Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    27 ઓગસ્ટ નું પંચાંગ

    August 26, 2025

    27 ઓગસ્ટ નું રાશિફળ

    August 26, 2025

    Oman Team પહેલી વાર એશિયા કપમાં ભાગ લેશે,ભારતના ગ્રુપમાં શામેલ છે

    August 26, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 27 ઓગસ્ટ નું પંચાંગ
    • 27 ઓગસ્ટ નું રાશિફળ
    • Oman Team પહેલી વાર એશિયા કપમાં ભાગ લેશે,ભારતના ગ્રુપમાં શામેલ છે
    • તંત્રી લેખ…રાજકીય અને ચૂંટણી સુધારાઓ અંગે મૂંઝવણમાં મુકાયેલા વિપક્ષી પક્ષો
    • Ahmedabad યુરોપની ટુરના બહાને ચાર વ્યક્તિ સાથે ૨૪ લાખની છેતરિંપડી
    • Rajkot માં માત્ર ૧૩ વર્ષની બાળકી પર વારંવાર દુષ્કર્મ : વિધર્મી સકંજામાં
    • Dubai ની ઇન્ડિગો ફ્લાઇટના ટોઇલેટમાંથી ૧.૯૩ કરોડનું બિનવારસી સોનું મળ્યું
    • America માં વિરોધ બાદ વોશિંગ્ટન-શિકાગો પર નેશનલ ગાડ્‌ર્સનું નિયંત્રણ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty Futures ૨૫૨૦૨ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    વ્યાપાર

    Nifty Futures ૨૫૨૦૨ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    Vikram RavalBy Vikram RavalJune 20, 2025No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૦.૦૬.૨૦૨૫ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૩૬૧ સામે ૮૧૩૫૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૩૨૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૭૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૪૬ પોઈન્ટના ઉછાળા સાથે ૮૨૪૦૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૮૦૩ સામે ૨૪૮૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૮૦૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૦૮ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૧૧૧ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    જીઓ-પોલિટિકલ ટેન્શન વચ્ચે છેલ્લા ત્રણ ટ્રેડીંગ સેશનથી ઘટાડો નોંધાવ્યા બાદ આજે સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. તાજેતરમાં યુ.એસ. ફેડરલ રિઝર્વ ઓપન માર્કેટ કમિટીની બે દિવસીય મીટિંગમાં વ્યાજ દરમાં સ્થિરતા જાળવતાં, જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ વચ્ચે ભારતીય અર્થતંત્રની મજબૂત સ્થિતિ, નીચા મથાળે ખરીદીની અસર, ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાની અસર તેમજ સ્થાનિક સંસ્થાગત રોકાણકારો અને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા બજારમાં નોંધપાત્ર પ્રમાણમાં રોકાણને કારણે બજારમાં લિક્વિડિટી વધ્યા જેવા પરિબળોને કારણે શેરબજારમાં પોઝીટીવ માહોલ જોવા મળ્યો હતો.

    કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો અને અમેરિકન ચલણમાં નબળાઈએ આજે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે મજબૂત બન્યો હતો, જોકે ઇઝરાયલ-ઈરાન યુદ્ધમાં વધારો થવાને કારણે સાવચેતી રાખવાથી વધારો મર્યાદિત રહ્યો હતો, જયારે

    સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૨૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ટેલિકોમ્યુનિકેશન, રિયલ્ટી, યુટીલીટીઝ, પાવર, ટેક, ફાઈનાન્શિયલ સર્વિસીસ, ઈન્ડસ્ટ્રીયલ્સ, કેપિટલ ગુડ્સ, બેન્કેક્સ અને કંઝ્યુમર ડિસ્ક્રીશનરી શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૯૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૮૪ અને વધનારની સંખ્યા ૨૪૬૩ રહી હતી, ૧૪૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે મારુતિ સુઝુકી ૦.૦૨% ઘટ્યો હતા, જયારે ભારતી એરટેલ ૩.૨૭%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૯૩%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૨.૩૮%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૨.૧૬%, નેસ્લે ઇન્ડિયા ૧.૯૭%, એનટીપીસી લિ. ૧.૭૦%, ઝોમેટો લિ. ૧.૬૨%, એચડીએફસી બેન્ક ૧.૬૦%, એચસીએલ ટેકનોલોજી ૧.૫૧% અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૧.૪૪% વધ્યા હતા.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, યુએસ સેન્ટ્રલ બેન્ક ફેડરલ રિઝર્વની ફેડરલ ઓપન માર્કેટ કમિટીએ ફરી એકવાર તેના બેન્ચમાર્ક વ્યાજ દરમાં ફેરફાર કર્યો નથી. હવે આ દર ૪.૨૫%થી ૪.૫%ની વચ્ચે રહેશે. મીટિંગ પછી જારી કરાયેલા એક નિવેદનમાં, ફેડરલે કહ્યું હતું કે ફુગાવો હજુ પણ થોડો ઊંચો છે, બેરોજગારીનો દર હજુ પણ ઓછો છે અને શ્રમ બજારની સ્થિતિ મજબૂત છે. વૈશ્વિક સંઘર્ષો અને સ્થાનિક નીતિ પરિવર્તન વચ્ચે ફેડ સમયસર યોગ્ય પગલાં લઈ શકે તે માટે વ્યાજ દર સ્થિર રાખવો મહત્વપૂર્ણ છે. તેમણે ચેતવણી આપી હતી કે આગામી મહિનાઓમાં ચીજ વસ્તુઓના ભાવ વધી શકે છે કારણ કે ટેરિફની અસર ધીમે ધીમે સપ્લાય ચેઇન દ્વારા બજારમાં પહોંચશે.

