રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૫.૧૨.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૯૫૬ સામે ૮૧૧૮૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૪૬૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૮૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૦૯ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૭૬૫ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૫૬૧ સામે ૨૪૫૯૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૩૯૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૫૩૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૦૨ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૭૬૪ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
શેરબજાર આજે સળંગ ચોથા દિવસે સુધારા તરફી તેજી સાથે બંધ થયું હતું.શેરબજારમાં મોર્નિંગ સેશનમાં નેગેટિવ ટ્રેન્ડ બાદ બપોરના સેશનમાં ફરી પાછી તેજી આવી છે.શેરબજારમાં આજે નિફ્ટી એફએન્ડઓ એક્સપાયરી હોવાથી સેટલમેન્ટના કારણે સવારે માર્કેટ નેગેટિવ ઝોનમાં ખૂલ્યું હતું. સેન્સેક્સ ૧૧૦૦ પોઈન્ટથી વધુ ઉછાળા સાથે ૮૨,૩૦૦ નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો છે.એફઆઈઆઈ દ્વારા સળંગ ત્રણ દિવસથી રોકાણનો બજારને ટેકો મળ્યો છે. બીજી તરફ આરબીઆઈ આવતીકાલે મોનેટરી પોલિસીની જાહેરાતમાં સતત ૧૧મી વખત વ્યાજના દરો જાળવી રાખશે તેવા અહેવાલોના પગલે પણ શેર્સમાં ખરીદી વધી છે. એફએન્ડઓ એક્સપાયરી સેટલમેન્ટ તેમજ ટ્રમ્પની શપથવિધિ બાદ સેક્ટર પર સકારાત્મક અસરોની અટકળો વચ્ચે આઈટી અને ટેક્નોલોજી શેર્સમાં આજે આકર્ષક ખરીદી જોવા મળી હતી.ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)નું બેક ટુ ઈન્ડિયા શેરોમાં મોટાપાયે ખરીદી ચાલુ થયા બાદ આજે સતત ત્રીજા દિવસે શેરોમાં ખરીદદાર બન્યા હતા. ફંડોએ આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ તેજીમાં આવ્યા હતા.
સેન્સેક્સ ૮૦૯ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૭૬૫ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૨૦૨ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૭૬૪ પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૨૯૩ પોઈન્ટના ઉછાળા સાથે ૫૩૬૭૪ પોઈન્ટના સ્તરે બંધ થયો.
ઉત્પાદન ક્ષેત્ર બાદ હવે દેશની સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ પણ નવેમ્બરમાં સાધારણ મંદ રહી હતી.નવા ઓર્ડરો અને સેવા પૂરી પાડવાની માત્રા સાધારણ નીચી રહી હતી.એસએન્ડપી ગ્લોબલ દ્વારા તૈયાર કરાયેલા ભારત માટેના સેવા ક્ષેત્રના એચએસબીસી પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) જે ઓકટોબરમાં ૫૮.૫૦ હતો તે નવેમ્બરમાં સાધારણ ઘટી ૫૮.૪૦ રહ્યો છે.જો કે સેવા માટેની માગમાં સાતત્યતાને પરિણામે બિઝનેસ સેન્ટિમેન્ટ ઊંચુ રહ્યું છે અને સેવાઓ પૂરી પાડતી કંપનીઓ દ્વારા કર્મચારીઓની ભરતીમાં વધારો જોવા મળ્યો છે.નવેમ્બરમાં સતત ૪૦માં મહિને સેવા ક્ષેત્રનો પીએમઆઈ ૫૦થી ઉપર રહેવા પામ્યો છે.સેવાઓ માટે વિદેશમાંથી માગ ઊંચી રહેતા નિકાસ ઓર્ડર વધી નવેમ્બરમાં ત્રણ મહિનાની ઊંચી સપાટીએ રહ્યા હતા. ભારતની સેવા ક્ષેત્રની નિકાસ મોટેભાગે યુરોપ, એશિયા, અમેરિકા ખાતે વધુ થાય છે. ઊંચા ફુગાવાને કારણે કાચા માલ તથા સેવા પૂરી પાડવાની કિંમતો અનુક્રમે ૧૫ મહિના તથા અંદાજે ૧૨ વર્ષની ઊંચી સપાટીએ જોવા મળ્યા છે.આ અગાઉ જાહેર થયેલા નવેમ્બરનો ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ ૫૬.૫૦ આવ્યો હતો.
આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ટીસીએસ,એચડીએફસી એએમસી,ટોરેન્ટ ફાર્મા,લાર્સેન,એસીસી,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ઈન્ફોસીસ,લ્યુપીન,એચસીએલ ટેકનોલોજી,એચડીએફસી બેન્ક,સન ફાર્મા,ટાટા કોમ્યુનિકેશન,ટેક મહિન્દ્રા,કોટક બેન્ક જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ગ્રાસીમ,ઈન્ડીગો,ટીવીએસ,ગ્લેનમાર્ક ફાર્મા,મુથૂટ ફાઈનાન્સ,સિપ્લા,વોલ્ટાસ જેવા શેરોમાં ઘટાળો થયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૮૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૩૯ અને વધનારની સંખ્યા ૨૧૩૨ રહી હતી, ૧૧૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૦૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૦૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….મિત્રો, શેરબજારમાં કરેક્શનનો માહોલ પૂર્ણ થયો છે. માર્કેટ બાઉન્સ બેક થયું છે. હાલ તમામ નકારાત્મક પરિબળોની અસર સમાપ્ત થઈ હોવાથી માર્કેટમાં હવે સુધારાનો માહોલ જળવાઈ રહેશે.
