રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૯.૧૨.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૧૮૨ સામે ૭૯૦૨૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૯૦૨૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૪૯૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૯૬૪ પોઈન્ટના ઘટાડા સાથે ૭૯૨૧૮ પોઈન્ટ બંધ થયેલ...!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૨૫૭ સામે ૨૪૧૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૯૨૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….સરેરાશ ૧૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૩૮ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૦૧૮ પોઈન્ટ બંધ થયેલ...!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ગુરુવારે શેરબજાર સળંગ ચોથા સેશનમાં ઘટાડા તરફી બંધ થયું હતું.અમેરિકાની ફેડરલ બેન્કે ગત રાતે વ્યાજદરોમાં ૦.૨૫% બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવાની સાથે હજુ બે વખત વ્યાજદરોમાં ઘટાડો કરવાના સંકેત આપ્યા હતા. જેના લીધે બજારનો મૂડ બગડ્યો અને અમેરિકન માર્કેટમાં મોટો કડાકો બોલાઈ ગયો. જેની સીધી અસર ભારતીય શેરબજારમાં જોવા મળી હતી અમેરિકન શેરબજારમાં ઐતિહાસિક કડાકાની અસર હવે ભારતીય શેરબજારમાં પણ દેખાઈ રહી છે. ભારતીય શેરબજાર ખુલતાંની સાથે જ સેન્સેક્સમાં ૧૧૧૦૦ થી વધુ પોઈન્ટનો કડાકો બોલાઈ ગયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ ૩૩૦થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. જેના લીધે રોકાણકારોને મોટું નુકસાન થયું હતું. જ્યારે બેન્ક નિફ્ટીની વાત કરીએ તો એમાં પણ ૮૦૦ થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો હતો.
સેન્સેક્સ ૯૬૪ પોઈન્ટના ઘટાળા સાથે ૭૯૨૧૮ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૨૩૮ પોઈન્ટના ઘટાળા સાથે ૨૪૦૧૮ પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૫૫૪ પોઈન્ટના ઘટાળા સાથે ૫૧૭૪૯ પોઈન્ટના સ્તરે બંધ થયો.સેન્સેક્સ,નિફટીમાં સતત ધોવાણ સાથે ઓપરેટરો, ફંડો શેરોમાં સતત ઓફલોડિંગ થતાં અને પ્રોફિટ બુકિંગ વધતાં માર્કેટબ્રેડથ સતત નેગેટીવ રહી હતી. હેલ્થકેર એન્ડ ફાર્મા સેક્ટર આગામી ગાળામાં મજબૂત ગ્રોથ કરવાની સંભાવનાઓ દર્શાવવામાં આવતાં આજે હેલ્થકેર શેર્સમાં ઉછાળો જોવા મળ્યો છે.
ક્રિસમસ પૂર્વે અને યુ.એસ. ફેડરલ રિઝર્વની મીટિંગમાં વ્યાજદરોમાં ૦.૨૫% બેસિસ પોઈન્ટનો ઘટાડો ફોરેન ફંડોની શેરોમાં એક્ઝિટ મૂડમાં આવીને વેચવાલી વધતાં નિફટી, સેન્સેક્સે આજે મહત્વના સપોર્ટ લેવલો ગુમાવ્યા હતા. આ સાથે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તારૂઢ થતાં પૂર્વે ભારતને અમેરિકી ચીજો પર આકરી આયાત ડયુટી સામે અમેરિકા પણ ભારતની ચીજોની અમેરિકામાં આયાત પર આકરી ડયુટી લાદવાની આપેલી ચીમકીએ પણ ફંડો, મહારથીઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોને સાવચેત કરી દઈ ઓવરબોટ પોઝિશન હળવા કરવા લાગ્યા હતા. ક્રિસમસ વેકેશન શરૂ થતાં પૂર્વે શેરોમાં વેચવાલીને મૂડી બજાર નિયામક તંત્ર સેબીએ પણ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) પર અંકુશો મૂકવાના નિર્ણયે વધુ વેગ આપ્યો હતો.
આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ઈન્ડીગો,એચડીએફસી એએમસી,ટોરેન્ટ ફાર્મા,લ્યુપીન,મુથૂટ ફાઈનાન્સ,સિપ્લા,સન ફાર્મા,ગ્લેનમાર્ક ફાર્મા,મહાનગર ગેસ,ઓરબિંદો ફાર્મા જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં લાર્સેન,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ઓબેરોઈ રીયાલીટી,ઈન્ફોસીસ,એચસીએલ ટેકનોલોજી,એચડીએફસી બેન્ક,વોલ્ટાસ,ટેક મહિન્દ્રા,કોટક મહિન્દ્રા બેન્ક જેવા શેરોમાં ઘટાળો થયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૯૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૧૫ અને વધનારની સંખ્યા ૧૬૮૦ રહી હતી, ૧૦૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૦૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….મિત્રો,અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સુકાન સંભાળે એ પૂર્વે જ ચાઈના મામલે આકરાં વલણના સંકેત સાથે ભારત માટે પણ વેપાર સહિતમાં કેટલાક નેગેટીવ નિર્ણયો લેવાય એવી શકયતા સમીક્ષકો મૂકવા લાગતાં ફંડોએ તેજીની ઓવરબોટ પોઝિશન હળવી કરી હતી. આ સાથે વૈશ્વિક મોરચે ચાઈનાના નબળા આર્થિક આંકડા અને રશીયાના જનરલના મોસ્કોમાં વિસ્ફોટમાં મોતની જવાબદારી યુક્રેને લેતાં રશીયા-યુક્રેન વચ્ચે યુદ્વ વકરવાના એંધાણે પણ સાવચેતી જોવાઈ હતી.
