રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૫.૦૬.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૯૯૮ સામે ૮૧૧૯૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૯૮૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૨૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૪૩ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૪૪૨ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૭૨૯ સામે ૨૪૭૫૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૭૧૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૯૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩૨ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૮૬૧ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
આરબીઆઈની હાલ ચાલી રહેલી મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજના દરો ઘટવાની અપેક્ષા તેમજ વિદેશી રોકાણકારો દ્વારા ખરીદી વધતાં આજે સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. વધુમાં અમેરિકા અને યુરોપિયન સેન્ટ્રલ બેન્કો દ્વારા પણ વ્યાજના દરોમાં ઘટાડો થવાની સંભાવના વધતા ભારતીય શેરબજારને ટેકો મળ્યો હતો.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ચાઈના સામે આક્રમક વલણ અપનાવીને સ્ટીલ સહિતની આયાત પર ૫૦% ટેરિફ લગાવતાં બન્ને દેશો વચ્ચે તણાવ છતાં ભારતીય શેરબજારમાં આજે લોકલ ફંડોની સાથે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો દ્વારા ખરીદીના આકર્ષણે મજબૂતી જોવાઈ હતી. અમેરિકા સાથે ભારતની ટ્રેડ ડિલ ૯, જુલાઈની મુદ્દત પૂર્વે થઈ જવાની અપેક્ષાએ અને ચાઈના સાથે અમેરિકાના વણસતા સંબંધોથી ભારતને ફાયદો થવાની અપેક્ષાએ ફંડોની શેરોમાં ફ્રન્ટલાઈન ખરીદી થતાં સેન્સેક્સ, નિફટી બેઝડ સુધારો જોવાયો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, વિદેશી રોકાણકારો તરફથી ડોલરની માંગ હોવા છતાં, ક્રૂડ ઓઇલના નબળા ભાવ અને વિદેશી ભંડોળના પ્રવાહને કારણે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે મજબૂત બન્યો હતો, જયારે વૈશ્વિક ક્રૂડતેલની નવી માંગ ધીમી પડતા ભાવમાં ઘટાડો નોંધાયો હતો.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓટો અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૨૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૨૨ અને વધનારની સંખ્યા ૨૨૫૯ રહી હતી, ૧૪૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ઝોમેટો લિ. ૪.૫૦%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૧.૯૬%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૬૫%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૩૭%, અદાણી પોર્ટ ૧.૩૫%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૧૨%, સન ફાર્મા ૧.૦૮%, આઈટીસી લિ. ૦.૭૨% અને હિન્દુસ્તાન યુનીલીવર ૦.૬૦% વધ્યા હતા, જયારે ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૪૧%, એકસિસ બેન્ક ૧.૦૬%, બજાજ ફિનસર્વ ૦.૬૩%, મારુતિ સુઝુકી ૦.૩૪%, કોટક બેન્ક ૦.૩૩%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૨૭%, એશિયન પેઈન્ટ ૦.૨૫% અને ટીસીએસ લિ. ૦.૨૫% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી, રૂપિયો ૦.૯% ઘટયો છે. મે મહિનામાં ક્રૂડના નીચા ભાવ અને ૩.૬૪ બિલિયન ડોલરના વિદેશી પોર્ટફોલિયો ઇનફ્લોએ રૂપિયાને ટેકો આપ્યો છે. ગયા અઠવાડિયે ફુગાવો ઘટતાં નિયમનકારનું ધ્યાન વૃદ્ધિ પર કેન્દ્રિત હોવાનું તેના વાર્ષિક અહેવાલમાં સ્પષ્ટ જણાવાયું હતું. પ્રમાણમાં સૌમ્ય ફુગાવાનો માહોલ, મધ્યમ પરંતુ સ્થિર વૃદ્ધિ સાથે, નાણાકીય નીતિના વલણને યોગ્ય ઠેરવે છે જે આર્થિક વિસ્તરણને ટેકો આપે છે. ગ્રાહક ભાવ ફુગાવો એપ્રિલમાં ૩.૩૪%થી ઘટીને ૩.૧૬% થયો છે જે એક મહિના પહેલા ૩.૩૪% હતો. દેશનો જીડીપી ૭.૪% વધ્યો છે, જે પાછલા ક્વાર્ટરમાં ૬.૪% હતો.
