનાન્સ,ઈન્ફોસીસ,સન ફાર્મા,રિલાયન્સ,રામકો સિમેન્ટ્સ,એચસીએલ ટેકનોલોજી, અદાણી પોર્ટસ,હવેલ્લ્સ,વોલ્ટાસ,બાટા ઇન્ડિયા,ગ્લેનમાર્ક ફાર્મા જેવા શેરોમાં ઘટાળો થયો છે.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૮૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૯૩૭ અને વધનારની સંખ્યા ૧૦૫૫ રહી હતી, ૯૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૮૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૭૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    બજારની ભાવિ દિશા….મિત્રો, ક્રિસમસ હોલીડેની તૈયારી વચ્ચે વૈશ્વિક પરિબળો નેગેટીવ રહેતાં ફંડોએ સેન્સેક્સ, નિફટી બેઝડ તેજીનો વેપાર હળવો કર્યો હતો. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સુકાન સંભાળે એ પૂર્વે જ ચાઈના મામલે આકરાં  વલણના  સંકેત સાથે ભારત માટે પણ વેપાર સહિતમાં કેટલાક નેગેટીવ નિર્ણયો લેવાય એવી શકયતા સમીક્ષકો મૂકવા લાગતાં ફંડોએ તેજીની ઓવરબોટ પોઝિશન હળવી કરી હતી.આ સાથે શેરબજારમાં છેલ્લા કેટલાંક દિવસોથી કડાકો જોવા મળી રહ્યો છે. ચાઈનાના કન્ઝયુમર આંકડા નબળી વૃદ્વિની આવ્યા જેના કારણે શેરબજાર તેની રાહ જોઈ રહ્યું છે અને અત્યારે મોટું રોકાણ આવી રહ્યું નથી. બીજી તરફ વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી નાણાં ઉપાડી રહ્યા છે. આ સિવાય ભારતમાં વી આઈએક્ષમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.આ તમામ કારણોને લીધે શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

    જીઓપોલિટીકલ ટેન્શને અને ચાઈનાના આર્થિક પડકારોની ફરી પાછલા અઠવાડિયે વૈશ્વિક બજારોમાં નેગેટીવ અસર વર્તાઈ હતી. સીરિયા મામલે ટેન્શન સાથે અમેરિકામાં બાઈડન સત્તા છોડતા પહેલા યુક્રેનને મિસાઈલ અને અન્ય જોખમી શસ્ત્રોનો રશીયા સામે ઉપયોગ કરવા પરવાનગી આપી જઈ યુક્રેન-રશીયા યુદ્વને લાંબો સમય ચાલુ રહેવાનો પડકાર ડોનાલ્ડ ટ્રમ્પ પર છોડી જઈ વિશ્વની યુદ્વની સ્થિતિ કાયમ રહે એવા પ્રયાસોની નેગેટીવ અસર વૈશ્વિક બજારો પર જોવાઈ છે.હવે વૈશ્વિક મોરચે કોઈ મોટું જીઓપોલિટીકલ ટેન્શનનું પરિબળ કે અન્ય રાજકીય ઉથલપાથલ નહીં સર્જાવાની સ્થિતિમાં ડિસેમ્બર મહિનામાં એનએવીની ગેમ શરૂ થવાની સાથે ક્રિસમસ વેકેશન પૂર્વે શેરોમાં તેજી વધુ બળવતર બની શકે છે. જે પરિબળો વચ્ચે આગામી દિવસોમાં નિફટી ફ્યુચર અને સેન્સેક્સમાં ઉતાર – ચઢાવ જોવાઈ શકે છે.

    તા.૨૩.૧૨.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૨૧.૧૨.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૩૬૨૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૩૩૭૩ પોઈન્ટના પ્રથમ અને ૨૩૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૩૭૦૭ પોઈન્ટ થી ૨૩૭૭૦ પોઈન્ટ,૨૩૮૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૩૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
    • તા.૨૧.૧૨.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૦૭૬૯ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૦૩૦૩ પોઈન્ટ પ્રથમ અને ૫૦૧૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૦૯૩૯ પોઈન્ટ થી ૫૧૦૦૮ પોઈન્ટ,૫૧૧૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૦૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!! 

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • મુથૂટ ફાઈનાન્સ ( ૨૦૮૦ ) :- મુથૂટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૦૩૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૦૦૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૧૦૮ થી રૂ.૨૧૧૭ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૧૩૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • ઈન્ફોસીસ લીમીટેડ ( ૧૯૨૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૮૯૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૮૮૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૯૪૪ થી રૂ.૧૯૫૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • ટાટા કોમ્યુનિકેશન ( ૧૭૨૦ ):- રૂ.૧૬૮૬ નો પ્રથમ તેમજ રૂ.૧૬૭૦ બીજા સપોર્ટથી ટેલિકોમ – સેલ્યુલર અને ફિક્સ્ડ લાઇન સેવાઓ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૭૩૭ થી રૂ.૧૭૫૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • ઇપ્કા લેબ ( ૧૫૮૮ ) :- ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૦૬ થી રૂ.૧૬૨૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૫૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • સિપ્લા લીમીટેડ ( ૧૪૭૫ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૪૪૦ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્માસ્યુટિકલ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૪૮૮ થી રૂ.૧૫૦૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
    • લ્યુપીન લીમીટેડ ( ૨૧૪૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૧૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૧૨૩ થી રૂ.૨૧૦૩ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૨૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • સન ફાર્મા ( ૧૮૦૬ ):- રૂ.૧૮૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૮૪૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૭૮૭ થી રૂ.૧૭૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૮૪૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • વોલ્ટાસ લીમીટેડ ( ૧૬૮૪ ) :- હોઉસહોલ્ડ અપ્લાય્ન્સીસ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૭૦૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૬૬૦ થી રૂ.૧૬૪૪ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
    • રિલાયન્સ લીમીટેડ ( ૧૨૦૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રિફાયનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૯૩ થી રૂ.૧૧૮૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • રામકો સિમેન્ટ્સ ( ૯૯૦ ) :- રૂ.૧૦૧૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૧૮ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૯૭૩ થી રૂ.૯૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

    Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    રૂના ભાવ 4 ટકા તૂટયા : હવે ટેકાના ભાવે ‘અમર્યાદિત’ ખરીદી કરાશે

    August 26, 2025
    રાષ્ટ્રીય

    ખાદ્ય – ટેક્સટાઈલ ઉત્પાદનો 5%ના નીચા GST સ્લેબમાં જશે

    August 26, 2025
    વ્યાપાર

    Stock market 600 પોઈન્ટ – રૂપિયો 15 પૈસા તૂટયા : સોના-ચાંદીમાં તેજી

    August 26, 2025
    વ્યાપાર

    Nifty Future ૨૫૦૮૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    August 25, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    August 25, 2025
    મુખ્ય સમાચાર

    એક્સપર્ટના: Silver ના ભાવ ટૂંક સમયમાં 2 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે

    August 25, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    27 ઓગસ્ટ નું પંચાંગ

    August 26, 2025

    27 ઓગસ્ટ નું રાશિફળ

    August 26, 2025

    Oman Team પહેલી વાર એશિયા કપમાં ભાગ લેશે,ભારતના ગ્રુપમાં શામેલ છે

    August 26, 2025

    તંત્રી લેખ…રાજકીય અને ચૂંટણી સુધારાઓ અંગે મૂંઝવણમાં મુકાયેલા વિપક્ષી પક્ષો

    August 26, 2025

    Ahmedabad યુરોપની ટુરના બહાને ચાર વ્યક્તિ સાથે ૨૪ લાખની છેતરિંપડી

    August 26, 2025

    Rajkot માં માત્ર ૧૩ વર્ષની બાળકી પર વારંવાર દુષ્કર્મ : વિધર્મી સકંજામાં

    August 26, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    27 ઓગસ્ટ નું પંચાંગ

    August 26, 2025

    27 ઓગસ્ટ નું રાશિફળ

    August 26, 2025

    Oman Team પહેલી વાર એશિયા કપમાં ભાગ લેશે,ભારતના ગ્રુપમાં શામેલ છે

    August 26, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.