રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૨.૧૨.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૫૨૬ સામે ૮૧૪૭૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૨૧૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૪૬૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૩૬ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૨૮૯ પોઈન્ટ બંધ થયેલ...!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૭૩૪ સામે ૨૪૭૨૧ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૬૨૮ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….સરેરાશ ૧૬૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૬ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૬૪૮ પોઈન્ટ બંધ થયેલ...!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ગુરુવારે શેરબજાર ભારે વોલેટાઈલ રહ્યા બાદ સેન્સેકસ મંદીમાં બંધ થયો હતો. શેરોમાં સેન્સેક્સ, નિફટી બેઝડ ફંડોએ આજે સતત ત્રીજા દિવસે બે-તરફી વધઘટના અંતે સાવચેતી સાથે એકંદર સ્થિરતા બતાવી હતી. સેન્સેક્સ ૨૩૬ પોઈન્ટના ઘટાળા સાથે ૮૧૨૮૯ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૮૬ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૬૪૮ પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૨૦ પોઈન્ટના ઉછાળા સાથે ૫૩૪૩૭ પોઈન્ટના સ્તરે બંધ થયો. ફંડોએ આજે પસંદગીના ફાઈનાન્સ, એફએમસીજી, આઈટી શેરોમાં ખરીદી કર્યા સામે બેંકિંગ, મેટલ, કેપિટલ ગુડઝ શેરોમાં વેચવાલી કરી હતી. ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં ફંડોનું આજે ઘટાડે પસંદગીની વેલ્યુબાઈંગ રહ્યું હતું. આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડો, મહારથીઓએ સિલેક્ટિવ વેચવાલી ચાલુ રાખી હતી.
વર્ષ ૨૦૨૪ના અંતના ડિસેમ્બર મહિનામાં એક તરફ હોલી-ડે મૂડની તૈયારી અને બીજી તરફ મ્યુચ્યુઅલ ફંડોમાં નવેમ્બર મહિનામાં રોકાણકારો નાણા પાછા ખેંચવા લાગતાં રોકાણમાં આવેલી ઓટની અસર પર બજારોમાં વર્તાવા લાગી છે. મ્યુચ્યુઅલ ફંડોમાં રિડમ્પશનના દબાણને લઈ ફંડોના પરફોર્મન્સ પર પણ અસર દેખાવા લાગતાં લોકલ ફંડોની શેરોમાં વેચવાલી વધતી જોવાઈ છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં ખરીદી સામે લોકલ ફંડો વેચવાલ બનતા જોવાઈ રહ્યા છે. વૈશ્વિક મોરચે અમેરિકા દ્વારા ફરી રશીયા પર નવા ઓઈલ પ્રતિબંધો લાદવાની વિચારણાના અહેવાલે ક્રુડ ઓઈલના ભાવમાં ચમકારા વચ્ચે ફોરેન ફંડો શેરોમાં ફરી વેચવાલ બન્યા હતા.ચાઈના દ્વારા તેના ચલણ યુઆનને નબળો પડવા દેવાની તૈયારીમાં હોવાના અહેવાલ વચ્ચે અમેરિકી ડોલર ફરી મજબૂત બનતાં શેરોમાં નવી મોટી ખરીદી અટકી હતી.
આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ઈન્ડીગો,ટીસીએસ,મુથૂટ ફાઈનાન્સ,અદાણી એન્ટર.,ઈન્ફોસીસ,એચસીએલ,ટેક મહિન્દ્રા,હવેલ્લ્સ,ભારતી,ગ્લેનમાર્ક ફાર્મા,અદાણી પોર્ટસ,એક્સીસ બેન્ક,જીન્દાલ સ્ટીલ,અપોલો ટાયર જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં એચડીએફસી એએમસી,હિન્દુસ્તાન યુનીલીવર,લાર્સેન,ટોરેન્ટ ફાર્મા,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ગ્રાસીમ,ટીવીએસ,એસીસી,ઓબેરોઈ રીયાલીટી,એચડીએફસી બેન્ક,સન ફાર્મા,વોલ્ટાસ,કોટક મહિન્દ્રા બેન્ક,સિપ્લા,બાટા ઇન્ડિયા જેવા શેરોમાં ઘટાળો થયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૦૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૧૭ અને વધનારની સંખ્યા ૧૪૮૧ રહી હતી, ૧૦૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૬૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૪૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….મિત્રો, અમેરિકાના આકરાં વલણથી એડવાન્ટેજ ભારત બનવાની અને ઉદ્યોગોમાં નવું વિદેશી રોકાણ ઠલવાશે એવી અપેક્ષાએ વૃદ્વિને વેગ મળતો જોવાઈ શકે છે.રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ રેપો રેટ અપેક્ષા મુજબ જાળવી રાખ્યા છતાં લિક્વિડિટી વધારવા પગલાં લીધા છે. આગામી દિવસોમાં શેરોમાં તેજીનો દોર આગળ વધવાની પૂરી શકયતા છે.ભારતીય શેર બજારોમા ફરી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરરો (એફપીઆઈઝ) શેરોમાં નેટ ખરીદદાર બનવા લાગતાં ફુલગુલાબી તેજી દેખાવા લાગી છે. વિદેશી ફંડોની અગાઉ સતત વેચવાલી અને ઘણા શેરોમાં ઓવરવેલ્યુએશનના કારણે તેજીની અતિની ગતિને બ્રેક લાગી હતી.હવે શેરોમાં મોટું કરેકશન આવી ગયા બાદ ઘણા શેરોમાં વાસ્તવિક વેલ્યુએશન દેખાવા લાગ્યું છે.