જીઓપોલિટીકલ ટેન્શને અને ચાઈનાના આર્થિક પડકારોની ફરી પાછલા અઠવાડિયે વૈશ્વિક બજારોમાં નેગેટીવ અસર વર્તાઈ હતી. સીરિયા મામલે ટેન્શન સાથે અમેરિકામાં બાઈડન સત્તા છોડતા પહેલા યુક્રેનને મિસાઈલ અને અન્ય જોખમી શસ્ત્રોનો રશીયા સામે ઉપયોગ કરવા પરવાનગી આપી જઈ યુક્રેન-રશીયા યુદ્વને લાંબો સમય ચાલુ રહેવાનો પડકાર ડોનાલ્ડ ટ્રમ્પ પર છોડી જઈ વિશ્વની યુદ્વની સ્થિતિ કાયમ રહે એવા પ્રયાસોની નેગેટીવ અસર વૈશ્વિક બજારો પર જોવાઈ છે.હવે વૈશ્વિક મોરચે કોઈ મોટું જીઓપોલિટીકલ ટેન્શનનું પરિબળ કે અન્ય રાજકીય ઉથલપાથલ નહીં સર્જાવાની સ્થિતિમાં ડિસેમ્બર મહિનામાં એનએવીની ગેમ શરૂ થવાની સાથે ક્રિસમસ વેકેશન પૂર્વે શેરોમાં તેજી વધુ બળવતર બની શકે છે. ક્રિસમસ હોલીડેની તૈયારી વચ્ચે વૈશ્વિક પરિબળો નેગેટીવ રહેતાં ફંડોએ સેન્સેક્સ, નિફટી બેઝડ તેજીનો વેપાર હળવો કર્યો હતો. શેરબજારમાં છેલ્લા કેટલાંક દિવસોથી કડાકો જોવા મળી રહ્યો છે.બીજી તરફ વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી નાણાં ઉપાડી રહ્યા છે. આ સિવાય ભારતમાં વી આઈએક્ષમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.આ તમામ કારણોને લીધે શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જે પરિબળો વચ્ચે આગામી દિવસોમાં નિફટી ફ્યુચર અને સેન્સેક્સમાં ઉતાર – ચઢાવ જોવાઈ શકે છે.
તા.૨૦.૧૨.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૧૯.૧૨.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૦૧૮ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૩૮૮૦ પોઈન્ટના પ્રથમ અને ૨૩૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૦૮૮ પોઈન્ટ થી ૨૪૧૮૮ પોઈન્ટ,૨૪૨૦૨ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૩૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
- તા.૧૯.૧૨.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૧૭૪૯ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૧૩૭૩ પોઈન્ટ પ્રથમ અને ૫૧૨૦૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૧૮૮૦ પોઈન્ટ થી ૫૧૯૩૯ પોઈન્ટ,૫૨૦૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૨૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…
- એસીસી લીમીટેડ ( ૨૧૨૩ ) :- અદાણી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૦૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૦૭૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૧૪૦ થી રૂ.૨૧૫૭ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૧૭૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- ભારતી ઐરટેલ ( ૧૬૦૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૫૭૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૫૬૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૬૨૪ થી રૂ.૧૬૩૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
- ભારત ફોર્જ ( ૧૩૦૦ ):- રૂ.૧૨૭૦ નો પ્રથમ તેમજ રૂ.૧૨૫૫ બીજા સપોર્ટથી ઓટો કમ્પોનન્ટ્સ અને ઇક્વિપમેન્ટ્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૩૩ થી રૂ.૧૩૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
- એક્સીસ બેન્ક ( ૧૧૧૩ ) :- પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૩૭ થી રૂ.૧૧૫૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ( ૧૦૮૨ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૦૪૭ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પેર્સનલ કેર સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૦૯૮ થી રૂ.૧૧૦૮ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- લ્યુપીન લીમીટેડ ( ૨૧૬૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૧૯૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૧૩૩ થી રૂ.૨૧૧૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૨૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
- મુથૂટ ફાઈનાન્સ ( ૨૧૪૪ ):- રૂ.૨૧૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૨૧૯૪ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૨૧૦૮ થી રૂ.૨૦૮૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૨૦૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- ઇપ્કા લેબ ( ૧૫૯૪ ) :- કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૬૦૯ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૫૮૦ થી રૂ.૧૫૬૩ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
- ઓરબિંદો ફાર્મા ( ૧૨૬૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૯૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૪૭ થી રૂ.૧૨૩૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૦૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૨૯૧ ) :- રૂ.૧૩૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૧૭ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૨૭૭ થી રૂ.૧૨૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૨૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.