રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૨.૧૧.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૭૧૫૫ સામે ૭૭૩૪૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૭૨૨૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૯૯૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૯૬૧ પોઈન્ટના ઉછાળા સાથે ૭૯૧૧૭ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૩૩૪૮ સામે ૨૩૪૨૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૩૩૮૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૫૭૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૩૭ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૮૮૬ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
શેરબજારમાં શુક્રવારે તેજી જોવા મળી હતી. શેરબજારમાં છેલ્લા સળંગ બે દિવસના કડાકા બાદ આજે આકર્ષક ઉછાળો જોવા મળ્યો છે. પીએસયુ, ટેકનોલોજી અને રિયાલ્ટી સેક્ટર્સમાં લેવાલીના પગલે આજે ભારતીય શેરબજાર સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સ સુધારા તરફી ખૂલ્યા બાદ ૨૦૦૦ પોઈન્ટ ઉછળ્યો હતો. નિફ્ટી પણ ૨૩૪૦૦નું લેવલ પરથી ૨૩૯૦૦ના સ્તરે પહોંચ્યો હતો.સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ઘટાડે ઘણા શેરોમાં ફંડો, ખેલંદાઓએ વેલ્યુબાઈંગ કરતાં માર્કેટબ્રેડથ ફરી પોઝિટીવ બની હતી.રોકાણકારોની મૂડી ૬ લાખ કરોડ વધી હતી. સેન્સેક્સ ૧૯૬૧ પોઈન્ટના ઘટાળા સાથે ૭૯૧૧૭ પોઈન્ટના સ્તરે બંધ થયો છે, જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૫૩૭ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૮૮૬ પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૬૭૪ પોઈન્ટના ઉછાળા સાથે ૫૧૦૮૨ પોઈન્ટના સ્તરે બંધ થયો.
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)ની વેચવાલીના દબાણ ઉપરાંત ભારતીય ઈક્વિટીસમાં દૈનિક ધોરણે શેરોની વધઘટનું ચિત્ર પણ બદલાઈ રહ્યાનું જોવા મળી રહ્યું છે.ઓગસ્ટમાં એડવાન્સ ડિકલાઈન રેશિઓ (એડીઆર)નું દૈનિક સરેરાશ પ્રમાણ જે ૫૧% હતું તે પછીના બે મહિનામાં તબક્કાવાર ઘટી નવેમ્બરમાં ૩૨% પર આવી ગયું છે.એડવાન્સ ડિકલાઈન રેશિઓ શેરોના વધવા કરતા ઘટવાની માત્રા વધુ હોવાના સંકેત આપે છે. રેશિઓ જેટલો ઓછો તેટલુ રોકાણકારોનું માનસ નબળું પડી રહ્યાનું કહી શકાય છે. એડીઆર જે ઓગસ્ટમાં ૫૧% હતો તે સપ્ટેમ્બરમાં ઘટી ૪૭% પર આવી ગયો હતો અને ઓકટોબરમાં ૩૨% રહ્યો હતો.શેરો વધવા કરતા ઘટવાની માત્રા ઊંચી રહેવાના કિસ્સામાં રોકાણકારોની શેરો ખરીદવાની રુચી ઘટી રહી હોવાનું કહી શકાય છે.સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં ૮૫૦૦૦ની ટોચ દર્શાવ્યા બાદ બેન્ચમાર્ક સેન્સેકસ તથા નિફટી૫૦ ઈન્ડેકસમાં ૧૦% ઘટાડો થયો છે. એટલું જ નહીં મિડકેપ તથા સ્મોલ કેપમાં પણ વ્યાપક ધોવાણ જોવા મળી રહ્યું છે.ઓકટોબરમાં કેશમાં રૂપિયા ૧.૧૪ લાખ કરોડની જંગી વેચવાલી બાદ નવેમ્બરના પ્રથમ પખવાડિયામાં પણ વિદેશી રોકાણકારોની વેચવાલી ચાલુ રહી છે અને રૂપિયા ૨૫૦૦૦ કરોડની નેટ વેચવાલી આવી છે.ભારતીય શેરબજાર જે છેલ્લા અઢી-ત્રણ વર્ષથી ખરીદદારોની માર્કેટ તરીકે ઓળખાતું હતું તે હાલમાં વેચાણકારોની બજાર બની રહ્યું છે.
આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ગોદરેજ પ્રોપટી ૫%,ટાઈટન કંપની ૪%,લાર્સેન૪%,ટીસીએસ૪%, એસીસી૩%,ઈન્ફોસીસ૩%,રિલાયન્સ૩%,ઈન્ફોસીસ૩%,એચસીએલ ટેકનોલોજી ૩%,ટેક મહિન્દ્રા ૩%માં ઉછાળા સાથે ઈન્ડીગો,ગ્રાસીમ,ભારતી ઐરટેલ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,લ્યુપીન,ઓબેરોઈ રીયાલીટી,સન ફાર્મા,એચસીએલ ટેકનોલોજી જેવા શેરો વધારો થયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૪૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૭૪ અને વધનારની સંખ્યા ૨૪૪૮ રહી હતી, ૧૧૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫૯૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૦૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….મિત્રો, વૈશ્વિક મોરચે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના વિજય બાદ થઈ રહેલા ડેવલપમેન્ટ અને બીજી તરફ જીઓપોલિટીકલ ટેન્શન ઘટવાની અપેક્ષા સામે ચાઈના સાથે અમેરિકાનું ટેરિફ યુદ્વ શરૂ થવાની ગણાઈ રહેલી ઘડીએ વૈશ્વિક બજારોમાં મોટી ઉથલપાથલ મચતી જોવાઈ છે.અગાઉ ચાઈનાના સ્ટીમ્યુલસ મેગા પેકેજના પરિણામે વિદેશી ફંડો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ ભારતમાંથી ઉચાળા ભરીને ચાઈના તરફ વળી રહ્યાના સંકેતોએ ભારતીય શેર બજારોમાં સેન્સેક્સ, નિફટીમાં મોટા કડાકા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં પડેલા મોટા ગાબડાંએ સંકટના એંધાણ આપી દીધા હતા.આગામી ટૂંકા ગાળામાં માર્કેટમાં વોલેટિલિટી સાથે કરેક્શનનો માહોલ જળવાઈ રહેશે. વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલીનો દોર હજી પૂર્ણ થયો નથી.
ભારે વરસાદ અને નબળા કોર્પોરેટ ત્રિમાસિક પરિણામોના કારણે જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં દેશનો જીડીપી ગ્રોથ ઘટી ૬.૫% રહેવાની શક્યતા છે.સ્થાનિક રેટિંગ એજન્સી ઈકરાએ નાણાકીય વર્ષ ૨૦૨૪ -૨૫ ના બીજા છ માસમાં આર્થિક ગતિવિધિઓ વેગવાન બનવાના આશાવાદ વચ્ચે નાણાકીય વર્ષના અંતે જીડીપી ગ્રોથ ૭%રહેવાનો અંદાજ જાળવી રાખ્યો છે.આરબીઆઈ દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪ -૨૫ માટે જીડીપી ગ્રોથ ૭.૨% રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. જે ૨૦૨૩-૨૪ ના ૮.૨% ના અંદાજ સામે ઓછો છે. જેની પાછળનું કારણ શહેરી માગમાં ઘટાડો અને વધુ પડતો વરસાદ છે.બીજા ત્રિમાસિકના જીડીપી આંકડા ૩૦ નવેમ્બરે જાહેર થશે.પ્રથમ ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ ૬.૭% નોંધાયો હતો.જો કે,અતિ ભારે વરસાદ અને નબળા કોર્પોરેટ ત્રિમાસિક પરિણામોના કારણે બીજા ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ ઘટ્યો છે.વૈશ્વિક પ્રવાહો અને જીઓપોલિટીકલ ટેન્શન પર ભારતીય બજારોની આગામી સપ્તાહમાં નજર રહેશે.
તા.૨૫.૧૧.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૨૨.૧૧.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૩૮૮૬ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૪૧૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૩૭૮૭ પોઈન્ટ થી ૨૩૬૭૬ પોઈન્ટ,૨૩૬૦૬ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
- તા.૨૨.૧૧.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૧૦૮૨ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૦૯૩૯ પોઈન્ટ પ્રથમ અને ૫૦૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૧૧૮૮ પોઈન્ટ થી ૫૧૩૦૩ પોઈન્ટ,૫૧૩૭૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૦૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…
- એચડીએફસી બેન્ક ( ૧૭૪૨ ) :- એચડીએફસી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૦૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૬૮૬ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૬૩ થી રૂ.૧૭૭૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૭૮૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- હવેલ્લ્સ ઇન્ડિયા ( ૧૬૬૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૬૩૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૬૧૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૬૮૪ થી રૂ.૧૬૯૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
- બજાજ ફીન્સેર્વ ( ૧૬૦૫ ):- રૂ.૧૫૭૩ નો પ્રથમ તેમજ રૂ.૧૫૬૦ બીજા સપોર્ટથી હોલ્ડીંગ કંપની સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૬૩૩ થી રૂ.૧૬૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૨૭૭ ) :- પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૯૩ થી રૂ.૧૩૦૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૨૩૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ઓરબિંદો ફાર્મા ( ૧૨૨૪ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૨૦૩ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્માસ્યુટિકલ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૨૪૭ થી રૂ.૧૨૫૫ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- ટેક મહિન્દ્રા ( ૧૭૪૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૭૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૭૧૭ થી રૂ.૧૭૦૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
- વોલ્ટાસ લીમીટેડ ( ૧૬૬૫ ):- રૂ.૧૬૯૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૭૦૭ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૬૩૩ થી રૂ.૧૬૨૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૭૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- ભારતી ઐરટેલ ( ૧૫૭૧ ) :- ટેલિકોમ – સેલ્યુલર અને ફિક્સ લાઇન સેવાઓ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૬૦૬ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૫૪૭ થી રૂ.૧૫૩૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
- સિપ્લા લીમીટેડ ( ૧૪૮૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૪૭૦ થી રૂ.૧૪૪૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૨૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- એક્સીસ બેન્ક ( ૧૧૪૨ ) :- રૂ.૧૧૭૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૮૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૧૨૩ થી રૂ.૧૧૦૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૯૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.