રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૬.૦૮.૨૦૨૫ ના રોજ..
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૭૧૦ સામે ૮૦૬૯૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૪૪૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૩૮૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૬૬ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૫૪૩ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૭૦૭ સામે ૨૪૭૦૭ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૬૧૬ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૨૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૨ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૬૩૪ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રશીયાનું ક્રુડ ખરીદવા બદલ પેનલ્ટી સહિતના પગલાં લઈને દબાણ વધારી રહ્યા હોવા સાથે યુરોપના દેશોનું પણ વધતા દબાણે આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. રશીયા પાસેથી ભારત ક્રુડ ઓઈલની ખરીદી કરીને નફો કરી રહ્યું હોવાની દલીલ કરીને ભારત પર અમેરિકા ૨૫% ટેરિફમાં વધુ વધારો કરશે એવી ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીને પગલે આજે ફરી ભારતીય શેરબજારમાં અનિશ્ચિતતા છવાતાં સાવચેતીએ તેજીને બ્રેક લાગી હતી.
ટ્રમ્પની ધમકી સામે ભારત રશીયા સાથે પોતાના સંબંધને વધુ મજબૂત બનાવશે અને ટ્રેડ ડિલમાં અમેરિકાના ઘૂંટણિયે નહીં પડે એવા સંકેત છતાં અમેરિકા અને ભારત વચ્ચે વધુ વાટાઘાટના દોરને લઈ આજે જો અને તો ની સ્થિતિને લઈ નવી તેજીની પોઝિશનથી દૂર ફંડો, ખેલાડીઓએ હળવા થવાનું પસંદ કર્યું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકામાં ગયા સપ્તાહમાં રોજગારના આંકડા નબળા આવ્યા બાદ સપ્ટેમ્બરની બેઠકમાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કપાત આવવાની શકયતા વધી જતા અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા મોનેટરી પોલિસી કમિટી દ્વારા ઓગસ્ટ પોલિસી મીટિંગમાં રેપો રેટ ૫.૫% પર યથાવત રાખ્યા બાદ બુધવારે ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે મજબૂત બન્યો હતો, જયારે માંગની ચિંતા તથા ઓપેક અને સાથી દેશો દ્વારા ઉત્પાદન વધારવાના નિર્ણયને પગલે ક્રુડઓઈલના ભાવ ઘટાડા તરફી રહ્યા હતા.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૧૪% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એકમાત્ર બેન્કેક્સ સેક્ટરલ વધ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૦૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૭૦૫ અને વધનારની સંખ્યા ૧૩૪૭ રહી હતી, ૧૫૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે એશિયન પેઈન્ટ ૨.૧૯%, બીઈએલ ૦.૮૦%, ટ્રેન્ટ લિ. ૦.૭૯%, અદાણી પોર્ટ્સ ૦.૬૭% સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૦.૫૬%, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૦.૫૫%, એચડીએફસી બેન્ક ૦.૩૨%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૧૦% અને એકસિસ બેન્ક ૦.૦૯% વધ્યા હતા, જ્યારે સન ફાર્મા ૨.૩૩%, ટેક મહિન્દ્ર ૧.૯૭%, બજાજ ફાઈનાન્સ ૧.૬૭%, ઈન્ફોસિસ લિ. ૧.૬૪%, એચસીએલ ટેકનોલોજી ૧.૩૮%, ઈટર્નલ લિ. ૧.૦૪%, ટાટા કન્સલ્ટન્સી ૧.૦૦%, બજાજ ફિનસર્વ ૦.૮૧% અને અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૭૭% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૨.૮૨ લાખ કરોડ ઘટીને ૪૪૫.૧૫ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૨ કંપનીઓ વધી અને ૧૮ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની પૂર્ણ થયેલી મોનેટરી પોલિસી બેઠકમાં આરબીઆઈએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ ધમકીને ધ્યાનમાં લેતાં રેપો રેટ ૫.૫%ના દરે યથાવત્ રાખવાનો નિર્ણય લીધો છે. મધ્યમ ગાળામાં, બદલાતી વિશ્વ વ્યવસ્થા વચ્ચે ભારતીય અર્થતંત્ર તેની વારસાગત શક્તિ, મજબૂત મૂળભૂત સિદ્ધાંતો પર આધારિત ઉજ્જવળ સંભાવનાઓ ધરાવે છે. નિષ્ણાંતોના મતે, છેલ્લી ત્રણ એમપીસી બેઠકમાં રેપો રેટ ઘટાડ્યા બાદ આરબીઆઈએ આ વખતે રેપો રેટ જાળવી રાખતાં તહેવારોની શરૂ થઈ રહેલી સીઝનમાં વપરાશમાં વૃદ્ધિ થવાની સાથે આર્થિક સ્થિતિમાં સ્થિરતા આવશે.
