Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    કામના-મમતા અને તાદાત્મયના લીધે શરીર સાથે એકતા પ્રતિત થાય છે

    October 14, 2025

    બાબા ઈશ્વર શાહના અનંત અમૃત વર્ષગાંઠ સાથે, કરુણાનો પ્રકાશ ભક્તોના હૃદયમાં ઉતર્યો

    October 14, 2025

    ક્રોધ એ જુસ્સાનું એક ભયંકર સ્વરૂપ છે,જ્યારે વાસનામાં હોય છે,ત્યારે તે વ્યક્તિને સૌથી ઘૃણાસ્પદ ગુનાઓ કરવા માટે પ્રેરે છે

    October 14, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • કામના-મમતા અને તાદાત્મયના લીધે શરીર સાથે એકતા પ્રતિત થાય છે
    • બાબા ઈશ્વર શાહના અનંત અમૃત વર્ષગાંઠ સાથે, કરુણાનો પ્રકાશ ભક્તોના હૃદયમાં ઉતર્યો
    • ક્રોધ એ જુસ્સાનું એક ભયંકર સ્વરૂપ છે,જ્યારે વાસનામાં હોય છે,ત્યારે તે વ્યક્તિને સૌથી ઘૃણાસ્પદ ગુનાઓ કરવા માટે પ્રેરે છે
    • India-UK નવી આર્થિક ભાગીદારીની વાર્તા-PM કીર સ્ટાર્મરની ઐતિહાસિક સફળ ભારત મુલાકાત
    • તંત્રી લેખ…ભારતે તમામ મોરચે સતર્ક રહેવું જોઈએ
    • 15 ઓક્ટોબર નું પંચાંગ
    • 15 ઓક્ટોબર નું રાશિફળ
    • Saiyaraaએકટ્રેસ અનિત પડ્ડાનું પહેલું રેમ્પ વોક કર્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 14
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty Futures ૨૩૪૦૪ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!
    વ્યાપાર

    Nifty Futures ૨૩૪૦૪ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

    Vikram RavalBy Vikram RavalJanuary 9, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૯.૦૧.૨૦૨૫ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૮૧૪૮ સામે ૭૮૨૦૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૭૫૪૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૬૬૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૨૮ પોઈન્ટના ઘટાડા સાથે ૭૭૬૨૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૭૮૧ સામે ૨૩૭૫૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૬૧૨ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૪૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩૩ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૬૪૮ પોઈન્ટ બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા માળ્યો હતો. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦, જાન્યુઆરીના સત્તાનું સુકાન સંભાળે એ પૂર્વે તેમના કેનેડાને અમેરિકાનું ૫૧મું રાજ્ય બનાવવાના અને હમાસને ૨૦, જાન્યુઆરી સુધીમાં બંધકોને મુક્ત કરવા અલ્ટિમેટમ વચ્ચે ફરી વૈશ્વિક જીયો પોલિટિકલ ટેન્શન વધવાના ફફડાટ અને બીજી તરફ ચાઈનામાં ફેલાયેલો કોરોના જેવો એચએમપીવી વાઈરસની ભારતમાં એન્ટ્રી થઈ જતાં અને કર્ણાટક, ગુજરાત સહિતના રાજયોમાં કેસો નોંધાતાં કેન્દ્ર અને રાજય સરકારો એલર્ટ મોડમાં આવી જતાં એચએમપીવી વાઈરસ એટલો ઘાતક નહીં હોવાના અને તકેદારીથી એનું સંક્રમણ નીવારી શકાય એમ હોવાના તબીબી નિષ્ણાંતોના અભિપ્રાય છતાં આજે ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી.

    ભારતીય શેરબજાર માટે વર્ષ ૨૦૨૫ અનેક સ્થાનિક અને વૈશ્વિક પડકારોનું નીવડવાની અને હજુ મોટા કરેકશન, ઘટાડાની મૂકાતી શકયતાએ શેરોમાં વળતર અત્યંત મર્યાદિત રહેવાના અંદાજોએ દરેક ઉછાળે સાવચેતી જોવા મળી હતી. કરન્સી માર્કેટની વાત કરીએ તો, આજે રૂપિયા સામે ડોલરના ભાવ ફરી ઉછળતાં રૂપિયો નવા નીચા તળીયે જોવા મળ્યો હતો, જયારે ક્રુડ તેલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.

    બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૧૭% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૬૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૭૫૦ અને વધનારની સંખ્યા ૧૨૧૧ રહી હતી, ૧૦૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં નેસલે ઈન્ડિયા ૧.૮૭%, હિન્દુસ્તાન યૂનિલિવર ૧.૫૦%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૩૮%, કોટક બેન્ક ૧.૨૬%, એશિયન પેઈન્ટ ૦.૬૯%, ભારતી એરટેલ ૦.૫૦%, આઈટીસી લી. ૦.૧૪%, ટાઈટન કંપની ૦.૦૯%, એચસીએલ ટેકનોલોજી ૦.૦૯% અને ઇન્ડસઇન્ડ બેન્ક ૦.૦૧% વધ્યા હતા, જયારે ટાટા સ્ટીલ ૨.૦૭%, ઝોમેટો લિ. ૧.૯૨%, લાર્સેન ૧.૮૮%, ટાટા મોટર્સ ૧.૮૬%, અદાણી પોર્ટ ૧.૭૮%, ટીસીએસ લી. ૧.૭૨%, એચડીએફસી બેન્ક ૧.૫૬%, એનટીપીસી લી. ૧.૫૫%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૧.૪૧% અને એકસિસ બેન્ક ૧.૨૫% ઘટ્યા હતા.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, ઓકટોબર મહિનાથી વિદેશી સંસ્થાકીય રોકાણકારોની જંગી વેચવાલી વચ્ચે બેન્ચમાર્ક ઈન્ડાઈસિસમાં ઘટાડાને પરિણામે રોકાણકારો ખાસ કરીને રિટેલ રોકાણકારોનું માનસ ખરડાયું છે જેની અસર નવા ડીમેટ ખાતાના ઉમેરા પર જોવા મળી રહી છે. વર્ષ ૨૦૨૪ના ડિસેમ્બર ત્રિમાસિકમાં કુલ ૯૭.૭૦ લાખ નવા ડીમેટ ખાતા ઉમેરાયા છે જે સપ્ટેમ્બર ત્રિમાસિકની સરખામણીએ ૨૬.૩૦% ઓછા છે. અમેરિકામાં નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનકાળ દરમિયાન ટેરિફ વોર ઉપરાંત વેપાર ખોરવાઈ જવાના ભયે ડિસેમ્બર ત્રિમાસિકમાં ભારતીય ઈક્વિટીસમાં મોટું કરેકશન જોવા મળ્યું હતું.

    બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ સેન્સેકસ ૭.૩૦% અને નિફટી ૮.૩૦% ઘટાડો થયો હતો, જે ૨૦૨૨ના જૂન ત્રિમાસિક બાદ સૌથી મોટો ત્રિમાસિક ઘટાડો રહ્યો હતો. આ ઉપરાંત અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો ધીમો પડવાના સંકેતે પણ વિદેશી રોકાણકારોનું માનસ ખરડાવ્યું છે. સ્થાનિક સ્તરે કંપનીઓના નબળા પરિણામ તથા નબળી માગે પણ રોકાણકારોમાં નિરાશા ફેલાવી છે. અગામી દિવોસમાં ત્રિમાસિક કોર્પોરેટ પરિણામો, કેન્દ્રીય બજેટ અને આરબીઆઇની પોલિસી પર ભારતીય શેરબજારની નજર રહેશે.

    તા.૧૦.૦૧.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૦૯.૦૧.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૩૬૪૮ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૩૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૨૩૪૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૩૬૭૬ પોઈન્ટ થી ૨૩૮૦૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૩૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
    • તા.૦૯.૦૧.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૪૯૭૮૭ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૪૯૬૦૬ પોઈન્ટ પ્રથમ અને ૪૯૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૪૯૮૮૦ પોઈન્ટ થી ૫૦૧૮૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૪૯૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!   

