રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૯.૧૧.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૯૦૪૩ સામે ૭૯૦૩૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૯૦૨૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૮૯૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૫૯ પોઈન્ટના ઉછાળા સાથે ૭૯૮૦૨ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૧૧૫ સામે ૨૪૧૩૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૧૧૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૫૫પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૮૮ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૩૦૪ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે શેરબજારમાં સાર્વત્રિક સુધારો જોવા મળ્યો છે.શેરબજારમાં એફએન્ડઓ સેટલમેન્ટ, એફઆઈઆઈ વેચવાલીના લીધે નોંધાયેલા કડાકા બાદ માર્કેટ સુધર્યા છે. ફંડો,હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો ફરી સક્રિય બની જવા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી વ્યાપક તેજીના મંડાણ થતાં જોવાયા હતા.જેથી માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. રોકાણકારોની મૂડીમાં આજે ૩ લાખ કરોડ વધી છે.શેરબજારમાં સાર્વત્રિક સુધારો જોવા મળ્યો છે. જેથી માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી.સેન્સેક્સ ૧૦૫ પોઈન્ટના ઘટાળા સાથે ૮૦૦૦૪ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૫૬ પોઈન્ટના ઘટાળા સાથે ૨૪૨૧૭ પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૪૭ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૨૧૮ પોઈન્ટના સ્તરે બંધ થયો.
અમેરિકાનો વિકાસદર ધાર્યા કરતાં વધુ ઝડપી રહ્યો છે, પરંતુ યુરોપની માળખાકીય નિર્બળતા અને ચીનનાં અર્થતંત્રમાં મંદ ગતિ આવી છે તો ત્રીજી તરફ યુક્રેન અને ગાઝા યુદ્ધે વૈશ્વિક પરિસ્થિતિ અશાંત કરી છે. આની વૈશ્વિક અર્થતંત્ર ઉપર પણ અસર થઈ રહી છે, જેના ભાગરૂપે ભારતીય અર્થતંત્ર ઉપર પણ ગંભીર અસર થઈ રહી છે. આમ છતાં ભારતીય અર્થતંત્ર સ્થિતિ સ્થાપક રહ્યું છે, અને ચોમાસા દરમિયાન તેના વિકાસદરમાં થયેલી પીછેહઠ હવે દૂર થઈ છે. ઓક્ટોબરથી તેમાં સ્થિર રૂપે પ્રગતિ થઈ રહી છે. ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડ્ઝ (એફએમસીજી)નું વેચાણ શહેરોમાં તથા ગામડાંઓમાં પણ વધ્યુ છે. ટ્રેક્ટરનું વેચાણ વધ્યું છે તેમજ ટુ-વ્હીલર્સનું પણ વેચાણ વધ્યું છે. આથી મેન્યુફેક્ચરિંગ તેમજ સર્વિસ સેક્ટર બંને ખુશ-ખુશાલ છે. પર્ચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ ટ્રેન્ડઝ પણ પોઝિટિવ રહ્યા છે. આપણું અર્થતંત્ર મજબૂત તો છે જ છતાં વૈશ્વિક અનિશ્ચિતતાઓ પ્રત્યે સજાગ રહેવાની જરૂર છે.
આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ટોરેન્ટ ફાર્મા,લાર્સેન,ટીસીએસ,ઈન્ડીગો,સન ફાર્મા,કોટક મહિન્દ્રા બેન્ક,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ગ્રાસીમ,એસીસી,લ્યુપીન,ઈન્ફોસીસ,વોલ્ટાસ,ભારતી ઐરટેલ,સિપ્લા,મહાનગર ગેસ,જીન્દાલ સ્ટીલ,ટાટા મોટર્સ,ગ્લેનમાર્ક ફાર્મા,અદાણી પોર્ટસ,બાટા ઇન્ડિયા,રિલાયન્સ,ટાટા કેમિકલ્સ,એક્સીસ બેન્ક,વિપ્રો જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં એચડીએફસી એએમસી,ઓબેરોઈ રીયાલીટી,એચડીએફસી બેન્ક,હવેલ્લ્સ,ટેક મહિન્દ્રા,સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા,એયુ બેન્ક,એસબીઆઈ કાર્ડ્સ જેવા શેરોમાં ઘટાળો થયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૫૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૦૬ અને વધનારની સંખ્યા ૨૩૪૭ રહી હતી, ૯૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૦૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૭૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….મિત્રો, શેરબજાર રેટ કટનું નબળુ વલણ,અમેરાકના ઈકોનોમિક ગ્રોથ અને ફુગાવાની ચિંતાઓના વૈશ્વિક પડકારોનો સામનો કરી રહ્યું છે. વિદેશી રોકાણકારો પણ સતત વેચવાલ રહ્યા છે. જેથી માર્કેટમાં ટૂંકાગાળાની વોલેટિલિટી જોવા મળી શકે છે. રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટિની બેઠક ડિસેમ્બરમાં ૪થી ૬ દરમિયાનમળી રહી છે. શેરબજાર રેટ કટનું નબળુ વલણ, અમેરાકના ઈકોનોમિક ગ્રોથ અને ફુગાવાની ચિંતાઓના વૈશ્વિક પડકારોનો સામનો કરી રહ્યું છે. વિદેશી રોકાણકારો પણ સતત વેચવાલ રહ્યા છે. જેથી માર્કેટમાં ટૂંકાગાળાની વોલેટિલિટી જોવા મળી શકે છે.
