રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૬.૦૭.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૫૭૦ સામે ૮૨૫૩૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૨૩૪૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૪૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૩ પોઈન્ટના ઉછાળા સાથે ૮૨૬૩૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૨૬૫ સામે ૨૫૨૩૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૧૬૨ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૨૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૯ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૨૪૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
દેશભરમાં ચોમાસું સામાન્યથી સારૂ નીવડી રહ્યું હોઈ અને રિટેલ ફુગાવાનો આંક પણ ઘટીને આવતાં પોઝિટીવ પરિબળે આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપીય યુનિયન, કેનેડા સહિતના દેશોને આકરાં ટેરિફની ચીમકી આપતાં અને બીજી તરફ રશીયા સાથે ફરી ટ્રમ્પના ટકરાવના અહેવાલ અને તાઈવાન મામલે ચાઈના અને અમેરિકા વચ્ચે ઘર્ષણ વધવાના એંધાણે જીઓપોલિટીકલ ટેન્શન વધવાની શકયતાએ વૈશ્વિક બજારોમાં સાવચેતીથી વિપરીત ભારત માટે અમેરિકાના ઓછા ટેરિફની અટકળોએ ભારતીય શેરબજારમાં આજે ઘટાડાને બ્રેક લાગી હતી.
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં વેચવાલી અટક્યા સાથે લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદી વધતાં આજે બજાર ઈન્ડેક્સ બેઝડ પોઝિટીવ ઝોનમાં રહ્યું હતું. ટ્રમ્પ ભારત માટે ટેરિફમાં સોફ્ટ બની ૨૦% જેટલી ટેરિફ લાગુ કરે એવા અહેવાલો તેમજ ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર ક્ષેત્રે ભારતની નિકાસો પર અમેરિકામાં અપેક્ષાથી ઓછી ટેરિફ લાગુ થવાની અટકળો અને ઈલોન મસ્કના ટેસ્લા કારના ભારતમાં શુભાગમન સાથે પ્રથમ શોરૂમ મુંબઈમાં શરૂ કરવામાં આવતાં અમેરિકા-ભારત વચ્ચે ટ્રેડ ડિલની વાટાઘાટમાં પોઝિટીવ અસરની અપેક્ષાએ પણ શેરોમાં તેજી જોવાઈ હતી.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, બુધવારે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને અપેક્ષા કરતાં ઓછી વેપાર ખાધ વચ્ચે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો નબળો પડ્યો હતો.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ, કોમોડિટીઝ, કેપિટલ ગુડ્સ, હેલ્થકેર અને ઇન્ડસ્ટ્રીયલ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૧૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૧૮ અને વધનારની સંખ્યા ૨૩૩૮ રહી હતી, ૧૬૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૧૦%, ટેક મહિન્દ્રા ૧.૯૪%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૧.૮૧%, ઇન્ફોસિસ લિ. ૧.૫૦%, અદાણી પોર્ટ ૦.૭૮%, એશિયન પેઈન્ટ ૦.૭૩%, આઈટીસી લિ. ૦.૫૪%, એકસિસ બેન્ક ૦.૨૧% અને મારુતિ સુઝુકી ૦.૨૦% વધ્યા હતા, જયારે ઇતર્નલ ૧.૫૮%, સન ફાર્મા ૧.૫૫%, ટાટા સ્ટીલ ૧.૧૦%, ટાટા મોટર્સ ૦.૮૭%, બજાજ ફાઈનાન્સ ૦.૭૧%, ભારત ઈલેક્ટ્રોનિક્સ ૦.૬૭%, ટીસીએસ લિ. ૦.૬૩% અને પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૫૦% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો, દેશમાં મોંઘવારી છેલ્લા બે મહિનાથી સતત ઘટી રહી છે. જૂનમાં જથ્થાબંધ મોંઘવારી ઘટી -૦.૧૩ સાથે ૨૦ માસના તળિયે પહોંચી છે. જ્યારે રિટેલ ફુગાવો ૬ વર્ષના તળિયે નોંધાયો છે. ખાદ્ય પર્દાથોની કિંમતોના ભાવ ઘટતા જૂનમાં રિટેલ ફુગાવો ઘટીને ૨.૧% રહ્યો, જે છેલ્લા છ વર્ષની નીચલી સપાટી છે. ફુગાવાનો આ દર આરબીઆઇના કમ્ફર્ટ ઝોનમાં છે. કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત ફુગાવો મે, ૨૦૨૫માં ૨.૮૨% અને જૂન, ૨૦૨૪માં ૫.૦૮% હતો. નવેમ્બર ૨૦૨૪ પછી ફુગાવામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (NSO) એ એક નિવેદનમાં જણાવ્યું છે કે જૂન, ૨૦૨૪ની સરખામણીમાં જૂન, ૨૦૨૫માં રીટેલ ફુગાવો ૨.૧% રહ્યો છે. જથ્થાબંધ ફુગાવો જૂનમાં -૦.૧૩% નોંધાયો છે. જે અગાઉ ઓક્ટોબર, ૨૦૨૩માં તે -૦.૫૬% હતી. મે, ૨૦૨૫માં ૦.૩૯% અને એપ્રિલ, ૨૦૨૫માં ૦.૮૫% હતી. રોજિંદા જીવન જરૂરિયાત અને ખાણી-પીણીની ચીજોના ભાવ ઘટતાં મોંઘવારીમાં ઘટાડો થયો છે. ત્યારે આગામી દિવસોમાં ભારતીય અર્થતંત્ર અને શેરબજાર પર તેની પોઝીટીવ અસર જોવા મળી શકે છે.