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૨૫૧૪ ) :- ગોદરેજ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૪૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૪૭૦ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૫૪૭ થી રૂ.૨૫૭૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૫૭૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • એસીસી લીમીટેડ ( ૧૯૭૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૯૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૯૩૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૯૯૩ થી રૂ.૨૦૦૮ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • વોલ્ટાસ લીમીટેડ ( ૧૭૧૮ ):- રૂ.૧૬૮૮ નો પ્રથમ તેમજ રૂ.૧૬૭૦ બીજા સપોર્ટથી હાઉસહોલ્ડ એપ્લાયન્સીસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૭૩૭ થી રૂ.૧૭૫૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૨૭૦ ) :- પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૯૩ થી રૂ.૧૩૦૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૨૪૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૨૫૯ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૨૨૦ સ્ટોપલોસ આસપાસ રિફાયનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૨૭૪ થી રૂ.૧૨૮૦ આસપાસ ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • લ્યુપીન લીમીટેડ ( ૨૨૬૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૩૦૩ આસપાસ વેચવાલી થકી રૂ.૨૨૩૦ થી રૂ.૨૨૧૭ ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૩૨૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • મુથૂટ ફાઈનાન્સ ( ૨૧૪૭ ):- રૂ.૨૧૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૨૨૦૩ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૨૧૨૩ થી રૂ.૨૧૦૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૨૧૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • કોટક મહિન્દ્રા બેન્ક ( ૧૮૦૧ ) :- પ્રાઈવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૮૩૩ ના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૭૮૭ થી રૂ.૧૭૭૦ ના ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • ઓરબિંદો ફાર્મા ( ૧૨૫૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૭૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૩૩ થી રૂ.૧૨૧૮ ના ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ટાટા કેમિકલ્સ ( ૧૦૧૬ ) :- રૂ.૧૦૩૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૪૪ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૯૯૭ થી રૂ.૧૦૫૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

    Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!

    October 14, 2025
    રાષ્ટ્રીય

    હવે UPI માં પિન દાખલ કરવાની ઝંઝટમાંથી મળી મુક્તિ

    October 14, 2025
    વ્યાપાર

    યુએસ ટેરિફ બાદ ટેક્સટાઈલ નિકાસ માટે યુરોપીયન માર્કેટમાં નવી તકો…!!

    October 14, 2025
    વ્યાપાર

    સપ્ટેમ્બર ક્વાર્ટરમાં IREDAના નફામાં ૪૧%નો ઉછાળો…!!

    October 14, 2025
    વ્યાપાર

    નેટ ડાયરેક્ટ ટેક્સ વસુલાત ૬% વધી રૂ.૧૧.૮૯ લાખ કરોડ પર પહોંચી…!!

    October 14, 2025
    વ્યાપાર

    બિટકોઈનમાં કડાકા બાદ રિકવરી : ફેડના વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાએ ક્રિપ્ટોમાં લેવાલી…!!

    October 14, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    કામના-મમતા અને તાદાત્મયના લીધે શરીર સાથે એકતા પ્રતિત થાય છે

    October 14, 2025

    બાબા ઈશ્વર શાહના અનંત અમૃત વર્ષગાંઠ સાથે, કરુણાનો પ્રકાશ ભક્તોના હૃદયમાં ઉતર્યો

    October 14, 2025

    ક્રોધ એ જુસ્સાનું એક ભયંકર સ્વરૂપ છે,જ્યારે વાસનામાં હોય છે,ત્યારે તે વ્યક્તિને સૌથી ઘૃણાસ્પદ ગુનાઓ કરવા માટે પ્રેરે છે

    October 14, 2025

    India-UK નવી આર્થિક ભાગીદારીની વાર્તા-PM કીર સ્ટાર્મરની ઐતિહાસિક સફળ ભારત મુલાકાત

    October 14, 2025

    તંત્રી લેખ…ભારતે તમામ મોરચે સતર્ક રહેવું જોઈએ

    October 14, 2025

    15 ઓક્ટોબર નું પંચાંગ

    October 14, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    કામના-મમતા અને તાદાત્મયના લીધે શરીર સાથે એકતા પ્રતિત થાય છે

    October 14, 2025

    બાબા ઈશ્વર શાહના અનંત અમૃત વર્ષગાંઠ સાથે, કરુણાનો પ્રકાશ ભક્તોના હૃદયમાં ઉતર્યો

    October 14, 2025

    ક્રોધ એ જુસ્સાનું એક ભયંકર સ્વરૂપ છે,જ્યારે વાસનામાં હોય છે,ત્યારે તે વ્યક્તિને સૌથી ઘૃણાસ્પદ ગુનાઓ કરવા માટે પ્રેરે છે

    October 14, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.