Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    12 જુલાઈ નું રાશિફળ

    July 11, 2025

    12 જુલાઈ નું પંચાંગ

    July 11, 2025

    Gujarat government વિદેશમાં અભ્યાસ માટે વાર્ષિક ૪ ટકાના વ્યાજે રૂ. ૧૫ લાખની લોન આપશે

    July 11, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 12 જુલાઈ નું રાશિફળ
    • 12 જુલાઈ નું પંચાંગ
    • Gujarat government વિદેશમાં અભ્યાસ માટે વાર્ષિક ૪ ટકાના વ્યાજે રૂ. ૧૫ લાખની લોન આપશે
    • Amarnath Yatra પર સંકટ, પીગળી રહ્યું છે ભોલેનાથનું શિવલિંગ
    • Nepal માં ઉડાન ભરેલું ડ્રોન બનાવ્યું, પરીક્ષણ દરમિયાન સંસદ ભવન પર પડ્યું, ૫ની ધરપકડ
    • અમેરિકાના મૃત્યુના નારા લગાવે છે, પરંતુ ઇઝરાયલ તેના માર્ગમાં અડચણરૂપ છેઃ Netanyahu
    • આ વર્ષે બાંગ્લાદેશ પ્રીમિયર લીગનું આયોજન કરવું ચુંટણીને કારણે મુશ્કેલ બની શકે છે
    • દિલ્હી હાઈકોર્ટે film ‘Udaipur Files પર રોક લગાવી, નિર્માતા અમિત જાની સુપ્રીમ કોર્ટ જશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty futures ૨૪૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!
    વ્યાપાર

    Nifty futures ૨૪૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

    Vikram RavalBy Vikram RavalNovember 26, 2024No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૬.૧૧.૨૦૨૪ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૧૦૯ સામે ૮૦૪૧૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૯૭૯૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૬૮૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૫ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૦૦૪ પોઈન્ટ બંધ થયેલ...!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૨૭૩ સામે ૨૪૩૪૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૧૩૨ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….સરેરાશ ૨૧૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૬ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૨૧૭ પોઈન્ટ બંધ થયેલ...!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    શેરબજારમાં મંગળવારે ખુલતાંની સાથે જ તેજી જોવા મળી હતી. ત્યારબાદ વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ ૧૦૫ પોઈન્ટના ઘટાળા સાથે ૮૦૦૦૪ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૫૬ પોઈન્ટના ઘટાળા સાથે ૨૪૨૧૭ પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૪૭ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૨૧૮ પોઈન્ટના સ્તરે બંધ થયો.સ્મોલ,મિડ કેપ,રોકડાના શેરોમાં બજારમાં ગભરાટ વધતાં ફરી રિટેલ ઈન્વેસ્ટરોની  વ્યાપક વેચવાલી થતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી.મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોએ આજે ઘટાડે શોર્ટ કવરિંગ કર્યું હતું. ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં પણ આજે ઘટાડે શોર્ટ કવરિંગ સાથે પસંદગીની ખરીદી થઈ હતી. એફએમસીજી શેરોમાં આજે ફ્રન્ટલાઈન શેરોમાં પસંદગીની ખરીદી સામે અન્ય અનેક શેરોમાં ગાબડાં પડયા હતા. 

    વર્તમાન વર્ષમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો  (એફઆઈઆઈ)એ ઓઈલ એન્ડ ગેસ ક્ષેત્ર તથા નાણાંકીય સેવા ક્ષેત્રની કંપનીઓમાંથી જંગી રોકાણ પાછુ ખેંચી લીધું હોવાનું પ્રાપ્ત ડેટા પરથી કહી શકાય એમ છે.વર્તમાન વર્ષના જાન્યુઆરીથી ઓકટોબરના ગાળામાં વિદેશી રોકાણકારોએ ફાઈનાન્સિઅલ સેવા ક્ષેત્રની કંપનીઓમાંથી રૂપિયા ૬૩૮૭૧ કરોડ   અને   ઓઈલ એન્ડ ગેસ ક્ષેત્રની કંપનીઓમાંથી એકંદરે રૂપિયા ૩૨૦૦૦ કરોડનું રોકાણ પાછુ ખંચી લીધું છે. વર્તમાન નવેમ્બરના પ્રથમ પખવાડિયામાં વિદેશી રોકાણકારોએ કુલ ૧૩ ક્ષેત્રોમાં રૂપિયા ૩૦૭૭૪ કરોડનું રોકાણ પાછું ખેંચી લીધું છે જેમાં રૂપિયા ૭૨૧૪ કરોડ સાથે સૌથી વધુ રોકાણ ઓઈલ એન્ડ ગેસ કંપનીઓમાંથી પાછું ખેંચાયું હોવાનું એનએસડીએલના ડેટા પરથી કહી શકાય છે. 

    આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ટીસીએસ,હિન્દુસ્તાન યુનીલીવર,ઓબેરોઈ રીયાલીટી,મુથૂટ ફાઈનાન્સ,એચસીએલ ટેકનોલોજી,એચડીએફસી બેન્ક,ટેક મહિન્દ્રા,હવેલ્લ્સ,વોલ્ટાસ,ગ્લેનમાર્ક ફાર્મા,બાટા ઇન્ડિયા જેવા શેરો વધારો થયો છે. આજના ટોપ લુઝર્સની યાદીમાં ડીવીસ લેબ,ઈન્ડીગો,લાર્સેન,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ગ્રાસીમ,લ્યુપીન,કોટક મહિન્દ્રા બેન્ક,સન ફાર્મા,ભારતી ઐરટેલ,ભારત ફોર્જ,સિપ્લા,એક્સીસ બેન્ક,અદાણી પોર્ટસ જેવા શેરોમાં ઘટાળો થયો છે.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૩૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૪૦ અને વધનારની સંખ્યા ૨૨૮૧ રહી હતી, ૧૧૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૩૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૭૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    બજારની ભાવિ દિશા….મિત્રો, ગુડસ એન્ડ સર્વિસીસ ટેકસ (જીએસટી) કાઉન્સિલની ડિસેમ્બરમાં મળનારી બેઠકમાં આરોગ્ય તથા જીવન વીમાના પ્રીમિયમ્સ પરના જીએસટીમાં રાહત આપશે તેવી શકયતા છે.કાઉન્સિલની બેઠક અગાઉ વર્તમાન મહિનામાં મળનારી હતી પરંતુ હવે તે ૨૩ તથા ૨૪ ડિસેમ્બરે યોજાનાર છે.નાણાં પ્રધાન નિર્મલા સીતારામન આગામી બજેટની તૈયારીરૂપે વિવિધ રાજ્યોના નાણાં પ્રધાનોને હાલમાં મળી રહ્યા હોવાથી કાઉન્સિલની બેઠક ડિસેમ્બરમાં રાખવામાં આવી હોવાનું નાણાં મંત્રાલયના જણાવ્યું હતું.કાઉન્સિલની બેઠકમાં વરિષ્ઠ નાગરિકોને તેમના આરોગ્ય તથા જીવન વીમાના પ્રીમિયમ્સ પરના જીએસટીમાંથી સંપૂર્ણ મુક્તિ અપાશે તેવી શકયતા ચર્ચાઈ રહી છે.

    શેરબજારમાં ગયા સપ્તાહે જોવા મળેલા મામૂલી ઉછાળા બાદ હવે રોકાણકારોની નજર આગામી દિવસો પર છે.ભારતીય શેર બજારો માટે પાછલું સપ્તાહ ભારે ઉથલપાથલનું નીવડયું છે. વૈશ્વિક મોરચે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત અને યુક્રેને રશીયા પર અમેરિકી મિસાઈલોથી કરેલા હુમલાએ રશીયાની ન્યુક્લિયર યુદ્વની ચીમકીએ જીઓપોલિટીકલ ટેન્શન વધતાં અને બીજી તરફ અદાણી પ્રકરણને લઈ સેન્ટીમેન્ટ ડહોળાયું હતું. સપ્તાહ દરમિયાન મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણીઓ યોજાઈ ગયા બાદ મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વમાં મહાયુતિની તરફેણમાં જનાદેશને લઈ રાજ્યમાં ફરી સ્થિર, મજબૂત સરકાર રચાવાના સંકેતની પોઝિટીવ અસર આગામી દિવસોમાં બજારમાં જોવાશે.ગત સપ્તાહના અંતે શુક્રવારે શેર બજારોમાં આવેલી મોટી તેજી  અને ફોરેન ફંડોની વેચવાલી હવે અટકવાના સંભવિત પોઝિટીવ ડેવલપમેન્ટે હાલ તુરત બજારે યુ-ટર્ન લેશે. અનિવાર્ય કરેકશનનો દોર હાલ તુરત પૂરો થયો ગણી શકાય.હવે કોઈપણ અનિચ્છનીય જીઓપોલિટીકલ પરિબળો સિવાય અહીંથી બજાર તેજીના ફૂંફાળા બતાવી કોન્સોલિડેશનના તબક્કામાં ટ્રેડ થતું જોવાશે. સિલેક્ટિવ શેરોમાં તેજી જોવાશે, છતાં ફંડામેન્ટલ અને ઓવર વેલ્યુએશનના ફેકટરને ધ્યાનમાં રાખીને મન ફાવે એ નબળા શેરોમાં ખરીદીથી દૂર રહેવું. જેથી રોકાણકારોને થોભો અને માર્કેટ સ્થિર થાય ત્યાં સુધી રાહ જોવાની સલાહ.આગામી દિવસોમાં શેરબજારનું પ્રદર્શન ઉતાર-ચઢાવથી ભરેલું રહી શકે છે.