તા.૧૭.૦૭.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૧૬.૦૭.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૨૪૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૪૦૪ પોઈન્ટના પ્રથમ અને ૨૫૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૫૧૮૮ પોઈન્ટ થી ૨૫૦૮૮ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૪૦૪ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- ઓબેરોય રિયલ્ટી ( ૧૮૨૫ ) :- રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૮૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૭૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૪૪ થી રૂ.૧૮૫૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૬૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- ટાટા કોમ્યુનિકેશન્સ ( ૧૭૨૯ ) :- ટેલિકોમ – સેલ્યુલર અને ફિક્સ્ડ લાઇન સર્વિસ સેક્ટરના આ સ્ટોક રૂ.૧૬૯૬ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૬૮૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૭૪૭ થી રૂ.૧૭૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૪૮૯ ) :- રૂ.૧૪૭૦ નો પ્રથમ તેમજ રૂ.૧૪૬૪ બીજા સપોર્ટથી રીફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૯૭ થી રૂ.૧૫૦૮ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે…!!
- ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૨૬૮ ) :- પર્સનલ કેર સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૮૪ થી રૂ.૧૨૯૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૨૩૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- જેએસડબ્લ્યૂ સ્ટીલ ( ૧૦૩૧ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૮૬ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૦૪૭ થી ૧૦૫૫ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- એચડીએફસી બેન્ક ( ૧૯૯૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૦૧૩ આસપાસ વેચવાલી થકી રૂ.૧૯૭૩ થી રૂ.૧૯૬૦ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૦૨૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- ટેક મહિન્દ્રા ( ૧૬૧૧ ) :- રૂ.૧૬૩૪ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૬૪૦ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૫૯૫ થી રૂ.૧૫૮૮ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૪૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- ભારત ફોર્જ ( ૧૨૩૩ ) :- ઓટો કમ્પોનન્ટ્સ અને ઇક્વિપ્મેંટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૬૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૦૮ થી રૂ.૧૧૮૮ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ઓરબિન્દો ફાર્મા ( ૧૧૫૩ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૭૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૩૭ થી રૂ.૧૧૨૫ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૯૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- ટાટા કેમિકલ્સ ( ૯૪૨ ) :- રૂ.૯૭૪ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૯૮૫ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૨૭ થી રૂ.૯૦૯ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૯૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!