ભારતીય શેર બજારો માટે પાછલું સપ્તાહ ભારે ઉથલપાથલનું નીવડયું છે. વૈશ્વિક મોરચે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત અને યુક્રેને રશીયા પર અમેરિકી મિસાઈલોથી કરેલા હુમલાએ રશીયાની ન્યુક્લિયર યુદ્વની ચીમકીએ જીઓપોલિટીકલ ટેન્શન વધતાં અને બીજી તરફ અદાણી પ્રકરણને લઈ સેન્ટીમેન્ટ ડહોળાયું હતું.અનિવાર્ય કરેકશનનો દોર હાલ તુરત પૂરો થયો ગણી શકાય.હવે કોઈપણ અનિચ્છનીય જીઓપોલિટીકલ પરિબળો સિવાય અહીંથી બજાર તેજીના ફૂંફાળા બતાવી કોન્સોલિડેશનના તબક્કામાં ટ્રેડ થતું જોવાશે. સિલેક્ટિવ શેરોમાં તેજી જોવાશે, છતાં ફંડામેન્ટલ અને ઓવર વેલ્યુએશનના ફેકટરને ધ્યાનમાં રાખીને નબળા શેરોમાં ખરીદીથી દૂર રહેવું.
તા.૦૨.૧૨.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૨૯.૧૧.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૩૦૪ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૦૮૮ પોઈન્ટના પ્રથમ અને ૨૪૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૩૭૩ પોઈન્ટ થી ૨૪૪૦૪ પોઈન્ટ,૨૪૪૭૪ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
- તા.૨૯.૧૧.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૨૩૬૪ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૨૦૦૮ પોઈન્ટ પ્રથમ અને ૫૧૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૨૪૭૪ પોઈન્ટ થી ૫૨૫૩૦ પોઈન્ટ,૫૨૬૦૬ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૨૬૭૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…
- ટેક મહિન્દ્રા ( ૧૭૨૧ ) :- મહિન્દ્રા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૬૯૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૬૭૬ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૩૭ થી રૂ.૧૭૪૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૭૫૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- ગ્લેનમાર્ક ફાર્મા ( ૧૫૩૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૮૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૭૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૫૫૩ થી રૂ.૧૫૬૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૩૦૦ ):- રૂ.૧૨૭૦ નો પ્રથમ તેમજ રૂ.૧૨૪૪ બીજા સપોર્ટથી રિફાયનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૧૮ થી રૂ.૧૩૩૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
- અદાણી પોર્ટસ ( ૧૧૯૬ ) :- સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૦૮ થી રૂ.૧૨૩૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૧૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- એચડીએફસી લાઈફ ( ૬૫૯ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૩૦ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક લાઈફ ઇન્સ્યુરન્સ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૭૪ થી રૂ.૬૮૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- લ્યુપીન લીમીટેડ ( ૨૦૬૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૧૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૦૪૪ થી રૂ.૨૦૧૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૧૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
- કોટક મહિન્દ્રા બેન્ક ( ૧૭૭૨ ):- રૂ.૧૮૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૮૧૮ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૭૪૭ થી રૂ.૧૭૩૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૮૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- હવેલ્લ્સ ઇન્ડિયા ( ૧૭૨૮ ) :- કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૭૫૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૭૦૭ થી રૂ.૧૬૮૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
- એક્સીસ બેન્ક ( ૧૧૪૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૭૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૨૭ થી રૂ.૧૧૦૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- રામકો સિમેન્ટ્સ ( ૧૦૧૯ ) :- રૂ.૧૦૪૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૫૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૯૯૭ થી રૂ.૯૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૭૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.