Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    બીજી સિઝન ખૂબ જ મર્યાદિત એપિસોડવાળી હશેઃEkta Kapoor

    July 12, 2025

    Aditya Roy Kapur જ્યોર્જિના ડી સિલ્વા સાથે રિલેશનશિપમાં

    July 12, 2025

    Ajay Devgn ની ફિલ્મ ‘સન ઓફ સરદાર ૨’નું ધમાકેદાર ટ્રેલર આઉટ

    July 12, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • બીજી સિઝન ખૂબ જ મર્યાદિત એપિસોડવાળી હશેઃEkta Kapoor
    • Aditya Roy Kapur જ્યોર્જિના ડી સિલ્વા સાથે રિલેશનશિપમાં
    • Ajay Devgn ની ફિલ્મ ‘સન ઓફ સરદાર ૨’નું ધમાકેદાર ટ્રેલર આઉટ
    • Ajay’s ‘Aakrosh’ હોલીવુડની ઓસ્કાર વિજેતા ફિલ્મની બેઠી નકલ હતી
    • દિલજીત બાદ Varun Dhawan ‘બોર્ડર ૨’ના સેટથી શેર કર્યો નવો વીડિયો
    • Dholka માં ચોમાસામાં શાકભાજીના ભાવમાં ઘટાડો થવાને બદલે તોતિંગ વધારો
    • Ahmedabad plane crash: ૮ મેડિકલ વિદ્યાર્થી પરીક્ષા ન આપી શક્યા
    • Tennis player રાધિકા યાદવની હત્યા પૂર્વઆયોજિત ષડયંત્ર હતું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty Futures ૨૪૩૦૩ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!
    વ્યાપાર

    Nifty Futures ૨૪૩૦૩ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

    Vikram RavalBy Vikram RavalDecember 17, 2024No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૭.૧૨.૨૦૨૪ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૭૪૮ સામે ૮૧૫૧૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૬૧૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૧૦૦૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૬૪ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૬૮૪ પોઈન્ટ બંધ થયેલ...!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૭૩૮ સામે ૨૪૬૬૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૩૮૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….સરેરાશ ૩૧૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૨૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૪૧૭ પોઈન્ટ બંધ થયેલ...!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    મંગળવારે શેરબજારમાં વેચવાલીના માહોલ વચ્ચે સપ્તાહના બીજા દિવસે પણ નેગેટિવ રહી છે. ક્રિસમસ હોલીડેની તૈયારી વચ્ચે વૈશ્વિક પરિબળો નેગેટીવ રહેતાં ફંડોએ આજે સેન્સેક્સ, નિફટી બેઝડ તેજીનો વેપાર હળવો કર્યો હતો. શેરબજારમાં છેલ્લા કેટલાંક દિવસોથી કડાકો જોવા મળી રહ્યો છે. આજે પણ સેન્સેક્સ અને નિફ્ટીમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ સ્મોલ કેપ અને મિડકેપ ઈન્ડેક્સના મોટા ભાગના શેરમાં વધારો થઈ રહ્યો છે. આ ઘટાડો હેવીવેઇટ શેરોમાં દબાણને કારણે વધારે છે, જે રોકાણકારો માટે સૌથી મોટો ડર બન્યો છે. આજે સેન્સેક્સમાં ૧૨૦૦ પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે નિફ્ટીમાં ૪૦૦ પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે બેન્ક નિફ્ટીમાં ૮૦૦ પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો.

    સેન્સેક્સ ૧૦૬૪ પોઈન્ટના ઘટાળા સાથે ૮૦૬૮૪ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૩૨૦ પોઈન્ટના ઘટાળા સાથે ૨૪૪૧૭ પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૬૮૧ પોઈન્ટના ઘટાળા સાથે ૫૩૦૧૫ પોઈન્ટના સ્તરે બંધ થયો.આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, મેટલ-માઈનીંગ, એફએમસીજી,રિયાલ્ટી, કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ શેરોમાં સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ સાથે ઈન્ડેક્સ બેઝડ બજાર નેગેટીવ ઝોનમાં રહ્યું હતું. 

