રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૫.૧૧.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૯૧૧૭ સામે ૮૦૧૯૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૯૭૬૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૭૦૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૯૯૨ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૧૦૯ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૩૮૮૬ સામે ૨૪૨૮૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૧૨૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૮૬ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૨૭૩ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
શેરબજારમાં સોમવારે ખુલતાંની સાથે જ તેજી જોવા મળી હતી. છેલ્લા કેટલાક સમયથી સેન્સેક્સ અને નિફ્ટીમાં સતત ઘટાળો થયો હતો. પરંતુ શુક્રવારે ફરી એકવાર તેજીનો માહોલ જોવા મળ્યો હતો.સોમવારે નવા અઠવાડિયાની શરૂઆતમાં જ સેન્સેક્સ એકઝાટકે ૧૩૦૦ પોઇન્ટ ઉછળ્યો હતો.જ્યારે નિફ્ટીમાં પણ તેજી દેખાઈ હતી.મહારાષ્ટ્ર ચૂંટણીમાં મહાયુતિના ભવ્ય વિજયની અસર દેખાતા સેન્સેક્સમાં મોટો ઉછાળો દેખાયો.સેન્સેક્સ ૯૯૨ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૧૦૯ પોઈન્ટના સ્તરે બંધ થયો છે, જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૩૮૬ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૨૭૩ પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૦૮૯ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૧૭૧ પોઈન્ટના સ્તરે બંધ થયો. શેરબજારમાં સાર્વત્રિક ઉછાળાના માહોલ વચ્ચે બીએસઈ ખાતે રોકાણકારોની મૂડીમાં ૦૯ લાખ કરોડનો વધારો થયો છે.
મહારાષ્ટ્ર તેમજ ઝારખંડમાં પુન: ભાજપની આગેવાની હેઠળની સરકાર સત્તા પર આવવાના વર્તારા પાછળ નીચા મથાળે નીકળેલ નવી લેવાલી પાછળ આ મુંબઈ શેરબજારમાં શેરોની જાતેજાતમાં સુધારો થવા સાથે સેન્સેક્સમાં છેલ્લા પાંચ માસનો સૌથી મોટો બીજો ઉછાળો નોંધાયો હતો. તેમજ અમેરિકા ખાતે રોજગારીના ડેટા સારા આવતા વિદેશના બજારોમાં સુધારો નોંધાતા તેની અત્રે સાનુકૂળ અસર જોવાઈ હતી.અદાણી ગ્રુપના શેર્સમાં પણ આકર્ષક રિકવરી જોવા મળી છે. આઈટી, બેન્કિંગ, ઓઈલ એન્ડ ગેસ, અને રિયાલ્ટી સેગમેન્ટના શેર્સમાં આકર્ષક લેવાલીના પગલે શેરબજારમાં એકંદરે ઉછાળો નોંધાયો છે. શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસના ઘટાડાના માહોલ વચ્ચે રોકાણકારો અને ખાસ કરીને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો નીચા મથાળે ખરીદી વધારી રહ્યા છે.
આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં લાર્સેન,એચડીએફસી એએમસી,ડીવીસ લેબ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ટાઈટન કંપની,ટોરેન્ટ ફાર્મા,ઈન્ડીગો,ટીસીએસ,એસીસી,હેવેલ્લ્સ,ગ્રાસીમ,ટીવીએસ મોટર્સ,સન ફાર્મા,મુથૂટ ફાઈનાન્સ,કોટક મહિન્દ્રા બેન્ક,ટેક મહિન્દ્રા,ભારતી ઐરટેલ,રિલાયન્સ,સિપ્લા,ગ્લેનમાર્ક ફાર્મા,અદાણી પોર્ટસ,એક્સીસ બેન્ક જેવા શેરો વધારો થયો છે. આજના ટોપ લુઝર્સની યાદીમાં એસિયન પેઈન્ટ્સ,ઈન્ફોસીસ,એચસીએલ ટેકનોલોજી,વોલ્ટાસ,જીન્દાલ સ્ટીલ જેવા શેરોમાં ઘટાળો થયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૧૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૫૩ અને વધનારની સંખ્યા ૨૬૯૭ રહી હતી, ૧૬૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૮૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૪૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….મિત્રો, ભારતીય શેર બજારો માટે પાછલું સપ્તાહ ભારે ઉથલપાથલનું નીવડયું છે. વૈશ્વિક મોરચે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત અને યુક્રેને રશીયા પર અમેરિકી મિસાઈલોથી કરેલા હુમલાએ રશીયાની ન્યુક્લિયર યુદ્વની ચીમકીએ જીઓપોલિટીકલ ટેન્શન વધતાં અને બીજી તરફ અદાણી પ્રકરણને લઈ સેન્ટીમેન્ટ ડહોળાયું હતું. સપ્તાહ દરમિયાન મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણીઓ યોજાઈ ગયા બાદ મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વમાં મહાયુતિની તરફેણમાં જનાદેશને લઈ રાજ્યમાં ફરી સ્થિર, મજબૂત સરકાર રચાવાના સંકેતની પોઝિટીવ અસર આગામી દિવસોમાં બજારમાં જોવાશે. ગત સપ્તાહના અંતે શુક્રવારે શેર બજારોમાં આવેલી મોટી તેજી અને ફોરેન ફંડોની વેચવાલી હવે અટકવાના સંભવિત પોઝિટીવ ડેવલપમેન્ટે હાલ તુરત બજારે યુ-ટર્ન લેશે. અનિવાર્ય કરેકશનનો દોર હાલ તુરત પૂરો થયો ગણી શકાય.હવે કોઈપણ અનિચ્છનીય જીઓપોલિટીકલ પરિબળો સિવાય અહીંથી બજાર તેજીના ફૂંફાળા બતાવી કોન્સોલિડેશનના તબક્કામાં ટ્રેડ થતું જોવાશે. સિલેક્ટિવ શેરોમાં તેજી જોવાશે, છતાં ફંડામેન્ટલ અને ઓવર વેલ્યુએશનના ફેકટરને ધ્યાનમાં રાખીને મન ફાવે એ નબળા શેરોમાં ખરીદીથી દૂર રહેવું.
સ્થાનિક રેટિંગ એજન્સી ઈકરાએ નાણાકીય વર્ષ ૨૦૨૪ -૨૫ ના બીજા છ માસમાં આર્થિક ગતિવિધિઓ વેગવાન બનવાના આશાવાદ વચ્ચે નાણાકીય વર્ષના અંતે જીડીપી ગ્રોથ ૭%રહેવાનો અંદાજ જાળવી રાખ્યો છે.આરબીઆઈ દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪ -૨૫ માટે જીડીપી ગ્રોથ ૭.૨% રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. જે ૨૦૨૩-૨૪ ના ૮.૨% ના અંદાજ સામે ઓછો છે. જેની પાછળનું કારણ શહેરી માગમાં ઘટાડો અને વધુ પડતો વરસાદ છે.બીજા ત્રિમાસિકના જીડીપી આંકડા ૩૦ નવેમ્બરે જાહેર થશે.
તા.૨૬.૧૧.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૨૫.૧૧.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૨૭૩ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૧૮૮ પોઈન્ટના પ્રથમ અને ૨૪૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૩૭૩ પોઈન્ટ થી ૨૪૪૦૪ પોઈન્ટ,૨૪૪૭૪ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
- તા.૨૫.૧૧.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૨૧૭૧ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૧૦૦૮ પોઈન્ટ પ્રથમ અને ૫૦૮૮૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૨૩૭૩ પોઈન્ટ થી ૫૩૪૭૪ પોઈન્ટ,૫૨૫૦૫ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૦૮૮૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…
- ઓબેરોઈ રીયાલીટી ( ૧૯૩૨ ) :- ઓબેરોઈ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૦૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૮૮૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૪૮ થી રૂ.૧૯૫૫ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૯૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- એચડીએફસી બેન્ક ( ૧૭૭૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૭૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૭૩૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૭૯૩ થી રૂ.૧૮૦૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૨૯૨ ):- રૂ.૧૨૬૦ નો પ્રથમ તેમજ રૂ.૧૨૪૪ બીજા સપોર્ટથી રિફાયનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૦૩ થી રૂ.૧૩૧૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
- એક્સીસ બેન્ક ( ૧૧૫૮ ) :- પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૭૩ થી રૂ.૧૧૮૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૧૨૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ટાટા કેમિકલ્સ ( ૧૦૮૭ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૦૭૩ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક કોમોડીટી કેમિકલ્સ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૧૦૩ થી રૂ.૧૧૧૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- એચસીએલ ટેકનોલોજી ( ૧૮૯૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૧૯ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૮૮૦ થી રૂ.૧૮૬૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
- ટેક મહિન્દ્રા ( ૧૭૩૬ ):- રૂ.૧૭૬૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૭૭૪ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૭૦૭ થી રૂ.૧૬૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૭૮૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- વોલ્ટાસ લીમીટેડ ( ૧૬૩૬ ) :- હોઉસહોલ્ડ અપ્લાય્ન્સીસ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૬૭૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૬૦૬ થી રૂ.૧૫૮૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
- ભારતી ઐરટેલ ( ૧૫૮૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેલિકોમ – સેલ્યુલર અને ફિક્સ લાઇન સેવાઓ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૦૬ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૫૭૦ થી રૂ.૧૫૫૫ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૨૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ગ્લેનમાર્ક ફાર્મા ( ૧૪૮૭ ) :- રૂ.૧૫૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૫૧૮ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૪૬૪ થી રૂ.૧૪૪૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.