રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૩.૧૨.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૨૪૮ સામે ૮૦૫૨૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૨૪૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૭૦૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૯૭ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૮૪૫ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૪૨૮ સામે ૨૪૪૫૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૩૯૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૮ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૫૪૭ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક શેરબજારોના સથવારે આજે ભારતીય શેરબજારમાં સુધારાનો માહોલ જોવા મળ્યો છે.પીએસયુ અને મેટલ શેર્સમાં આકર્ષક લેવાલી નોંધાઈ છે.પરિણામે સેન્સેક્સ ૬૦૦ થી વધુ પોઈન્ટ ઉછળ્યો છે.જ્યારે નિફ્ટી ૧૫૦ પોઈન્ટ ઉછળી હતી.સ્મોલકેપ ઈન્ડેક્સ પણ ૪૫૦પોઈન્ટથી વધુ અને મીડકેપ ઈન્ડેક્સ ૩૦૦ પોઈન્ટ ઉછળ્યો છે. એફએમસીજી અને રિયાલ્ટી સિવાય તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે.માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. નિફ્ટી બેન્ક,પીએસયુ બેન્ક,મેટલ ઈન્ડેકસ ૧% થી વધુ ઉછળ્યો છે.છેલ્લા એક સપ્તાહમાં રિયાલ્ટી ઈન્ડેક્સ ૩% સુધી ઉછળ્યો છે.
સેન્સેક્સ ૫૯૭ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૮૪૫ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૧૮ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૫૪૭ પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૪૭૩ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૮૬૮ પોઈન્ટના સ્તરે બંધ થયો.સેન્સેક્સ, નિફટીમાં આજે ઉછાળો આવ્યા સાથે ફંડો, રિટેલ ઈન્વેસ્ટરો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક ખરીદી કરતાં માર્કેટબ્રેડથ વધુ પોઝિટીવ બની હતી.
ઊંચી કિંમતોને કારણે માગ પર આવેલા દબાણની અસર નવેમ્બરમાં દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ પર જોવા મળી હતી. ઉત્પાદન ક્ષેત્રમાં વૃદ્ધિ સાધારણ મંદ રહી હતી પરંતુ ઉત્પાદકોનો આશાવાદ જળવાઈ રહ્યો હતો.એસએન્ડપી ગ્લોબલ દ્વારા તૈયાર કરાયેલા ભારત માટેના ઉત્પાદન ક્ષેત્રના એચએસબીસી પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) જે ઓકટોબરમાં ૫૭.૫૦ હતો તે નવેમ્બરમાં સાધારણ ઘટી ૫૬.૫૦ રહ્યો છે. જો કે ૫૦થી ઉપરના ઈન્ડેકસને જે તે ક્ષેત્રનું વિસ્તરણ ગણવામાં આવે છે.વર્તમાન નાણાં વર્ષના બીજા ત્રિમાસિકમાં દેશનો આર્થિક વિકાસ દર અપેક્ષા કરતા ઘણો નીચો રહી ૫.૪૦% આવ્યો છે.નવેમ્બરમાં નવા ઓર્ડર્સનો સબ-ઈન્ડેકસ વર્તમાન વર્ષની બીજી નીચી સપાટીએ રહ્યો છે. સ્પર્ધા તથા ફુગાવાજન્ય દબાણોને કારણે વિસ્તરણ દર ઘટીને ૧૧ માસના તળિયે ઉતરી આવ્યો છે.ઓકટોબરમાં ભારતનો રિટેલ ફુગાવો ૬.૨૧% સાથે ૧૪ મહિનાની ઊંચી સપાટીએ રહ્યો હતો.
આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ટીસીએસ,લાર્સેન,ટોરેન્ટ ફાર્મા,એચડીએફસી એએમસી,ટીવીએસ,એસીસી,લ્યુપીન, ગ્રાસીમ,ઈન્ફોસીસ,એચસીએલ ટેકનોલોજી,ટાટા કોમ્યુનિકેશન,હવેલ્લ્સ,ટેક મહિન્દ્રા,એસબીઆઈ લાઈફ,ઓરબિંદો ફાર્મા,રામકો સિમેન્ટ્સ,જીન્દાલ સ્ટીલ,એક્સીસ બેન્ક,ગ્લેનમાર્ક ફાર્મા,સિપ્લા,રિલાયન્સ,અદાણી પોર્ટસ,ટાટા મોટર્સ, જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ઈન્ડીગો,ઓબેરોઈ રીયાલીટી,સન ફાર્મા,કોટક મહિન્દ્રા બેન્ક,બાટા ઇન્ડિયા જેવા શેરોમાં ઘટાળો થયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૬૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૨૦ અને વધનારની સંખ્યા ૨૭૩૯ રહી હતી, ૧૦૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૭૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૫૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….મિત્રો, શેરબજારમાં કરેક્શનનો માહોલ પૂર્ણ થયો છે. માર્કેટ બાઉન્સ બેક થયું છે. હાલ તમામ નકારાત્મક પરિબળોની અસર સમાપ્ત થઈ હોવાથી માર્કેટમાં હવે સુધારાનો માહોલ જળવાઈ રહેશે.ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) દ્વારા ભારતીય શેર બજારોમાં વેચવાલમાંથી ખરીદદાર બન્યા સાથે ફયુચર્સ એન્ડ ઓપ્શન્સમાં નિફટી બેઝડ મચાવેલા તોફાન બાદ સપ્તાહના અંતે શેરોમાં સાર્વત્રિક તેજીના મંડાણ થતાં જોવાયા છે. અલબત એફપીઆઈઝ સપ્તાહના અંતે કેશ સેગ્મેન્ટમાં ફરી વેચવાલ બન્યા સામે લોકલ ફંડો, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ખરીદી કરીને સ્મોલ, મિડ કેપ શેરોમાં નવા પ્રાણ પૂર્યા છે. પરંતુ અત્યારે બજાર પૂર્ણપણે ફરી તેજીની પટરી પર આવી ગયું હોવાનો વિશ્વાસ મૂકવો વહેલો ગણાશે. જીડીપી વૃદ્વિના આંક બે વર્ષના તળીયે આવતાં અને હજુ જીઓપોલિટીકલ ટેન્શન પૂર્ણપણે હળવું નહીં થયું હોવાથી નિફટી બેઝડ વંટોળ હજુ ડિસેમ્બરના પ્રથમ પખવાડિયા સુધી ચાલુ રહેવાની સંભાવનાને જોતાં બજાર હજુ વોલેટાઈલ રહેવાની શકયતા છે. સપ્તાહના અંતે જોવાયેલી તેજીને અત્યારે તો પુલબેક રેલી જ ગણી શકાય. વૈશ્વિક મોરચે ઈઝરાયેલ-લેબનોન વચ્ચે યુદ્વ વિરામ બાદ હિઝબુલ્લાહ યુદ્વ વિરામનો ભંગ કરી રહ્યાના અને ફરી યુદ્વની શકયતાના સંકેત સાથે યુક્રેન પર રશીયાના મહા મિસાઈલ હુમલાના પરિણામે જીઓપોલિટીકલ ટેન્શન વધવાનું જોખમ ઊભું થયું છે.અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાનું સુકાન સંભાળે એ પૂર્વે થઈ રહેલા આ વૈશ્વિક ડેવલપમેન્ટ કેવો વળાંક લેશે એ કળવું હાલ મુશ્કેલ હોવાથી સાવચેત તેજીના મોટા વેપારમાં સાવચેત રહેવું આવશ્યક છે.અત્યારે પુલ બેક રેલી સાથે શેરોમાં ડિફેન્સિવ રહી સિલેક્ટિવ રહેવું. નવેમ્બરમાં કડાકા બાદ હવે ડિસેમ્બરનો આરંભ થઈ રહ્યો છે, ત્યારે આગામી દિવસોમાં નિફટી અને સેન્સેક્સમાં અફડા – તફડી જોવાઈ શકે છે.
તા.૦૪.૧૨.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૦૩.૧૨.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૫૪૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૩૭૩ પોઈન્ટના પ્રથમ અને ૨૪૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૫૮૦ પોઈન્ટ થી ૨૪૬૦૬ પોઈન્ટ,૨૪૬૭૬ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
- તા.૦૩.૧૨.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૨૮૬૮ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૨૫૭૦ પોઈન્ટ પ્રથમ અને ૫૨૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૨૯૭૯ પોઈન્ટ થી ૫૩૦૮૮ પોઈન્ટ,૫૩૧૮૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૨૪૭૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…
- મુથૂટ ફાઈનાન્સ ( ૧૯૪૨ ) :- મુથૂટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૧૯ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૯૦૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૬૩ થી રૂ.૧૯૭૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૯૮૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- એચડીએફસી બેન્ક ( ૧૮૩૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૮૦૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૭૯૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૮૪૮ થી રૂ.૧૮૫૫ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
- ટાટા કોમ્યુનિકેશન ( ૧૮૧૨ ):- રૂ.૧૭૯૦ નો પ્રથમ તેમજ રૂ.૧૭૭૩ બીજા સપોર્ટથી ટેલિકોમ – સેલ્યુલર અને ફિક્સ લાઇન સેવાઓ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૮૩૪ થી રૂ.૧૮૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
- હવેલ્લ્સ ઇન્ડિયા ( ૧૭૬૦ ) :- કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૭૮ થી રૂ.૧૭૯૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૭૩૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૩૨૮ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૩૦૩ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક રિફાયનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૩૪૪ થી રૂ.૧૩૫૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- ઈન્ફોસીસ લીમીટેડ ( ૧૮૯૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૧૯ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૮૮૦ થી રૂ.૧૮૬૩ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૩૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
- એચસીએલ ટેકનોલોજી ( ૧૮૯૧ ):- રૂ.૧૯૦૯ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૯૨૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૮૭૪ થી રૂ.૧૮૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૯૩૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- કોટક મહિન્દ્રા બેન્ક ( ૧૭૫૮ ) :- પ્રાઈવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૭૮૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૭૩૭ થી રૂ.૧૭૧૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
- ટેક મહિન્દ્રા ( ૧૭૫૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૭૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૭૩૩ થી રૂ.૧૭૧૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ભારતી ઐરટેલ ( ૧૬૦૪ ) :- રૂ.૧૬૩૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૬૪૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૫૮૮ થી રૂ.૧૫૭૫ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.