Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    મધ્યપૂર્વમાં વધુ એક યુદ્ધના ભણકારાં, American citizens ને પાછા બોલાવવા ટ્રમ્પનો આદેશ

    June 12, 2025

    Bangladesh ને રાષ્ટ્રગીતની ભેટ ટાગોરે આપી હતી, તેમની હવેલી હુમલાખોરોએ તોડી પાડી

    June 12, 2025

    US ના ટોપ જનરલે પાકિસ્તાનના કર્યા વખાણ,શાનદાર પાર્ટનર ગણાવ્યો

    June 12, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • મધ્યપૂર્વમાં વધુ એક યુદ્ધના ભણકારાં, American citizens ને પાછા બોલાવવા ટ્રમ્પનો આદેશ
    • Bangladesh ને રાષ્ટ્રગીતની ભેટ ટાગોરે આપી હતી, તેમની હવેલી હુમલાખોરોએ તોડી પાડી
    • US ના ટોપ જનરલે પાકિસ્તાનના કર્યા વખાણ,શાનદાર પાર્ટનર ગણાવ્યો
    • South Africa માં ભીષણ પૂર, 6 વિદ્યાર્થી સહિત 50ના મોત
    • Donald Trump ના ટેક્સ બિલની જોગવાઈઓને કારણે હજારો અમેરિકનની નોકરીઓ જોખમમાં
    • American સૈન્ય ઠેકાણાઓને નષ્ટ કરી દઇશું’, ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાનની ખુલ્લી ધમકી
    • Donald Trump અને મસ્ક વચ્ચેની ખટાશ દૂર
    • Indore ના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશીની હત્યામાં તેની પત્ની સોનમ સીધી સંડોવાયેલી હતી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    Vikram RavalBy Vikram RavalJune 10, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૦.૦૬.૨૦૨૫ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૪૪૫ સામે ૮૨૬૪૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૨૨૪૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૪૪૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૩ પોઈન્ટના ઘટાડા સાથે ૮૨૩૯૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૧૮૧ સામે ૨૫૨૨૨ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૧૩૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૧૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૧ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૧૬૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    વૈશ્વિક બજારોનું સેન્ટીમેન્ટ સુધારા તરફી રહ્યા સામે આજે ભારતીય શેરબજાર સપ્તાહના બીજા કારોબારી દિવસે ઘટાડા સાથે બંધ રહ્યું હતું. ટેરિફ મામલે એક તરફ અમેરિકા ઝુંકવા લાગ્યું હોય એમ ચાઈના સાથે રેર અર્થ મામલે ડિલ વાટાઘાટ ફરી લંડનમાં શરૂ થવાના અહેવાલ અને બીજી તરફ અમેરિકા હવે ભારત સાથે પણ કૂણું વલણ અપનાવી ટ્રેડ ડિલ ફાઈનલ કરવાની તૈયારીમાં હોવાના સંકેત સાથે આજે ભારતીય શેરબજારની શરૂઆત ઉછાળા સાથે થઇ હતી.

    ગત સપ્તાહમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ રેપો રેટમાં અપેક્ષાથી વધુ ૦.૫%નો અને સીઆરઆરમાં ૧% ઘટાડો કરવાનો નિર્ણય લેતાં અને સામાન્ય કરતાં ચોમાસું સારૂ રહેવાના અંદાજોએ ફુગાવો પણ અંકુશમાં રહેવાની શકયતાએ આર્થિક વિકાસને વેગ આપવા પર રહેવાની ધારણાએ આજે ભારતીય શેરબજાર ઉછાળા સાથે કારોબાર કરી રહ્યું હતું, જો કે અંતિમ સેસનમાં ફંડો દ્વારા ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા તમામ ઉછાળો ધોવાયો હતો અને ભારતીય શેરબજાર સામાન્ય ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

    કરન્સી માર્કેટની વાત કરીએ તો, ચીન – અમેરિકા વેપાર કરાર થવાની આશા વચ્ચે આજે વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઘટતાં ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે ક્રૂડતેલના ભાવ પણ તેજી તરફી રહ્યા હતા.

    સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી, ટેલિકોમ્યુનિકેશન, ફાઈનાન્શિયલ સર્વિસીસ, સર્વિસીસ, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી, બેન્કેક્સ, એનર્જી અને ઓટો શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૭૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૦૫ અને વધનારની સંખ્યા ૨૨૩૨ રહી હતી, ૧૩૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટેક મહિન્દ્રા ૨.૨૭%, ટાટા મોટર્સ ૨.૦૧%, ઇન્ફોસિસ લિ. ૧.૫૧%, એચસીએલ ટેકનોલોજી ૧.૧૮%, ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૧૭%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૧૬%, ટીસીએસ લિ. ૧.૧૬%, આઈટીસી લિ. ૦.૯૬% અને એકસિસ બેન્ક ૦.૯૩% વધ્યા હતા, જયારે એશિયન પેઈન્ટ ૧.૨૭%, બજાજ ફાઈનાન્સ ૧.૧૬%, ટાટા સ્ટીલ ૦.૯૯%, બજાજ ફિનસર્વ ૦.૯૨%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૮૪%, મારુતિ સુઝુકી ૦.૮૨%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૬૯%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૬૫% અને એચડીએફસી બેન્ક ૦.૬૪% ઘટ્યા હતા.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, મે મહિનામાં અંદાજીત ૨૨ લાખ નવા ડીમેટ ખાતા ખોલવામાં આવ્યા હતા. આનાથી ખાતાઓની કુલ સંખ્યા ૧૯.૬૬ કરોડ થઈ ગઈ છે. શેરબજારમાં તેજીને કારણે ડીમેટ ખાતાઓની સંખ્યા વધી રહી છે. ડિસેમ્બર ૨૦૨૪ પછી નવા ખાતા ખોલવામાં આ પ્રથમ માસિક વધારો છે. જાન્યુઆરી અને એપ્રિલ વચ્ચે નવા ડીમેટ ખાતાઓમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. એક અંદાજ મુજબ જુલાઈ માસના મધ્ય સુધીમાં ખાતાઓની કુલ સંખ્યા ૨૦ કરોડને પાર કરશે. શેરના ભાવમાં વધારા વચ્ચે નવા રોકાણકારોને આકર્ષ્યા છે. ભારતીય ઇક્વિટી બજારમાં મે મહિનામાં ઉછાળો નોંધાયો હતો.

    નિફ્ટી અને સેન્સેક્સ અંદાજીત ૨ – ૨% મજબૂત થયા જયારે નિફ્ટી મિડકેપ ૧૦૦ ઇન્ડેક્સ ૬.૧% અને નિફ્ટી સ્મોલકેપ ૧૦૦ ઇન્ડેક્સ ૮.૭% વધ્યા છે. કોશ સેગમેન્ટમાં વેપાર પણ આઠ મહિનાની ટોચે પહોંચ્યો હતો. જે રોકાણકારોના રસમાં વધારો દર્શાવે છે. બીએસઈ અને એનએસઈ પરનું સરેરાશ દૈનિક ટર્નઓવર માસિક ધોરણે ૧૧% વધીને રૂ. ૧.૧૯ લાખ કરોડ થયું છે, જે સપ્ટેમ્બર ૨૦૨૪ પછી સૌથી વધુ છે. જો કે ટેરિફ વોરના કારણે વૈશ્વિક બજારોમાં સેન્ટીમેન્ટ ડહોળાયું છે. ત્યારે હજુ અનિશ્ચિતતાનો દોર કાયમ રહેવાની શકયતાએ આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.

