રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૦૩.૦૧.૨૦૨૫ ના રોજ…
બીએસઇસેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇસેન્સેક્સ આગલા બંધ ૭૯૯૪૩સામે૮૦૦૭૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૯૧૦૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ૯૬૩પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૨૦ પોઈન્ટના ઘટાડા સાથે૭૯૨૨૩પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :-ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૨૮૨સામે ૨૪૨૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૦૭૧પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ.નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ૧૯૭પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર૧૯૦ પોઈન્ટના ઘટાડા સાથે૨૪૦૯૨પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
કેલેન્ડરવર્ષ ૨૦૨૫ની ભારતીય શેરબજારમાં સતત બે દિવસ તેજી સાથે શુભ શરૂઆત થયા બાદ આજે સપ્તાહના અંતિમ દિવસે ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. વૈશ્વિક મોરચે એક તરફ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સુકાન સંભાળે એ પૂર્વે આતંકવાદી હુમલાઓના ટેન્શને જીઓપોલિટીકલ ટેન્શન વધવાની આશંકા અને બીજી તરફ ચાઈનીઝ શેરબજાર વર્ષ ૨૦૨૫ના પ્રથમ દિવસે ખુલતાની સાથે કડાકોનોંધાતા વર્ષ ૨૦૧૬ બાદની સૌથી ખરાબ શરૂઆત સાથેવર્ષ ૨૦૨૫ અનેક સ્થાનિક અને વૈશ્વિક પડકારોનું નીવડવાની અને હજુ મોટા કરેકશન, ઘટાડાની મૂકાતી શકયતાએ શેરોમાં વળતર અત્યંત મર્યાદિત રહેવાના અંદાજોએ ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી જોવા મળી હતી.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, ભૂ-રાજકીય પ્રતિકૂળ પરિબળો તેમજ સ્થાનિકમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના ડેટા નબળા જાહેર થતા ડોલર સામે રૂપિયામાં આજે પણ ઐતિહાસિક પીછેહઠ થવા પામી હતી. આજે કામકાજના પ્રારંભે જ રૂપિયો નીચા મથાળે ખુલ્યા બાદ ડોલરમાં એકધારી નવી લેવાલી પાછળ રૂપિયો ઈન્ટ્રા ડે તુટીને ૮૫.૭૫ની નવી ઐતિહાસિક નીચી સપાટીએ જોવા મળ્યો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૩% અને સ્મોલકેપઈન્ડેક્સ૦.૦૨%ઘટીને બંધ રહ્યા હતા.વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્રઓઈલ એન્ડ ગેસ, એનર્જી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ, ટેલિકોમ્યુનિકેશન, એફએમસીજી અનેયુટીલીટીઝશેરોમાં લેવાલીજોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલઈન્ડાયસીસઘટાડાસાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૦૩સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૬૯અને વધનારની સંખ્યા૨૧૧૭રહી હતી,૧૧૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો નહતો.જ્યારે૩શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ઝોમેટો લિ. ૪.૨૭%,એચડીએફસી બેન્ક૨.૪૬%,ટેક મહિન્દ્ર ૨.૨૩%,અદાણી પોર્ટ ૨.૧૫%, ટીસીએસ લી. ૨.૦૩%, આઈસીઆઈસીઆઈબેન્ક ૧.૯૭%, સન ફાર્મા ૧.૫૭%, આઈટીસી લી. ૧.૪૮%, લાર્સન લી. ૧.૪૨%, એચસીએલ ટેકનોલોજી ૧.૨૩% અને ભારતી એરટેલ ૦.૯૮ઘટ્યા હતા, જયારેટાટા મોટર્સ ૩.૩૩%, ટાઈટન કંપની લિ. ૧.૭૦%, હિન્દુસ્તાન યૂનિલિવર ૧.૪૯%, નેસલે ઈન્ડિયા ૧.૪૭%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૭૮%, મારુતિ સુઝુકી ૦.૬૨%, એનટીપીસી લી. ૦.૫૫%, ઇન્ડસઇન્ડ બેન્ક૦.૫૩%, બજાજ ફાઈનાન્સ ૦.૩૨% અનેપાવરગ્રીડ કોર્પોરેશન ૦.૨૪% વધ્યા હતા.
બજારની ભાવિ દિશા….મિત્રો, કેલેન્ડર વર્ષ ૨૦૨૪માં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટસીધું ૯૯% ઘટી ગયું છે. એનએસડીએલના ડેટા પ્રમાણે,વર્ષ૨૦૨૩માંચોખ્ખો એફપીઆઈ ઇનફ્લો રૂ. ૧.૭૧ લાખ કરોડ હતો તે ઘટીને વર્ષ૨૦૨૪માં માત્ર રૂ. ૨૦૨૬ કરોડ થઈ ગયો છે.એક તરફ ભારતીય અર્થતંત્ર નબળું પડયું છે ત્યારે બીજી તરફ યુએસ અર્થતંત્ર મજબૂત બન્યું છે. આમવૈશ્વિક બજારોમાં યુએસ અર્થતંત્રની મજબૂત સ્થિતિ અને સતત ઊંચા વ્યાજ દરોના કારણે રોકાણકારો યુએસ તરફ વળી રહ્યા છે. સાથે સાથે અર્થતંત્રને ઉપર લાવવા માટે ચીનની સરકારે જાહેર કરેલા સ્ટીમ્યુલસ પેકેજના કારણે પણ ભારતને ફટકો પડયો છે.યુએસનાં બજારોની મજબૂતાઈએ ભારત સહિતના ઊભરતાં બજારોને અસર કરી છે.