    તા.૨૭.૧૧.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૨૬.૧૧.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૨૧૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૦૮૮ પોઈન્ટના પ્રથમ અને ૨૪૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૫૭૫ પોઈન્ટ થી ૨૪૬૦૬ પોઈન્ટ,૨૪૬૭૬ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
    • તા.૨૬.૧૧.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૨૨૧૮ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૧૮૮૦ પોઈન્ટ પ્રથમ અને ૫૧૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૨૩૦૩ પોઈન્ટ થી ૫૨૩૭૩ પોઈન્ટ,૫૨૪૦૪ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૧૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ ( ૨૭૬૮ ) :- બાલકૃષ્ણ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૭૨૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૭૦૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૭૮૩ થી રૂ.૨૭૯૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૮૦૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • એચડીએફસી બેન્ક ( ૧૭૮૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૭૭૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૭૪૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૮૦૩ થી રૂ.૧૮૧૩ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • હવેલ્લ્સ ઇન્ડિયા ( ૧૭૧૩ ):- રૂ.૧૬૮૭ નો પ્રથમ તેમજ રૂ.૧૬૭૬ બીજા સપોર્ટથી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૭૨૭ થી રૂ.૧૭૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૩૦૬ ) :- પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૧૬ થી રૂ.૧૩૨૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૨૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૨૯૪ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૨૭૦ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક રિફાયનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૩૦૩ થી રૂ.૧૩૧૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
    • લ્યુપીન લીમીટેડ ( ૨૦૩૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૦૭૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૦૧૬ થી રૂ.૧૯૯૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૦૯૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • ઓબેરોઈ રીયાલીટી ( ૧૯૭૯ ):- રૂ.૨૦૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૨૦૨૩ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૯૬૦ થી રૂ.૧૬૪૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૦૪૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • એચસીએલ ટેકનોલોજી ( ૧૮૯૬ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૯૩૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૮૮૦ થી રૂ.૧૮૬૩ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
    • સન ફાર્મા ( ૧૭૬૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૮૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૭૪૪ થી રૂ.૧૭૨૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૦૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ટાટા કેમિકલ્સ ( ૧૦૯૩ ) :- રૂ.૧૧૧૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૨૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૦૮૦ થી રૂ.૧૦૬૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૨૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

    Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Adani આરોગ્ય સંભાળ માટે વિશ્વસ્તરીય AI-ઇકોસિસ્ટમ બનાવશે

    July 11, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૨૦૨ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 11, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    July 11, 2025
    રાષ્ટ્રીય

    વિશ્વની સૌથી ઝડપી પેમેન્ટ પધ્ધતિ ભારતમાં : UPI ને શ્રેય

    July 11, 2025
    વ્યાપાર

    પાંચ મહિના બાદ ફરી mutual funds માં રોકાણ વધ્યું !

    July 11, 2025
    વ્યાપાર

    Silver માં ફરી રોકેટ ગતિની તેજી : રૂ. 3500નો ઉછાળો : 113800 નવો રેકોર્ડ બ્રેક ભાવ

    July 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    12 જુલાઈ નું રાશિફળ

    July 11, 2025

    12 જુલાઈ નું પંચાંગ

    July 11, 2025

    Gujarat government વિદેશમાં અભ્યાસ માટે વાર્ષિક ૪ ટકાના વ્યાજે રૂ. ૧૫ લાખની લોન આપશે

    July 11, 2025

    Amarnath Yatra પર સંકટ, પીગળી રહ્યું છે ભોલેનાથનું શિવલિંગ

    July 11, 2025

    Nepal માં ઉડાન ભરેલું ડ્રોન બનાવ્યું, પરીક્ષણ દરમિયાન સંસદ ભવન પર પડ્યું, ૫ની ધરપકડ

    July 11, 2025

    અમેરિકાના મૃત્યુના નારા લગાવે છે, પરંતુ ઇઝરાયલ તેના માર્ગમાં અડચણરૂપ છેઃ Netanyahu

    July 11, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    12 જુલાઈ નું રાશિફળ

    July 11, 2025

    12 જુલાઈ નું પંચાંગ

    July 11, 2025

    Gujarat government વિદેશમાં અભ્યાસ માટે વાર્ષિક ૪ ટકાના વ્યાજે રૂ. ૧૫ લાખની લોન આપશે

    July 11, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.