ટ્રમ્પે હાલમાં જ ભારત પર ૨૫%નો ટેરિફ લાદી તેમાં વધારો કરવાની ચીમકી આપી છે. તે રશિયા સાથે વેપાર કરવા બદલ ભારત પર અનેક પ્રતિબંધો લાદી દબાણ લાવવા પ્રયાસ કરી રહ્યા છે. પરિણામે આરબીઆઈએ ‘વેઈટ એન્ડ વોચ’ની નીતિ અપનાવી છે. એમપીસી પેનલે નોંધ્યું છે કે નજીકના ગાળામાં ફુગાવાનો અંદાજ અપેક્ષા કરતા વધુ રાહત આપનારો બન્યો છે અને આ વર્ષે ખાદ્ય ચીજોમાં મોંઘવારી ઘટતાં સરેરાશ સીપીઆઈ ફુગાવો લક્ષ્ય કરતાં નોંધપાત્ર રીતે નીચો રહેવાની અપેક્ષા છે. જો કે, સીપીઆઈ ફુગાવો ચોથા ત્રિમાસિકથી ૪%ના લક્ષ્યથી વધવાની શક્યતા છે.
તા.૦૭.૦૮.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૦૬.૦૮.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૬૩૪ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૪૮૮૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૪૫૭૦ પોઈન્ટ થી ૨૪૪૭૪ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- એચડીએફસી બેન્ક ( ૧૯૯૧ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૯૪૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૦૦૪ થી રૂ.૨૦૧૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૦૨૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- ટેક મહિન્દ્રા ( ૧૪૬૩ ) :- A /T+1 ગ્રુપના આ સ્ટોક રૂ.૧૪૩૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૨૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૭૭ થી રૂ.૧૪૯૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૩૯૩ ) :- રૂ.૧૩૭૩ નો પ્રથમ તેમજ રૂ.૧૩૬૦ બીજા સપોર્ટથી રીફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૦૪ થી રૂ.૧૪૧૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- ડૉ. રેડ્ડી’ઝ લેબોરેટરીઝ ( ૧૧૯૩ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૦૮ થી રૂ.૧૨૨૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૧૬૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- ભારત ફોર્જ ( ૧૧૪૧ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ઓટો કમ્પોનન્ટ્સ અને ઇક્વિપ્મેંટ સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૧૦૮ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૧૫૭ થી ૧૧૭૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ઓબેરોય રિયલ્ટી ( ૧૬૦૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૩૬ આસપાસ સપોર્ટથી રૂ.૧૫૯૪ થી રૂ.૧૫૮૦ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૫૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- હેવેલ્સ ઈન્ડિયા ( ૧૪૮૫ ) :- રૂ.૧૫૦૮ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૫૨૦ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૪૭૦ થી રૂ.૧૪૪૩ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૩૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- વોલ્ટાસ લિ. ( ૧૩૧૦ ) :- હાઉસહોલ્ડ એપ્લાયન્સીસ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૩૬૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૮૮ થી રૂ.૧૨૭૩ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- એક્સીસ બેન્ક ( ૧૦૭૪ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૫૩ થી રૂ.૧૦૩૦ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૨૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- ઓરબિન્દો ફાર્મા ( ૧૦૬૫ ) :- રૂ.૧૦૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૯૫ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૦૪૭ થી રૂ.૧૦૩૩ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૦૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies