રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૭.૦૧.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૭૯૬૪ સામે ૭૮૦૧૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૭૯૨૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૨૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૩૪ પોઈન્ટના ઉછાળા સાથે ૭૮૧૯૯ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૭૨૧ સામે ૨૩૮૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૩૭૩૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૪ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૭૯૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ચાઈનામાં ફેલાયેલો કોરોના જેવો એચએમપીવી વાઈરસની ભારતમાં એન્ટ્રી થઈ જતાં અને કર્ણાટક, ગુજરાત સહિતના રાજયોમાં કેસો નોંધાતાં કેન્દ્ર અને રાજય સરકારો એલર્ટ મોડમાં આવી જતાં આ વાઈરસનું ભારતીય શેરબજારમાં પણ ઓવર રિએક્શન જોવાયું હતું અને સાર્વત્રિક કડાકો નોંધાયો હતો, જો કે આજે સપ્તાહના બીજા દિવસે નીચા મથાળે નવી લેવાલી નોધાતા ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની વેચવાલી અટકીને ફરી ઈન્ડિયા એન્ટ્રી થતા આજે એનર્જી, ઓઈલ એન્ડ ગેસ, ઇન્ડસ્ટ્રીયલ, કોમોડિટીઝ અને કેપિટલ ગુડ્સ ફ્રન્ટલાઈન શેરોમાં મોટી ખરીદી થતાં ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં રેકોર્ડ તેજી આગળ વધતાં રૂપિયો નવા નીચા તળીયે જોવા મળ્યો હતો. કોરોના જેવા નવા વાઈરસનો ફેલાવો વધવાની ભીતી વચ્ચે શેરબજાર કડાકાની કરન્સી બજારમાં રૂપિયા પર પણ દબાણ વધ્યાનું હતું. ૨૦મી જાન્યુઆરીએ અમેરિકાના નવા પ્રમુખ ટ્રમ્પ સત્તાનું અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાનું સુકાન સંભાળનાર હોઈ ત્યાં સુધીમાં રૂપિયો વધુ તૂટી નીચામાં રૂ.૮૬ સુધી ઉતરી જવાની શક્યતા જોવાઈ રહી છે.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૭૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ફોકસ્ડ આઇટી, ટેક અને આઈટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૮૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૫૫ અને વધનારની સંખ્યા ૨૬૨૪ રહી હતી, ૧૦૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટાટા મોટર્સ ૨.૨૫%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૮૬%, ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૪૪%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૨૮%, એશિયન પેઈન્ટ્સ ૧.૧૦%, લાર્સેન લી. ૧.૦૮%, નેસલે ઈન્ડિયા ૧.૦૬%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૦૦%, અદાણી પોર્ટ ૦.૮૮%, ટાટા સ્ટીલ ૦.૮૭%, ટાઈટન કંપની ૦.૭૨% અને હિન્દુસ્તાન યૂનિલિવર ૦.૬૧% વધ્યા હતા, ઝોમેટો લિ. ૪.૫૯%, એચસીએલ ટેકનોલોજી ૧.૭૩%, ટીસીએસ લી. ૧.૬૨%, ટેક મહિન્દ્ર ૦.૯૪%, મારુતિ સુઝુકી ૦.૩૭%, કોટક બેન્ક ૦.૩૩%, આઈટીસી લી.૦.૩૨%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૨૮%, ઈન્ફોસીસ લી. ૦.૨૭ અને બજાજ ફાઈનાન્સ ૦.૦૫% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો, છેલ્લા કેટલાક સમયથી ઘટતા વોલ્યૂમ સાથે બજાર કોન્સોલિડેટ થઇ રહ્યું છે તે બજારમાં ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સના ઘટેલા રસને સૂચવે છે. હવે જો વધુ લાંબો સમય કોન્સોલિડેશનની સ્થિતિ રહેશે તો આની વિપરીત અસર થઈ શકે છે, જો કે હવે નવા વર્ષ ૨૦૨૫માં વૈશ્વિક મોરચે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાનું સુકાન સંભાળનાર હોઈ વિશ્વની વેપાર નીતિ પર તેની અસર અને જીઓપોલિટીકલ પરિબળ કેવા વળાંક લે છે એના પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારની નજર રહેશે.
સ્થાનિક સ્તરે ફુગાવાની સ્થિતિ સાથે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની ક્યારે શરૂઆત થશે અને કેન્દ્રિય બજેટમાં આવકવેરા સહિતમાં રાહત આપવામાં આવે છે કે કેપિટલ ગેઈન ટેક્ષમાં ફરી વૃદ્વિ કરવામાં આવશે એ પરિબળો પણ મહત્વના બની રહેશે. સાથે સાથે આગામી મહિનામાં ફોરેન ફંડોનો રોકાણ વ્યુહ કેવો રહેશે અને ફંડ એલોકેશન કેવું રહેશે એના સંકેત મળવા સુધી દરેક ઉછાળે સાવચેતી આવશ્યક છે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખરું ને..!!!
તા.૦૮.૦૧.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૦૭.૦૧.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૩૭૯૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૩૮૮૦ પોઈન્ટના પ્રથમ અને ૨૩૯૭૯ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૩૬૭૬ પોઈન્ટ થી ૨૩૬૦૬ પોઈન્ટ,૨૩૫૭૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૩૮૮૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
- તા.૦૭.૦૧.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૦૪૧૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૦૧૮૦ પોઈન્ટ પ્રથમ અને ૫૦૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૦૫૭૦ પોઈન્ટ થી ૫૦૬૭૬ પોઈન્ટ,૫૦૮૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૦૧૮૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…
- ઈન્ફોસીસ લીમીટેડ ( ૧૯૩૫ ) :- ઈન્ફોસીસ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૦૯ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૮૮૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૫૩ થી રૂ.૧૯૬૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૯૭૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- વોલ્ટાસ લીમીટેડ ( ૧૭૯૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૭૬૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૭૪૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૮૦૮ થી રૂ.૧૮૨૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
- કોટક મહિન્દ્રા બેન્ક ( ૧૭૮૧ ):- રૂ.૧૭૪૪ નો પ્રથમ તેમજ રૂ.૧૭૩૦ બીજા સપોર્ટથી પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૭૯૭ થી રૂ.૧૮૦૮ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
- ઇપ્કા લેબ ( ૧૭૩૮ ) :- ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૫૩ થી રૂ.૧૭૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૭૦૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- એક્સીસ બેંક ( ૧૦૭૧ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૦૪૪ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પ્રાઈવેટ બેન્ક સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૦૮૮ થી રૂ.૧૦૯૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- મુથૂટ ફાઈનાન્સ ( ૨૨૧૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપની સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૨૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૧૯૭ થી રૂ.૨૧૮૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૨૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
- બજાજ ફીન્સેર્વ ( ૧૬૯૦ ):- રૂ.૧૭૦૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૭૨૩ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૬૬૦ થી રૂ.૧૬૪૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૭૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- ટેક મહિન્દ્રા ( ૧૬૭૨ ) :- કોમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૬૯૬ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૬૫૬ થી રૂ.૧૬૪૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
- બાટા ઇન્ડિયા ( ૧૪૨૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફૂટવેર સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૫૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૪૦૪ થી રૂ.૧૩૮૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ટાટા કેમિકલ્સ ( ૧૦૧૫ ) :- રૂ.૧૦૩૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૪૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૯૯૭ થી રૂ.૯૮૫ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.