Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    કામના-મમતા અને તાદાત્મયના લીધે શરીર સાથે એકતા પ્રતિત થાય છે

    October 14, 2025

    બાબા ઈશ્વર શાહના અનંત અમૃત વર્ષગાંઠ સાથે, કરુણાનો પ્રકાશ ભક્તોના હૃદયમાં ઉતર્યો

    October 14, 2025

    ક્રોધ એ જુસ્સાનું એક ભયંકર સ્વરૂપ છે,જ્યારે વાસનામાં હોય છે,ત્યારે તે વ્યક્તિને સૌથી ઘૃણાસ્પદ ગુનાઓ કરવા માટે પ્રેરે છે

    October 14, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • કામના-મમતા અને તાદાત્મયના લીધે શરીર સાથે એકતા પ્રતિત થાય છે
    • બાબા ઈશ્વર શાહના અનંત અમૃત વર્ષગાંઠ સાથે, કરુણાનો પ્રકાશ ભક્તોના હૃદયમાં ઉતર્યો
    • ક્રોધ એ જુસ્સાનું એક ભયંકર સ્વરૂપ છે,જ્યારે વાસનામાં હોય છે,ત્યારે તે વ્યક્તિને સૌથી ઘૃણાસ્પદ ગુનાઓ કરવા માટે પ્રેરે છે
    • India-UK નવી આર્થિક ભાગીદારીની વાર્તા-PM કીર સ્ટાર્મરની ઐતિહાસિક સફળ ભારત મુલાકાત
    • તંત્રી લેખ…ભારતે તમામ મોરચે સતર્ક રહેવું જોઈએ
    • 15 ઓક્ટોબર નું પંચાંગ
    • 15 ઓક્ટોબર નું રાશિફળ
    • Saiyaraaએકટ્રેસ અનિત પડ્ડાનું પહેલું રેમ્પ વોક કર્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, October 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty Futures ૨૪૩૦૩ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!
    વ્યાપાર

    Nifty Futures ૨૪૩૦૩ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

    Vikram RavalBy Vikram RavalDecember 2, 2024No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૨.૧૨.૨૦૨૪ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૯૮૦૨ સામે ૭૯૭૪૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૯૩૦૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૮૯૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૪૫ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૨૪૮ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૩૦૪ સામે ૨૪૩૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૧૬૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૫૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૪ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૪૨૮ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે શેરબજારમાં સાર્વત્રિક સુધારો જોવા મળ્યો છે.માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. સેન્સેક્સ ૪૪૫ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૨૪૮ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૨૪ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૪૨૮ પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૩૦ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૩૯૫ પોઈન્ટના સ્તરે બંધ થયો.સેન્સેક્સ, નિફટીમાં આજે ઉછાળો આવ્યા સાથે ફંડો, રિટેલ ઈન્વેસ્ટરો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક ખરીદી કરતાં માર્કેટબ્રેડથ વધુ પોઝિટીવ બની હતી. ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં ફંડોએ આજે મોટી ખરીદી ચાલુ રાખી હતી. કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની મોટી ખરીદી ચાલુ રહી હતી. ઓઈલ-ગેસ, મેટલ-માઈનીંગ અને આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ફંડોની પસંદગીની ખરીદી રહી હતી.

    દેશનો જીડીપી ચાલુ નાણાકીય વર્ષના જુલાઇ-સપ્ટેમ્બર કવાર્ટરમાં મેન્યુફેકચરિંગ અને માઇનિંગ સેક્ટરના ખરાબ પ્રદર્શન અને નબળી માંગને કારણે ઘટીને ૫.૪% થઇ ગયો છે જે છેલ્લા બે વર્ષનું નિમ્ન સ્તર છે.આ સમયે અર્થતંત્ર બે વર્ષ માટે તળિયે વિકાસ પામ્યું હોવાના આંકડા આવતા હવે રિઝર્વ બેંક ઉપર વ્યાજનો દર ઘટાડવા દબાણ વધશે.ઉલ્લેખનીય છે કે ૨૦૨૩-૨૪માં જુલાઇ-સપ્ટેમ્બર કવાર્ટરમાં જીડીપી ૮.૧% રહ્યો છે. જ્યારે ૨૦૨૪-૨૫માં એપ્રિલ-જૂન કવાર્ટરમાં જીડીપી ૬.૭% રહ્યો હતો.આ દરમિયાન સરકારે જારી કરેલા આંકડા અનુસાર કેન્દ્રની નાણાકીય ખાધ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ સાત મહિનામાં સમગ્ર વર્ષના કુલ લક્ષ્યાંકના ૪૬.૫ ટકા થઇ ગઇ છે. ઓક્ટોબર, ૨૦૨૪માં આઠ કોર સેક્ટરનો વિકાસ ઘટીને ૩.૧ ટકા થઇ ગયો છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં આ આઠ કોર સેક્ટરનો વિકાસ ૧૨.૭ ટકા હતો. 

    આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ઈન્ડીગો,ટીસીએસ,એચડીએફસી એએમસી,ટોરેન્ટ ફાર્મા,એસીસી,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ગ્રાસીમ,લ્યુપીન,ઓબેરોઈ રીયાલીટી,મુથૂટ ફાઈનાન્સ,એચડીએફસી બેન્ક,ટાટા કોમ્યુનિકેશન,ગ્લેનમાર્ક ફાર્મા,ટેક મહિન્દ્રા,એચસીએલ ટેકનોલોજી,ઈન્ફોસીસ,સન ફાર્મા,બાટા ઇન્ડિયા,રિલાયન્સ,અદાણી પોર્ટસ,ટાટા કેમિકલ્સ જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં લાર્સેન,હિન્દુસ્તાન યુનીલીવર,કોટક મહિન્દ્રા બેન્ક,ઇપ્કા લેબ,સિપ્લા,ઓરબિંદો ફાર્મા,ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ જેવા શેરોમાં ઘટાળો થયો છે.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૩૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૫૦ અને વધનારની સંખ્યા ૨૫૦૮ રહી હતી, ૧૭૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૪૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૦૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    બજારની ભાવિ દિશા….મિત્રો, વૈશ્વિક મોરચે ઈઝરાયેલ-લેબનોન વચ્ચે યુદ્વ વિરામ બાદ હિઝબુલ્લાહ યુદ્વ વિરામનો ભંગ કરી રહ્યાના અને ફરી યુદ્વની શકયતાના સંકેત સાથે યુક્રેન પર રશીયાના મહા મિસાઈલ હુમલાના પરિણામે જીઓપોલિટીકલ ટેન્શન વધવાનું જોખમ ઊભું થયું છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાનું સુકાન સંભાળે એ પૂર્વે થઈ રહેલા આ વૈશ્વિક ડેવલપમેન્ટ કેવો વળાંક લેશે એ કળવું હાલ મુશ્કેલ હોવાથી સાવચેત તેજીના મોટા વેપારમાં સાવચેત રહેવું આવશ્યક છે.ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) દ્વારા ભારતીય શેર બજારોમાં વેચવાલમાંથી ખરીદદાર બન્યા સાથે ફયુચર્સ એન્ડ ઓપ્શન્સમાં નિફટી બેઝડ મચાવેલા તોફાન બાદ સપ્તાહના અંતે શેરોમાં સાર્વત્રિક તેજીના મંડાણ થતાં જોવાયા છે. અલબત એફપીઆઈઝ સપ્તાહના અંતે કેશ સેગ્મેન્ટમાં ફરી વેચવાલ બન્યા સામે લોકલ ફંડો, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ખરીદી કરીને સ્મોલ, મિડ કેપ શેરોમાં નવા પ્રાણ પૂર્યા છે. પરંતુ અત્યારે બજાર પૂર્ણપણે ફરી તેજીની પટરી પર આવી ગયું હોવાનો વિશ્વાસ મૂકવો વહેલો ગણાશે. જીડીપી વૃદ્વિના આંક બે વર્ષના તળીયે આવતાં અને હજુ જીઓપોલિટીકલ ટેન્શન પૂર્ણપણે હળવું નહીં થયું હોવાથી નિફટી બેઝડ વંટોળ હજુ ડિસેમ્બરના પ્રથમ પખવાડિયા સુધી ચાલુ રહેવાની સંભાવનાને જોતાં બજાર હજુ વોલેટાઈલ રહેવાની શકયતા છે. સપ્તાહના અંતે જોવાયેલી તેજીને અત્યારે તો પુલબેક રેલી જ ગણી શકાય. અત્યારે પુલ બેક રેલી સાથે શેરોમાં ડિફેન્સિવ રહી સિલેક્ટિવ રહેવું. નવેમ્બરમાં કડાકા બાદ હવે ડિસેમ્બરનો આરંભ થઈ રહ્યો છે, ત્યારે આગામી દિવસોમાં નિફટી અને સેન્સેક્સમાં અફડા – તફડી જોવાઈ શકે છે.

    તા.૦૩.૧૨.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૦૨.૧૨.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૪૨૮ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૩૦૩ પોઈન્ટના પ્રથમ અને ૨૪૧૮૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૪૭૪ પોઈન્ટ થી ૨૪૫૩૦ પોઈન્ટ,૨૪૬૦૬ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૧૮૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
    • તા.૦૨.૧૨.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૨૩૯૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૨૦૦૮ પોઈન્ટ પ્રથમ અને ૫૧૮૮૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૨૪૭૪ પોઈન્ટ થી ૫૨૫૭૦ પોઈન્ટ,૫૨૬૦૬ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૧૮૮૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!! 