વૈશ્વિક મોરચે જીઓપોલિટીકલ ટેન્શન, યુદ્વના વાદળો વિખેરાવા લાગ્યા બાદ હજુ ઈઝરાયેલ અને રશિયાના છમકલા છતાં અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર સુકાન સંભાળતા પૂર્વે યુદ્વની સ્થિતિ વધુ હળવી થવાની અને વિશ્વનું ફોક્સ આર્થિક વિકાસ પર આવી જવાની અપેક્ષાએ તેજીનો સળવળાટ વધ્યો છે. જેમાં પણ ચાઈના માટે અમેરિકાના આકરાં વલણથી એડવાન્ટેજ ભારત બનવાની અને ઉદ્યોગોમાં નવું વિદેશી રોકાણ ઠલવાશે એવી અપેક્ષાએ વૃદ્વિને વેગ મળતો જોવાઈ શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ રેપો રેટ અપેક્ષા મુજબ જાળવી રાખ્યા છતાં લિક્વિડિટી વધારવા પગલાં લીધા છે. આગામી દિવસોમાં શેરોમાં તેજીનો દોર આગળ વધવાની પૂરી શકયતા છે.
તા.૧૩.૧૨.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૧૨.૧૨.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૬૪૮ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૨૪૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૬૭૬ પોઈન્ટ થી ૨૪૭૭૦ પોઈન્ટ,૨૪૮૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
- તા.૧૨.૧૨.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૩૪૩૭ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૩૨૭૦ પોઈન્ટ પ્રથમ અને ૫૩૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૩૫૦૫ પોઈન્ટ થી ૫૩૫૭૦ પોઈન્ટ,૫૩૭૦૭ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૩૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…
- એચડીએફસી બેન્ક ( ૧૮૬૫ ) :- એચડીએફસી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૩૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૮૧૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૭૮ થી રૂ.૧૮૮૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૯૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- હવેલ્લ્સ ઇન્ડિયા ( ૧૭૬૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૭૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૭૨૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૭૭૮ થી રૂ.૧૭૯૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
- ઇપ્કા લેબ ( ૧૫૫૯ ):- રૂ.૧૫૨૩ નો પ્રથમ તેમજ રૂ.૧૫૦૮ બીજા સપોર્ટથી ફાર્માસ્યુટિકલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૫૭૪ થી રૂ.૧૫૮૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
- સિપ્લા લીમીટેડ ( ૧૪૫૧ ) :- ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૭૩ થી રૂ.૧૪૮૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૪૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- મહાનગર ગેસ ( ૧૨૮૩ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૨૬૦ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક એલપીજી /સીએનજી/પીએનજી સપ્લાયર્સ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૨૯૭ થી રૂ.૧૩૦૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- એસીસી લીમીટેડ ( ૨૨૩૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ એન્ડ સિમેન્ટ પ્રોડક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૨૭૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૨૦૭ થી રૂ.૨૧૯૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૨૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
- ઈન્ફોસીસ લીમીટેડ ( ૧૯૯૦ ):- રૂ.૨૦૧૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૨૦૩૩ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૯૭૩ થી રૂ.૧૯૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૦૪૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- સન ફાર્મા ( ૧૮૧૦ ) :- ફાર્માસ્યુટિકલ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૮૪૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૭૯૭ થી રૂ.૧૭૮૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
- કોટક મહિન્દ્રા બેન્ક ( ૧૭૭૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૭૬૦ થી રૂ.૧૭૪૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- એક્સીસ બેન્ક ( ૧૧૪૯ ) :- રૂ.૧૧૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૮૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૧૩૦ થી રૂ.૧૧૧૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૯૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.