આ ઉપરાંતઘટતો જીડીપી વૃદ્ધિ દર, ઘટતા ઔદ્યોગિક ઉત્પાદન અને ઘટતી કોર્પોરેટ અર્નિંગ વૃદ્ધિને કારણે પણ ભારતીય બજારો ઓછા આકર્ષક બની ગયાં છે.દેશનીઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિનુંચિત્ર દર્શાવતા એચએસબીસી પરચેઝિંગ મેનેજર્સઈન્ડેકસનવેમ્બર માસમાં ૫૬.૫૦ હતો તેઘટી ડિસેમ્બર માસમાં ૫૬.૪૦ સાથે ૧૨ મહિનાની નીચી સપાટીએ રહ્યો છે. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ભારતનો આર્થિક વિકાસ દર ૫.૪૦% સાથે સાત ત્રિમાસિકની નીચી સપાટીએ રહ્યો હતો. ઓકટોબરની સરખામણીએ નવેમ્બરનો ફુગાવો ઘટીને આવ્યો છે, છતાં વધી રહેલી સ્પર્ધા અનેઉત્પાદન ક્ષેત્રના પીએમઆઈમાં ડિસેમ્બર માસમાં સતત બીજા મહિને ઘટાડો ચિંતાની બાબત છે.
તા.૦૬.૦૧.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૦૩.૦૧.૨૦૨૫ના રોજનિફટી ફ્યુચરબંધ ભાવ @ ૨૪૦૯૨ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર૨૪૨૭૨ પોઈન્ટનાપ્રથમઅને૨૪૪૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૩૯૩૯ પોઈન્ટથી૨૩૮૮૦ પોઈન્ટ, ૨૩૮૦૮ પોઈન્ટનીઅતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૪૦૪ પોઈન્ટઆસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
- તા.૦૩.૦૧.૨૦૨૫ના રોજબેન્ક નિફ્ટી ફ્યુચરબંધ ભાવ @ ૫૧૨૫૯ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર૫૧૦૦૮ પોઈન્ટપ્રથમઅને૫૦૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે૫૧૩૭૩ પોઈન્ટથી૫૧૪૦૪ પોઈન્ટ, ૫૧૪૭૪ પોઈન્ટનીઅતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૧૩૦૩ પોઈન્ટઆસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…
- બજાજ ફિનસર્વ ( ૧૭૦૭ ) :-બજાજ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવહાલમાં રૂ.૧૬૭૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે.રૂ.૧૬૬૦ નાસ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૨૭ થી રૂ.૧૭૩૪ નોભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૭૪૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટ ( ૧૩૨૨ ) :-ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૨૮૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!!રૂ.૧૨૭૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૩૩૮ થીરૂ.૧૩૫૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
- મહાનગર ગેસ ( ૧૩૧૮ ):-રૂ.૧૨૯૦ નોપ્રથમ તેમજ રૂ.૧૨૭૩ બીજા સપોર્ટથીLPG/CNG/PNG/LNGસપ્લાયરસેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોકરૂ.૧૩૩૪ થી રૂ.૧૩૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
- લાઈફ ઈન્સ્યુરન્સ કોર્પોરેશન( ૯૧૨ ):-લાઈફ ઈન્સ્યુરન્સસેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૩૩ થીરૂ.૯૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૮૮૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- સ્ટેટ બેન્ક ( ૭૯૮ ) :- રૂ.૦૧ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૭૦ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયકપબ્લિક બેન્ક સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૮૦૮ થીરૂ.૮૧૮ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- બાટા ઈન્ડિયા ( ૧૪૪૭ ) :-ટેકનીકલ ચાર્ટ મુજબ ફૂટવેરસેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૭૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૪૨૪ થીરૂ.૧૪૦૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૯૪ નોસ્ટોપલોસ ધ્યાને લેવો..!!
- ઓરબિન્દો ફાર્મા ( ૧૩૨૭ ):-રૂ.૧૩૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોકરૂ.૧૩૫૪ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૩૦૩ થીરૂ.૧૨૮૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ( ૧૨૫૪ ) :-રિફાઇનરીએન્ડ માર્કેટિંગસેકટરનો આ સ્ટોકછેતરામણા ઉછાળે રૂ.૧૨૯૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડેરૂ.૧૨૩૦ થીરૂ.૧૨૧૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
- ડીએલએફ લિ.( ૮૩૨ ) :-ટેકનીકલ ચાર્ટ મુજબરેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સસેક્ટરનો આ સ્ટોક રૂ.૮૭૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૮૦૮ થીરૂ.૭૮૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૮૯૦ નોસ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ( ૭૫૬ ):- રૂ.૭૭૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોકરૂ.૭૮૩ નાસ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૭૩૭ થીરૂ.૭૨૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૯૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
Past Performance is not an Indicator of Future Returns.The securities quoted are for illustration only and are not recommendatory.Investment in securities market are subject to market risks.Read all the related documents carefully before investing.
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.