Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    12 જુલાઈ નું રાશિફળ

    July 11, 2025

    12 જુલાઈ નું પંચાંગ

    July 11, 2025

    Gujarat government વિદેશમાં અભ્યાસ માટે વાર્ષિક ૪ ટકાના વ્યાજે રૂ. ૧૫ લાખની લોન આપશે

    July 11, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 12 જુલાઈ નું રાશિફળ
    • 12 જુલાઈ નું પંચાંગ
    • Gujarat government વિદેશમાં અભ્યાસ માટે વાર્ષિક ૪ ટકાના વ્યાજે રૂ. ૧૫ લાખની લોન આપશે
    • Amarnath Yatra પર સંકટ, પીગળી રહ્યું છે ભોલેનાથનું શિવલિંગ
    • Nepal માં ઉડાન ભરેલું ડ્રોન બનાવ્યું, પરીક્ષણ દરમિયાન સંસદ ભવન પર પડ્યું, ૫ની ધરપકડ
    • અમેરિકાના મૃત્યુના નારા લગાવે છે, પરંતુ ઇઝરાયલ તેના માર્ગમાં અડચણરૂપ છેઃ Netanyahu
    • આ વર્ષે બાંગ્લાદેશ પ્રીમિયર લીગનું આયોજન કરવું ચુંટણીને કારણે મુશ્કેલ બની શકે છે
    • દિલ્હી હાઈકોર્ટે film ‘Udaipur Files પર રોક લગાવી, નિર્માતા અમિત જાની સુપ્રીમ કોર્ટ જશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty futures ૨૪૪૭૪ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!
    વ્યાપાર

    Nifty futures ૨૪૪૭૪ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

    Vikram RavalBy Vikram RavalNovember 27, 2024No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૭.૧૧.૨૦૨૪ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૦૦૪ સામે ૮૦૧૨૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૯૮૪૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૬૬૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૩૦ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૨૩૪ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૨૧૭ સામે ૨૪૨૧૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૧૫૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૨૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૨ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૨૯૯ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    શેરબજારમાં બુધવારે ખુલતાંની સાથે જ મંદી જોવા મળી હતી.ત્યારબાદ તેજી જોવા મળી હતી.અમેરિકી નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા સંભાળે એ પૂર્વે ફરી આકરાં ટેરિફની વિશ્વને ચેતવણી આપતાં આજે વૈશ્વિક બજારો સાથે ભારતીય શેર બજારોમાં ઈન્ડેક્સ બેઝડ સાવચેતી જોવા મળી હતી.સ્મોલ કેપ શેરોમાં પસંદગીનું આકર્ષણ જળવાયું હતું.સેન્સેક્સ ૧૦૫ પોઈન્ટના ઘટાળા સાથે ૮૦૦૦૪ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૫૬ પોઈન્ટના ઘટાળા સાથે ૨૪૨૧૭ પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૪૭ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૨૧૮ પોઈન્ટના સ્તરે બંધ થયો.કરન્સી બજાર આજે રૂપિયા સામે ડોલરના ભાવ ટોચ પરથી ઝડપી તૂટતાં રૂપિયો સ્પ્રિંગની જેમ ઉછળ્યો હતો. શેરબજાર ઉછળતાં કરન્સી બજારમાં રૂપિયા પર પોઝીટીવ અસર દેખાઈ હતી. સેન્સેક્સ, નિફટી બેઝડ અંતે નરમાઈ સામે સ્મોલ કેપ શેરોમાં આજે ઘણા શેરોમાં પસંદગીની ખરીદી જળવાતાં માર્કેટબ્રેડથ સતત પોઝિટીવ રહી હતી. 

    વૈશ્વિક રેટિંગ એજન્સી એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે આગામી બે નાણાકીય વર્ષ માટે ભારતના જીડીપી વૃદ્ધિ અનુમાનમાં ઘટાડો કર્યો છે. તેનું મુખ્ય કારણ ઊંચા વ્યાજ દરોને કારણે શહેરી માંગમાં ઘટાડો થયો છે. યુએસ ચૂંટણી પરિણામો પછી એશિયા-પેસિફિક અર્થતંત્રો માટે તેના આર્થિક અનુમાનને અપડેટ કરતા, રેટિંગ એજન્સીએ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ (એપ્રિલ ૨૦૨૫ થી માર્ચ ૨૦૨૬)માં કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી) વૃદ્ધિ ૬.૭% અને નાણાકીય વર્ષ ૨૦૨૬-માં ૬.૮% રહેવાનો અંદાજ મૂક્યો હતો. એસએન્ડપીએ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં GDP વૃદ્ધિ દર ૬.૮% રહેવાનો અંદાજ મૂક્યો છે. રેટિંગ એજન્સીને નાણાકીય વર્ષ ૨૦૨૭-૨૮માં જીડીપી વૃદ્ધિ દર ૫% રહેવાની અપેક્ષા છે.વધતા જોખમો ૨૦૨૫ ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એશિયા-પેસિફિક માટે આર્થિક દ્રષ્ટિકોણને નબળો પાડી રહ્યા છે.

    આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ઈન્ડીગો,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ગ્રાસીમ,અદાણી એન્ટર.,એસીસી,ટેક મહિન્દ્રા,કોટક મહિન્દ્રા બેન્ક,એચડીએફસી બેન્ક,હવેલ્લ્સ,બાટા ઇન્ડિયા,રિલાયન્સ,ભારત ફોર્જ,એક્સીસ બેન્ક જેવા શેરો વધારો થયો છે. આજના ટોપ લુઝર્સની યાદીમાં એચડીએફસી એએમસી,લાર્સેન,ડીવીસ લેબ,એચસીએલ ટેકનોલોજી,ટોરેન્ટ ફાર્મા,મુથૂટ ફાઈનાન્સ,ઈન્ફોસીસ,સન ફાર્મા, વોલ્ટાસ જેવા શેરોમાં ઘટાળો થયો છે.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૪૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૩૬ અને વધનારની સંખ્યા ૨૫૯૨ રહી હતી, ૧૧૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૧૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૮૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    બજારની ભાવિ દિશા….મિત્રો,અમેરિકાનો વિકાસદર ધાર્યા કરતાં વધુ ઝડપી રહ્યો છે, પરંતુ યુરોપની માળખાકીય નિર્બળતા અને ચીનનાં અર્થતંત્રમાં મંદ ગતિ આવી છે તો ત્રીજી તરફ યુક્રેન અને ગાઝા યુદ્ધે વૈશ્વિક પરિસ્થિતિ અશાંત કરી છે. આની વૈશ્વિક અર્થતંત્ર ઉપર પણ અસર થઈ રહી છે, જેના ભાગરૂપે ભારતીય અર્થતંત્ર ઉપર પણ ગંભીર અસર થઈ રહી છે. આમ છતાં ભારતીય અર્થતંત્ર સ્થિતિ સ્થાપક રહ્યું છે, અને ચોમાસા દરમિયાન તેના વિકાસદરમાં થયેલી પીછેહઠ હવે દૂર થઈ છે.ઓક્ટોબરથી તેમાં સ્થિર રૂપે પ્રગતિ થઈ રહી છે.ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડ્ઝ (એફએમસીજી)નું વેચાણ શહેરોમાં તથા ગામડાંઓમાં પણ વધ્યુ છે. ટ્રેક્ટરનું વેચાણ વધ્યું છે તેમજ ટુ-વ્હીલર્સનું પણ વેચાણ વધ્યું છે. આથી મેન્યુફેક્ચરિંગ તેમજ સર્વિસ સેક્ટર બંને ખુશ-ખુશાલ છે. પર્ચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ ટ્રેન્ડઝ પણ પોઝિટિવ રહ્યા છે. બીજી તરફ તેલના ભાવ વૈશ્વિક સ્તરે પણ ઉંચા ગયા છે. તેથી આપણા અર્થતંત્ર ઉપર પણ દબાણ આવી રહ્યું છે. જોકે આગામી મહિનાઓમાં ખાદ્ય-પદાર્થોના ભાવ ઘટવાની આશા રાખવામાં આવે છે તેમ પણ વિત્ત મંત્રાલયનો રીપોર્ટ જણાવે છે. તે માટે તેમાં જણાવવામાં આવ્યું છે કે, દેશભરમાં થયેલા સારા વરસાદને લીધે ખરીફ તો સારો ઉતર્યો જ છે પરંતુ રવિ પાક (શિયાળુ પાક) પણ સારો ઉતરવાની આશા છે.આમ છતાં આયાતમાં થતો વધારો અને તેને લીધે ઉભી થતી વ્યાપારી ખાદ્ય પ્રત્યે આ અહેવાલ ચેતવણી ઉચ્ચારે છે. ચીનમાં પ્રવર્તતી પરિસ્થિતિ પ્રત્યે પણ નિર્દેશ કરતાં અહેવાલ જણાવે છે કે ત્યાંથી એફડીઆઈ ભારત તરફ વળતાં ફોરેન રીઝર્વ્સમાં ૨૦૨૪માં ૬૪.૮ બિલિયન ડોલર્સનો વધારો થયો છે. આપણું અર્થતંત્ર મજબૂત તો છે જ છતાં વૈશ્વિક અનિશ્ચિતતાઓ પ્રત્યે સજાગ રહેવાની જરૂર છે.