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૨૯૨૦) :- ગોદરેજ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૮૭૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૮૩૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૯૬૩ થી રૂ.૨૯૭૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૯૯૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૩૧૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૨૮૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૨૭૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૩૩૩ થી રૂ.૧૩૪૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • ટાટા કેમિકલ્સ ( ૧૧૪૦ ):- રૂ.૧૧૧૭ નો પ્રથમ તેમજ રૂ.૧૧૦૩ બીજા સપોર્ટથી કોમોડીટી કેમિકલ્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૫૭ થી રૂ.૧૧૬૫ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • ટાટા મોટર્સ  ( ૭૯૩ ) :- સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૮૦૩ થી રૂ.૮૧૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૭૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • એચડીએફસી લાઈફ ( ૬૪૪ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૨૬ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક લાઈફ ઇન્સ્યુરન્સ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૬૩ થી રૂ.૬૭૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
    • એચડીએફસી બેન્ક ( ૧૮૧૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૪૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૭૯૭ થી રૂ.૧૭૮૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • સન ફાર્મા ( ૧૮૧૩ ):- રૂ.૧૮૩૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૮૪૪ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૭૯૭ થી રૂ.૧૭૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૮૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • ટેક મહિન્દ્રા ( ૧૭૪૯ ) :- કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૭૭૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૭૩૭ થી રૂ.૧૭૨૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
    • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૩૦૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૮૮ થી રૂ.૧૨૭૩ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • એસબીઆઈ કાર્ડ્સ ( ૭૦૩ ) :- રૂ.૭૨૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૭૩૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૬૮૮ થી રૂ.૬૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૩૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

    Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!

    October 14, 2025
    રાષ્ટ્રીય

    હવે UPI માં પિન દાખલ કરવાની ઝંઝટમાંથી મળી મુક્તિ

    October 14, 2025
    વ્યાપાર

    યુએસ ટેરિફ બાદ ટેક્સટાઈલ નિકાસ માટે યુરોપીયન માર્કેટમાં નવી તકો…!!

    October 14, 2025
    વ્યાપાર

    સપ્ટેમ્બર ક્વાર્ટરમાં IREDAના નફામાં ૪૧%નો ઉછાળો…!!

    October 14, 2025
    વ્યાપાર

    નેટ ડાયરેક્ટ ટેક્સ વસુલાત ૬% વધી રૂ.૧૧.૮૯ લાખ કરોડ પર પહોંચી…!!

    October 14, 2025
    વ્યાપાર

    બિટકોઈનમાં કડાકા બાદ રિકવરી : ફેડના વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાએ ક્રિપ્ટોમાં લેવાલી…!!

    October 14, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    કામના-મમતા અને તાદાત્મયના લીધે શરીર સાથે એકતા પ્રતિત થાય છે

    October 14, 2025

    બાબા ઈશ્વર શાહના અનંત અમૃત વર્ષગાંઠ સાથે, કરુણાનો પ્રકાશ ભક્તોના હૃદયમાં ઉતર્યો

    October 14, 2025

    ક્રોધ એ જુસ્સાનું એક ભયંકર સ્વરૂપ છે,જ્યારે વાસનામાં હોય છે,ત્યારે તે વ્યક્તિને સૌથી ઘૃણાસ્પદ ગુનાઓ કરવા માટે પ્રેરે છે

    October 14, 2025

    India-UK નવી આર્થિક ભાગીદારીની વાર્તા-PM કીર સ્ટાર્મરની ઐતિહાસિક સફળ ભારત મુલાકાત

    October 14, 2025

    તંત્રી લેખ…ભારતે તમામ મોરચે સતર્ક રહેવું જોઈએ

    October 14, 2025

    15 ઓક્ટોબર નું પંચાંગ

    October 14, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    કામના-મમતા અને તાદાત્મયના લીધે શરીર સાથે એકતા પ્રતિત થાય છે

    October 14, 2025

    બાબા ઈશ્વર શાહના અનંત અમૃત વર્ષગાંઠ સાથે, કરુણાનો પ્રકાશ ભક્તોના હૃદયમાં ઉતર્યો

    October 14, 2025

    ક્રોધ એ જુસ્સાનું એક ભયંકર સ્વરૂપ છે,જ્યારે વાસનામાં હોય છે,ત્યારે તે વ્યક્તિને સૌથી ઘૃણાસ્પદ ગુનાઓ કરવા માટે પ્રેરે છે

    October 14, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.