    ચાઈનાના કન્ઝયુમર આંકડા નબળી વૃદ્વિની આવતાં અને આ સપ્તાહના અંત સુધીમાં ફેડરલ રિઝર્વ બેન્ક તરફથી વ્યાજ દર અને ફુગાવા અંગે નિર્ણય લેવામાં આવશે. જેના કારણે શેરબજાર તેની રાહ જોઈ રહ્યું છે અને અત્યારે મોટું રોકાણ આવી રહ્યું નથી. બીજી તરફ વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી નાણાં ઉપાડી રહ્યા છે. આ સિવાય ભારતમાં વી આઈએક્ષમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.આ તમામ કારણોને લીધે શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

     આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ટોરેન્ટ ફાર્મા,ગોદરેજ પ્રોપટી,ઓબેરોઈ રિયલ્ટી,સિપ્લા,વિપ્રો જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં એચડીએફસી એએમસી,ઈન્ડીગો,લાર્સેન,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ગ્રાસીમ,ટીવીએસ મોટર્સ,એસીસી,એચડીએફસી બેન્ક,સન ફાર્મા,મુથૂટ ફાઈનાન્સ,વોલ્ટાસ,ટેક મહિન્દ્રા,બાટા ઇન્ડિયા,રિલાયન્સ,મહાનગર ગેસ,ટાટા કેમિકલ્સ,જીન્દાલ સ્ટીલ,ડીએલએફ,ટાટા મોટર્સ,સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા જેવા શેરોમાં ઘટાળો થયો છે.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૦૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૪૪૨ અને વધનારની સંખ્યા ૧૫૭૬ રહી હતી, ૮૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૧૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૧૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    બજારની ભાવિ દિશા….મિત્રો, ચીનનો વપરાશ નવેમ્બરમાં અપેક્ષા કરતાં વધુ ધીમો પડ્યો છે. ગયા મહિને છૂટક વેચાણ માત્ર ૩% વધ્યું હતું, ઔદ્યોગિક ઉત્પાદન અપેક્ષા મુજબ ઘણું હતું, જ્યારે ઘરની કિંમતો હજુ પણ ઘટી રહી હતી,જોકે ધીમી ગતિએ.ટોચના ઉપભોક્તા ચીનનું છૂટક વેચાણ નવેમ્બરમાં અપેક્ષા કરતાં નબળું હતું સાથે સાથે બીજા ટ્રમ્પ વહીવટ હેઠળ વધુ યુએસ ટ્રેડ ટેરિફ માટે કૌંસ ધરાવે છે.યુક્રેન પર રશીયાએ  મિસાઈલ હુમલા કરતાં જીઓપોલિટીકલ ટેન્શન વધવાના અંદાજે અને ચાઈનાની સીઈડબલ્યુસી દ્વારા સ્ટીમ્યુલસ મામલે ખાસ કોઈ આશ્ચર્ય નહીં આપતાં ચાઈનાના બજારોમાં કડાકા પાછળ સેન્સેક્સ, નિફટી બેઝડ વેચવાલી જોવા મળી હતી.યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજ દરના નિર્ણય,જીઓપોલિટીકલ ટેન્શને અને ચાઈનાના આર્થિક પડકારોની ફરી પાછલા અઠવાડિયે વૈશ્વિક બજારોમાં નેગેટીવ અસર વર્તાઈ હતી. ચીન અને યુરોપના આર્થિક ડેટા અને બોન્ડની વધતી જતી ઉપજને કારણે ઈક્વિટી વેલ્યુએશનને પડકાર્યા બાદ વૈશ્વિક શેરો નીચા ગયા હતા.

    હેવીવેઇટ શેરમાં ઘટાડાનું મુખ્ય કારણ ત્રિમાસિક પરિણામો છે. જોકે, ટૂંક સમયમાં આ ઘટાડા પર બ્રેક લાગી શકે છે. તેમજ, સારા વૈશ્વિક સંકેતો અને ફેડરલ રિઝર્વના નિર્ણય પછી, ભારતીય શેરબજાર પણ વધી શકે છે. અત્યારે રોકાણકારોએ ધીરજ રાખવાની જરૂર છે. હવે વૈશ્વિક મોરચે કોઈ મોટું જીઓપોલિટીકલ ટેન્શનનું પરિબળ કે અન્ય રાજકીય ઉથલપાથલ નહીં સર્જાવાની સ્થિતિમાં ડિસેમ્બર મહિનામાં એનએવીની ગેમ શરૂ થવાની સાથે ક્રિસમસ વેકેશન પૂર્વે શેરોમાં તેજી વધુ બળવતર બની શકે છે. જે પરિબળો વચ્ચે આગામી દિવસોમાં નિફટી ફ્યુચર અને સેન્સેક્સમાં ઉતાર – ચઢાવ જોવાઈ શકે છે.