    તા.૨૮.૧૧.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૨૭.૧૧.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૨૯૯ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૪૦૪ પોઈન્ટના પ્રથમ અને ૨૪૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૨૦૨ પોઈન્ટ થી ૨૪૧૦૮ પોઈન્ટ,૨૪૦૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૪૭૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
    • તા.૨૭.૧૧.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૨૩૦૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૨૫૭૫ પોઈન્ટ પ્રથમ અને ૫૨૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૨૧૮૦ પોઈન્ટ થી ૫૨૦૮૮ પોઈન્ટ,૫૨૦૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૨૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • એસીસી લીમીટેડ ( ૨૨૧૧ ) :- અદાણી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૧૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૧૭૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૨૪૭ થી રૂ.૨૨૫૫ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૨૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • ટાટા કોમ્યુનિકેશન ( ૧૭૬૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૭૩૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૭૦૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૭૮૩ થી રૂ.૧૭૯૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૨૯૬ ):- રૂ.૧૨૭૦ નો પ્રથમ તેમજ રૂ.૧૨૪૭ બીજા સપોર્ટથી રિફાયનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૧૩ થી રૂ.૧૩૨૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • ડો.રેડ્ડી લેબ ( ૧૨૦૩ ) :- ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૧૭ થી રૂ.૧૨૩૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૧૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • એચડીએફસી લાઈફ ( ૬૮૧ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૬૩ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક લાઈફ ઇન્સ્યુરન્સ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૯૬ થી રૂ.૭૦૭ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
    • લ્યુપીન લીમીટેડ ( ૨૦૧૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૦૭૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૯૯૦ થી રૂ.૧૯૭૩ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૧૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • ગ્લેનમાર્ક ફાર્મા ( ૧૫૧૯ ):- રૂ.૧૫૪૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૫૫૩ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૪૯૪ થી રૂ.૧૪૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • બાટા ઇન્ડિયા ( ૧૩૭૩ ) :- ફૂટવેર સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૦૪ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૪૪ થી રૂ.૧૩૨૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
    • અદાણી પોર્ટસ ( ૧૨૦૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પોર્ટ એન્ડ પોર્ટ સેર્વીસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૪૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૮૮ થી રૂ.૧૧૭૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • એક્સીસ બેન્ક ( ૧૧૪૯ ) :- રૂ.૧૧૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૯૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૧૨૭ થી રૂ.૧૧૦૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૦૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

    Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Adani આરોગ્ય સંભાળ માટે વિશ્વસ્તરીય AI-ઇકોસિસ્ટમ બનાવશે

    July 11, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૨૦૨ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 11, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    July 11, 2025
    રાષ્ટ્રીય

    વિશ્વની સૌથી ઝડપી પેમેન્ટ પધ્ધતિ ભારતમાં : UPI ને શ્રેય

    July 11, 2025
    વ્યાપાર

    પાંચ મહિના બાદ ફરી mutual funds માં રોકાણ વધ્યું !

    July 11, 2025
    વ્યાપાર

    Silver માં ફરી રોકેટ ગતિની તેજી : રૂ. 3500નો ઉછાળો : 113800 નવો રેકોર્ડ બ્રેક ભાવ

    July 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    12 જુલાઈ નું રાશિફળ

    July 11, 2025

    12 જુલાઈ નું પંચાંગ

    July 11, 2025

    Gujarat government વિદેશમાં અભ્યાસ માટે વાર્ષિક ૪ ટકાના વ્યાજે રૂ. ૧૫ લાખની લોન આપશે

    July 11, 2025

    Amarnath Yatra પર સંકટ, પીગળી રહ્યું છે ભોલેનાથનું શિવલિંગ

    July 11, 2025

    Nepal માં ઉડાન ભરેલું ડ્રોન બનાવ્યું, પરીક્ષણ દરમિયાન સંસદ ભવન પર પડ્યું, ૫ની ધરપકડ

    July 11, 2025

    અમેરિકાના મૃત્યુના નારા લગાવે છે, પરંતુ ઇઝરાયલ તેના માર્ગમાં અડચણરૂપ છેઃ Netanyahu

    July 11, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    12 જુલાઈ નું રાશિફળ

    July 11, 2025

    12 જુલાઈ નું પંચાંગ

    July 11, 2025

    Gujarat government વિદેશમાં અભ્યાસ માટે વાર્ષિક ૪ ટકાના વ્યાજે રૂ. ૧૫ લાખની લોન આપશે

    July 11, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.