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોનું ફરી બેક ટુ ઈન્ડિયા થવા લાગી શેરોમાં વિદેશી ફંડોની આજે મોટી ખરીદી થતાં સાર્વત્રિક તેજી રહી હતી. જીડીપી વૃદ્વિના નબળા આંકડા સામે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો સતત તૂટતો રહી નવા તળીયે આવી જતાં ફુગાવો ઝડપી વધવાનું જોખમ હોવાથી બુધવારથી શરૂ થતી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની ધિરાણ નીતિમાં અમુક વર્ગની ધારણા જૈસે થે પોલીસી રહેવાની અને વ્યાજ દરમાં હાલ તુરત ઘટાડો નહીં થવાના અંદાજો છતાં આજે ફોરેન ફંડોના સપોર્ટે શેરોમાં ઘટાડે વેલ્યુબાઈંગ વધતું જોવાયું હતું.ડિસેમ્બરની સમીક્ષા બેઠકમાં દરો યથાવત રહી શકે છે પરંતુ લિક્વિડિટી મેનેજમેન્ટ એ મહત્વનું પાસું હોઈ શકે છે.નાણાંકીય નીતિ સમિતિની બેઠકના પરિણામો શુક્રવારે જાહેર કરવામાં આવશે. ફોરેન એક્સચેન્જ માર્કેટમાં વધુ પડતા હસ્તક્ષેપને કારણે બેન્કિંગ સિસ્ટમમાં લિક્વિડિટીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આને ધ્યાનમાં રાખીને બેંકો માટે કેશ રિઝર્વ રેશિયોની જરૂરિયાત ઘટાડી શકાય છે. વૃદ્ધિ દરમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને,રિઝર્વ બેન્ક લિક્વિડિટી વધારવા માટે કેશ રિઝર્વ રેશિયોમાં ૨૫ બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કરી શકે છે. આ સાથે, રેટ કટ પહેલા બેંકિંગ સિસ્ટમમાં તરલતા વધારીને, બેંકો રેટ કટના ફાયદાઓને વધુ સારી રીતે પસાર કરી શકશે. આમ ડિસેમ્બરમાં રેટ કટની કોઈ શક્યતા નથી પરંતુ લિક્વિડિટી વધારવા માટે કેટલાક પગલાં જાહેર કરવામાં આવી શકે છે.
તા.૦૬.૧૨.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૦૫.૧૨.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૭૬૪ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૮૭૮ પોઈન્ટના પ્રથમ અને ૨૪૯૭૯ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૬૭૬ પોઈન્ટ થી ૨૪૬૦૬ પોઈન્ટ,૨૪૪૭૪ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૯૭૯ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
- તા.૦૫.૧૨.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૩૬૭૪ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૩૩૦૩ પોઈન્ટ પ્રથમ અને ૫૩૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૩૯૧૯ પોઈન્ટ થી ૫૩૯૭૯ પોઈન્ટ,૫૪૦૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૩૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…
- એચસીએલ ટેકનોલોજી ( ૧૯૨૫ ) :- એચસીએલ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૯૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૮૭૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૪૪ થી રૂ.૧૯૫૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૯૬૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- હવેલ્લ્સ ઇન્ડિયા ( ૧૭૫૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૭૧૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૭૦૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૭૬૪ થી રૂ.૧૭૭૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
- એસબીઆઈ લાઇફ ( ૧૪૪૦ ):- રૂ.૧૪૧૪ નો પ્રથમ તેમજ રૂ.૧૪૦૦ બીજા સપોર્ટથી લાઇફ ઇન્શ્યોરન્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૫૩ થી રૂ.૧૪૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
- ઓરબિંદો ફાર્મા ( ૧૨૫૦ ) :- ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૬૪ થી રૂ.૧૨૭૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૨૧૧ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ઇન્ડસઇન્ડ બેંક ( ૧૦૦૪ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૯૩૦ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પ્રાઈવેટ બેન્ક સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૦૨૮ થી રૂ.૧૦૪૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- મુથૂટ ફાઈનાન્સ ( ૧૯૪૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ નોન બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૭૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૯૧૯ થી રૂ.૧૯૦૯ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
- કોટક મહિન્દ્રા બેન્ક ( ૧૭૮૪ ):- રૂ.૧૮૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૮૧૮ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૭૭૦ થી રૂ.૧૭૪૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૮૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- ગ્લેનમાર્ક ફાર્મા ( ૧૫૫૧ ) :- ફાર્માસ્યુટિકલ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૫૮૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૫૩૩ થી રૂ.૧૫૧૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
- સિપ્લા લીમીટેડ ( ૧૫૦૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૩૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૪૯૦ થી રૂ.૧૪૭૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ટાટા કેમિકલ્સ ( ૧૧૩૮ ) :- રૂ.૧૧૫૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૬૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૧૧૮ થી રૂ.૧૧૦૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૭૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.