ભૂ-રાજકીય તણાવ અને વિદેશી નાણાંના પ્રવાહમાં વધારા અંગેની અનિશ્ચિતતા સ્થાનિક ચલણને અસર કરશે. કરન્સી ડીલરો નજીકના ભવિષ્યમાં રૂપિયો ૮૫-૮૬ ની રેન્જમાં ટ્રેડ થવાની અપેક્ષા રાખે છે. નાણાકીય નીતિ સમીક્ષામાં વ્યાજદર ઘટાડાની અપેક્ષાને કારણે નજીકના સમયગાળામાં રૂપિયો દબાણ હેઠળ રહી શકે છે. કારણ કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના દર ઘટાડાથી ચલણ પર ભાર પડવાની ધારણા છે. અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર તણાવ જેવા વૈશ્વિક અવરોધો ફરી ઉભરી આવ્યા છે, જેના કારણે ડોલર અને જાપાનીઝ યેન માટે સલામત-સ્વર્ગ માંગ ફરી ઉભી થતા નજીકના ગાળામાં રૂપિયો કેટલાક સમય સુધી દબાણ હેઠળ જોવા મળી શકે છે.
તા.૦૬.૦૬.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૦૫.૦૬.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૮૬૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૫૦૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૮૦૮ પોઈન્ટ થી ૨૪૭૩૭ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- બજાજ ફિનસર્વ ( ૧૯૫૬ ) :- બજાજ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૨૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૯૦૯ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૭૩ થી રૂ.૧૯૮૦ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૯૮૯ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- એસીસી લિ. ( ૧૮૮૮ ) :- રૂ.૧૮૬૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૮૪૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૯૦૩ થી રૂ.૧૯૨૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- એસબીઆઈ લાઈફ ( ૧૭૮૪ ) :- રૂ.૧૭૭૦ નો પ્રથમ તેમજ રૂ.૧૭૪૪ બીજા સ્ટ્રોંગ સપોર્ટથી લાઈફ ઈન્સ્યુરન્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૮૦૩ થી રૂ.૧૮૨૦ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે…!!
- સિપ્લા લિ. ( ૧૪૯૮ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૧૩ થી રૂ.૧૫૨૯ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૪૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ભારત ફોર્જ ( ૧૨૬૫ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ઓટો કમ્પોનન્ટ્સ એન્ડ ઇક્વિપ્મેંટ સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૨૩૦ નાં સ્ટોપલોસને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૨૭૭ થી ૧૨૯૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ભારતી એરટેલ ( ૧૮૮૩ ) :- ટેલિકોમ – સેલ્યુલર એન્ડ ફિક્સ્ડ લાઇન સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૦૯ આસપાસ વેચવાલી થકી રૂ.૧૮૭૦ થી રૂ.૧૮૫૫ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૨૦ નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો..!!
- સન ફાર્મા ( ૧૬૮૭ ) :- રૂ.૧૭૦૭ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૭૧૭ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૬૭૦ થી રૂ.૧૬૪૪ નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૭૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- હેવેલ્સ ઈન્ડિયા ( ૧૪૯૩ ) :- કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૫૨૦ આસપાસનાં સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૪૮૦ થી રૂ.૧૪૬૪ ના ભાવની આસપાસ રેન્જ બાઉન્ડ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૪૫૯ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૪૩૪ થી રૂ.૧૪૦૮ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- વોલ્ટાસ લિ. ( ૧૨૪૨ ) :- રૂ.૧૨૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૮૪ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૧૨૨૩ થી રૂ.૧૨૦૮ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૦૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