    તા.૧૮.૧૨.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૧૭.૧૨.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૪૧૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૩૦૩ પોઈન્ટના પ્રથમ અને ૨૪૨૩૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૪૭૪ પોઈન્ટ થી ૨૪૫૦૫ પોઈન્ટ,૨૪૫૭૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
    • તા.૧૭.૧૨.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૩૦૧૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૨૮૦૮ પોઈન્ટ પ્રથમ અને ૫૨૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૩૦૮૮ પોઈન્ટ થી ૫૩૧૮૮ પોઈન્ટ,૫૩૩૦૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૨૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • લ્યુપીન લીમીટેડ ( ૨૦૫૩ ) :- લ્યુપીન ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૦૨૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૦૦૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૦૭૪ થી રૂ.૨૦૮૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૦૮૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • કોટક મહિન્દ્રા બેન્ક ( ૧૭૯૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૭૭૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૭૬૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૮૦૮ થી રૂ.૧૮૧૪ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • સિપ્લા લીમીટેડ ( ૧૪૫૫ ):- રૂ.૧૪૨૪ નો પ્રથમ તેમજ રૂ.૧૪૦૮ બીજા સપોર્ટથી ફાર્માસ્યુટિકલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૭૩ થી રૂ.૧૪૮૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • એક્સીસ બેન્ક ( ૧૧૩૮ ) :- પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૫૩ થી રૂ.૧૧૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૧૧૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ( ૧૦૯૪ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૦૭૩ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પેર્સનલ કેર સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૧૦૩ થી રૂ.૧૧૧૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
    • ઈન્ફોસીસ લીમીટેડ ( ૧૯૮૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૦૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૯૬૬ થી રૂ.૧૯૫૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૦૨૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • ટાટા કોમ્યુનિકેશન ( ૧૮૦૯ ):- રૂ.૧૮૩૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૮૪૪ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૭૯૪ થી રૂ.૧૭૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૮૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • ભારતી ઐરટેલ ( ૧૬૧૯ ) :- ટેલિકોમ – સેલ્યુલર અને ફિક્સ્ડ લાઇન સેવાઓ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૬૪૪ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૬૦૩ થી રૂ.૧૫૮૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
    • અદાણી પોર્ટસ ( ૧૨૩૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પોર્ટ એન્ડ પોર્ટ સેર્વીસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૭૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૧૪ થી રૂ.૧૨૦૩ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • રામકો સિમેન્ટ્સ ( ૧૦૩૯ ) :- રૂ.૧૦૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૮૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૦૨૩ થી રૂ.૧૦૧૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૯૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

    Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Dholka માં ચોમાસામાં શાકભાજીના ભાવમાં ઘટાડો થવાને બદલે તોતિંગ વધારો

    July 12, 2025
    વ્યાપાર

    Indian Stock Marketમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્‌…!!!

    July 12, 2025
    વ્યાપાર

    અંદાજીત ૧૦ જેટલા સ્ટાર્ટઅપ્સ IPO થકી રૂ.૧૮,૦૦૦ કરોડનું ભંડોળ એકત્ર કરશે..!!

    July 12, 2025
    મુખ્ય સમાચાર

    Gold ના વૈશ્વિક ૨૩ ટ્રિલિયન ડોલરના બજારમાં ભારતનો ૧૫% હિસ્સો…!!

    July 12, 2025
    વ્યાપાર

    Adani આરોગ્ય સંભાળ માટે વિશ્વસ્તરીય AI-ઇકોસિસ્ટમ બનાવશે

    July 11, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૨૦૨ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    બીજી સિઝન ખૂબ જ મર્યાદિત એપિસોડવાળી હશેઃEkta Kapoor

    July 12, 2025

    Aditya Roy Kapur જ્યોર્જિના ડી સિલ્વા સાથે રિલેશનશિપમાં

    July 12, 2025

    Ajay Devgn ની ફિલ્મ ‘સન ઓફ સરદાર ૨’નું ધમાકેદાર ટ્રેલર આઉટ

    July 12, 2025

    Ajay’s ‘Aakrosh’ હોલીવુડની ઓસ્કાર વિજેતા ફિલ્મની બેઠી નકલ હતી

    July 12, 2025

    દિલજીત બાદ Varun Dhawan ‘બોર્ડર ૨’ના સેટથી શેર કર્યો નવો વીડિયો

    July 12, 2025

    Dholka માં ચોમાસામાં શાકભાજીના ભાવમાં ઘટાડો થવાને બદલે તોતિંગ વધારો

    July 12, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    બીજી સિઝન ખૂબ જ મર્યાદિત એપિસોડવાળી હશેઃEkta Kapoor

    July 12, 2025

    Aditya Roy Kapur જ્યોર્જિના ડી સિલ્વા સાથે રિલેશનશિપમાં

    July 12, 2025

    Ajay Devgn ની ફિલ્મ ‘સન ઓફ સરદાર ૨’નું ધમાકેદાર ટ્રેલર આઉટ

    July 12, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.