    તા.૧૧.૦૬.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૧૦.૦૬.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૧૬૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૨૭૨ પોઈન્ટના પ્રથમ અને ૨૫૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૫૦૮૮ પોઈન્ટ થી ૨૫૦૦૮ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

    હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

    • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૪૨૮ ) :- પ્રાઇવેટ બેન્ક સેકટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૦૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૯૦ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૩૭ થી રૂ.૧૪૪૫ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૫૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૨૧૯ ) :- રૂ.૧૧૯૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૧૭૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૨૩૪ થી રૂ.૧૨૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • ઓરબિન્દો ફાર્મા ( ૧૧૭૧ ) :- રૂ.૧૧૪૪ નો પ્રથમ તેમજ રૂ.૧૧૨૭ બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૮૮ થી રૂ.૧૧૯૫ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે…!!
    • એસબીઆઈ કાર્ડ્સ ( ૧૦૦૫ ) :- નોન બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૨૭ થી રૂ.૧૦૩૪ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ટાટા કેમિકલ્સ ( ૯૫૪ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા કોમોડિટી કેમિકલ્સ સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૦૯ નાં સ્ટોપલોસને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૯૬૩ થી ૯૭૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • ઈન્ફોસિસ લિ. ( ૧૫૯૭ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૨૩ આસપાસ વેચવાલી થકી રૂ.૧૫૮૦ થી રૂ.૧૫૭૩ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૩૦ નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો..!!
    • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૪૪૨ ) :- રૂ.૧૪૭૪ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૪૮૦ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૪૨૪ થી રૂ.૧૪૦૮ નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૮૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • ભારત ફોર્જ ( ૧૩૩૩ ) :- ઓટો કમ્પોનન્ટ્સ એન્ડ ઇક્વિપ્મેંટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૩૬૦ આસપાસનાં સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૦૮ થી રૂ.૧૨૯૦ ના ભાવની આસપાસ રેન્જ બાઉન્ડ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • એક્સીસ બેન્ક ( ૧૨૩૭ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૭૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૦૭ થી રૂ.૧૧૯૭ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • અદાણી ગ્રીન ( ૧૦૬૪ ) :- રૂ.૧૦૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૯૪ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૧૦૪૭ થી રૂ.૧૦૩૦ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૦૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

    BSE Sensex Indian Stock Market Nifty futures
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 11, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 11, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 10, 2025
    આંતરરાષ્ટ્રીય

    Tariffs ના મારથી ચીનની નિકાસ ઘટી છે : ભાવ તૂટી રહ્યા છે

    June 10, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૩૦૩ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 9, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 9, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    મધ્યપૂર્વમાં વધુ એક યુદ્ધના ભણકારાં, American citizens ને પાછા બોલાવવા ટ્રમ્પનો આદેશ

    June 12, 2025

    Bangladesh ને રાષ્ટ્રગીતની ભેટ ટાગોરે આપી હતી, તેમની હવેલી હુમલાખોરોએ તોડી પાડી

    June 12, 2025

    US ના ટોપ જનરલે પાકિસ્તાનના કર્યા વખાણ,શાનદાર પાર્ટનર ગણાવ્યો

    June 12, 2025

    South Africa માં ભીષણ પૂર, 6 વિદ્યાર્થી સહિત 50ના મોત

    June 12, 2025

    Donald Trump ના ટેક્સ બિલની જોગવાઈઓને કારણે હજારો અમેરિકનની નોકરીઓ જોખમમાં

    June 12, 2025

    American સૈન્ય ઠેકાણાઓને નષ્ટ કરી દઇશું’, ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાનની ખુલ્લી ધમકી

    June 12, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    મધ્યપૂર્વમાં વધુ એક યુદ્ધના ભણકારાં, American citizens ને પાછા બોલાવવા ટ્રમ્પનો આદેશ

    June 12, 2025

    Bangladesh ને રાષ્ટ્રગીતની ભેટ ટાગોરે આપી હતી, તેમની હવેલી હુમલાખોરોએ તોડી પાડી

    June 12, 2025

    US ના ટોપ જનરલે પાકિસ્તાનના કર્યા વખાણ,શાનદાર પાર્ટનર ગણાવ્યો

    June 12, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.