    આ ટેરિફની કિંમતનો અમુક ભાગ સામાન્ય ગ્રાહકો પર પણ પડશે. ઘણા રિટેલર્સ હાલમાં જૂનો સ્ટોક વેચી રહ્યા છે, પરંતુ ટૂંક સમયમાં નવો, ટેરિફ-અસરગ્રસ્ત સ્ટોક બજારમાં આવશે. ટેરિફની અસર સમગ્ર સપ્લાય ચેઇન પર ધીમે ધીમે પડી રહી છે, કારણ કે મહિનાઓ પહેલા ઘણી વસ્તુઓની આયાત કરવામાં આવી હતી. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની બદલાતી ટેરિફ નીતિઓને કારણે વર્તમાન પરિસ્થિતિ ખૂબ જ અનિશ્ચિત ત્યારે આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.

    તા.૨૩.૦૬.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૨૦.૦૬.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૧૧૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૨૦૨ પોઈન્ટના પ્રથમ અને ૨૫૨૩૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૫૦૦૮ પોઈન્ટ થી ૨૪૯૩૯ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૨૦૨ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

    હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

    • એસબીઆઈ લાઈફ ( ૧૮૦૯ ) :- લાઈફ ઇન્સ્યુરન્સ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૮૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૭૩ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૨૪ થી રૂ.૧૮૩૩ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૪૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • ગ્લેનમાર્ક ફાર્મા ( ૧૬૪૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૬૨૬ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૬૦૬ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૬૫૭ થી રૂ.૧૬૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • ભારત ફોર્જ ( ૧૨૭૮ ) :- રૂ.૧૨૪૪ નો પ્રથમ તેમજ રૂ.૧૨૩૦ બીજા સપોર્ટથી ઓટો કમ્પોનન્ટ્સ અને ઇક્વિપ્મેંટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૯૪ થી રૂ.૧૩૦૩ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે…!!
    • વોલ્ટાસ લિ. ( ૧૨૬૬ ) :- હાઉસહોલ્ડ એપ્લાયેન્સીસ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૮૩ થી રૂ.૧૨૯૦ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૨૧૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૧૦૧૨ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૭૪ નાં સ્ટોપલોસને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૦૩૪ થી ૧૦૪૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • એચડીએફસી બેન્ક ( ૧૯૬૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૮૮ આસપાસ વેચવાલી થકી રૂ.૧૯૩૩ થી રૂ.૧૯૦૯ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૦૦૩ નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો..!!
    • એચસીએલ ટેકનોલોજી ( ૧૭૩૪ ) :- રૂ.૧૭૬૪ આસપાસ ટેકનિકલ ગ્રાફ મુજબ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૭૭૦ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૭૦૭ થી રૂ.૧૬૯૦ નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૭૮૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • ટેક મહિન્દ્રા ( ૧૬૯૬ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૭૪૦ આસપાસનાં સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૬૭૬ થી રૂ.૧૬૬૦ ના ભાવની આસપાસ ટેકનિકલ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • અદાણી પોર્ટસ ( ૧૩૫૦ ) :- પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૭૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૩૩ થી રૂ.૧૩૧૭ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૧૮૫ ) :- રૂ.૧૨૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૧૭ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૧૧૭૦ થી રૂ.૧૧૪૪ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    BSE Sensex Indian Stock Market Nifty futures
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    રૂના ભાવ 4 ટકા તૂટયા : હવે ટેકાના ભાવે ‘અમર્યાદિત’ ખરીદી કરાશે

    August 26, 2025
    રાષ્ટ્રીય

    ખાદ્ય – ટેક્સટાઈલ ઉત્પાદનો 5%ના નીચા GST સ્લેબમાં જશે

    August 26, 2025
    વ્યાપાર

    Stock market 600 પોઈન્ટ – રૂપિયો 15 પૈસા તૂટયા : સોના-ચાંદીમાં તેજી

    August 26, 2025
    વ્યાપાર

    Nifty Future ૨૫૦૮૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    August 25, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    August 25, 2025
    મુખ્ય સમાચાર

    એક્સપર્ટના: Silver ના ભાવ ટૂંક સમયમાં 2 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે

    August 25, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    27 ઓગસ્ટ નું પંચાંગ

    August 26, 2025

    27 ઓગસ્ટ નું રાશિફળ

    August 26, 2025

    Oman Team પહેલી વાર એશિયા કપમાં ભાગ લેશે,ભારતના ગ્રુપમાં શામેલ છે

    August 26, 2025

    તંત્રી લેખ…રાજકીય અને ચૂંટણી સુધારાઓ અંગે મૂંઝવણમાં મુકાયેલા વિપક્ષી પક્ષો

    August 26, 2025

    Ahmedabad યુરોપની ટુરના બહાને ચાર વ્યક્તિ સાથે ૨૪ લાખની છેતરિંપડી

    August 26, 2025

    Rajkot માં માત્ર ૧૩ વર્ષની બાળકી પર વારંવાર દુષ્કર્મ : વિધર્મી સકંજામાં

    August 26, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    27 ઓગસ્ટ નું પંચાંગ

    August 26, 2025

    27 ઓગસ્ટ નું રાશિફળ

    August 26, 2025

    Oman Team પહેલી વાર એશિયા કપમાં ભાગ લેશે,ભારતના ગ્રુપમાં શામેલ છે

    August 26, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.