Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    27 ઓગસ્ટ નું પંચાંગ

    August 26, 2025

    27 ઓગસ્ટ નું રાશિફળ

    August 26, 2025

    Oman Team પહેલી વાર એશિયા કપમાં ભાગ લેશે,ભારતના ગ્રુપમાં શામેલ છે

    August 26, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 27 ઓગસ્ટ નું પંચાંગ
    • 27 ઓગસ્ટ નું રાશિફળ
    • Oman Team પહેલી વાર એશિયા કપમાં ભાગ લેશે,ભારતના ગ્રુપમાં શામેલ છે
    • તંત્રી લેખ…રાજકીય અને ચૂંટણી સુધારાઓ અંગે મૂંઝવણમાં મુકાયેલા વિપક્ષી પક્ષો
    • Ahmedabad યુરોપની ટુરના બહાને ચાર વ્યક્તિ સાથે ૨૪ લાખની છેતરિંપડી
    • Rajkot માં માત્ર ૧૩ વર્ષની બાળકી પર વારંવાર દુષ્કર્મ : વિધર્મી સકંજામાં
    • Dubai ની ઇન્ડિગો ફ્લાઇટના ટોઇલેટમાંથી ૧.૯૩ કરોડનું બિનવારસી સોનું મળ્યું
    • America માં વિરોધ બાદ વોશિંગ્ટન-શિકાગો પર નેશનલ ગાડ્‌ર્સનું નિયંત્રણ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty futures ૨૩૩૭૩ પોઈન્ટ ઉપર તેજી રહેશે..!!
    વ્યાપાર

    Nifty futures ૨૩૩૭૩ પોઈન્ટ ઉપર તેજી રહેશે..!!

    Vikram RavalBy Vikram RavalMarch 20, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૦.૦૩.૨૦૨૫ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૫૪૪૯ સામે ૭૫૯૧૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૫૬૮૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૭૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૯૯ પોઈન્ટના ઉછાળા સાથે ૭૬૩૪૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૯૭૨ સામે ૨૩૦૬૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૩૦૧૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૨૭ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૨૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    યુક્રેન-રશીયા વચ્ચેના યુદ્વનો અંત લાવવા અમેરિકી રાષ્ટ્રપતિ સાથે વાટાઘાટમાં રશીયાના પ્રમુખ પુતિને કેટલીક આકરી શરતો સાથે તૈયારી બતાવતાં અને ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરો જાળવી રાખતા અને આગામી સમયમાં બે વખત રેટ કટ કરવાનો નિર્ણય જાહેર કરતાં વૈશ્વિક સ્તરે આર્થિક ગતિવિધિઓમાં સુધારાના અહેવાલોના પગલે આજે સતત ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો.

    ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફની ભીતિ વચ્ચે અમેરિકાની ઈકોનોમી મજબૂત હોવાના સંકેતો, ટેરિફ મુદ્દે સમાધાનની ચર્ચાઓ તેમજ એશિયન બજારોમાં પણ મોટા કરેક્શન બાદ ઉછાળાની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી હતી અને સેન્સેકસે ફરી ૭૬૦૦૦ પોઈન્ટનું અને નિફ્ટી ફ્યુચરે ૨૩૦૦૦ પોઈન્ટનું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યા હતા.

    ઉપરાંત, ભારતીય શેરબજાર ઓવરસોલ્ડ પોઝિશનમાં હોવાથી અને નાણા વર્ષ ૨૦૨૪-૨૫નો અંત આવી રહ્યો હોઈ માર્ચ એન્ડિંગ પૂર્વે ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો દ્વારા પાછલા દિવસોમાં ઉછાળે વેચેલા સારા શેરોમાં વેલ્યુબાઈંગ કરતાં આજે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

    કરન્સી માર્કેટની વાત કરીએ તો, ટેરીફ વોરના પગલે અનિશ્ચિતતા યથાવત્ રહેતા ડોલર ઈન્ડેક્સમાં ઘટાડો નોંધાતા રૂપિયાના મૂલ્યમાં સુધારો જોવા મળ્યો હતો, જયારે ક્રૂડઓઈલના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા.

    બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ટેલિકોમ્યુનિકેશન, ટેક, ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, ઓટો, આઈટી, ફોકસ્ડ આઇટી, હેલ્થકેર અને એફએમસીજી શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૪૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૦૬ અને વધનારની સંખ્યા ૨૪૧૦ રહી હતી, ૧૩૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ભારતી એરટેલ ૪.૧૭%, ટાઈટન કંપની ૩.૮૨%, ટીસીએસ લી. ૧.૮૮%, હિન્દુસ્તાન યુનીલીવર ૧.૮૬%, ઇન્ફોસિસ લી. ૧.૭૪%, નેસ્લે ઇન્ડિયા ૧.૬૮%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૬૭%, મહિન્દ્રા & મહિન્દ્રા ૧.૫૬% અને એચડીએફસી બેન્ક ૧.૩૪% વધ્યા હતા, જયારે ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૨૩%, બજાજ ફાઈનાન્સ ૦.૬૬% અને અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૧૫ ઘટ્યા હતા.

    ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં ભારે લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન          ૩.૩૨ લાખ કરોડ વધીને ૪૦૮.૩૩ લાખ કરોડ રહ્યું હતું.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, બહારી માંગ પર ભારતની ઓછી નિર્ભરતાને કારણે તેને અમેરિકાની ટેરિફ વોરની ખાસ અસર જોવા નહીં મળે એમ જણાવી રેટિંગ એજન્સી ફીચે નાણાં વર્ષ ૨૦૨૬ માટે ભારતના આર્થિક વિકાસ દરના ૬.૫૦%ના અંદાજને જાળવી રાખ્યો છે. નાણાં વર્ષ ૨૦૨૭માં પણ ભારતનો આર્થિક વિકાસ દર ૬%થી વધુ રહી ૬.૩૦% રહેવા ફીચ દ્વારા ધારણાં મૂકવામાં આવી છે. નાણાં વર્ષ ૨૦૨૬ માટેના ૬.૫૦%ના અંદાજને જાળવી રખાયો છે જ્યારે નાણાં વર્ષ ૨૦૨૭ માટેનો અંદાજ ૬.૨૦% પરથી વધારી ૬.૩૦% મુકાયો હોવાનું ફીચના રિપોર્ટમાં જણાવાયું છે.

    રિઝર્વ બેન્કે આગામી નાણાં વર્ષ માટે જીડીપી અંદાજ ૬.૭૦% મૂકયો છે. ભારતમાં ઉપભોગતા તથા વેપાર વિશ્વાસ મજબૂત છે એટલું જ નહીં ઈન્ફ્રાસ્ટ્રકચર વિસ્તરણ ઈન્વેસ્ટમેન્ટને ટેકો આપી રહ્યું છે. ક્ષમતા ઉપયોગીતા ઊંચી જળવાઈ રહી છે અને નિકાસમાં પણ વધારો જોવા મળી રહ્યાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. વર્તમાન નાણાં વર્ષ માટે ૬.૪૦%ની ધારણાં મૂકવામાં આવી છે. ભારતમાં ફુગાવો રિઝર્વ બેન્કના ૪%ના ટાર્ગેટની નજીક સરકી રહ્યો હોવાનું ધ્યાનમાં રાખી ફીચે વ્યાજ દરમાં કપાતને લઈને આશાવાદ વ્યકત કર્યો છે.

    તા.૨૧.૦૩.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    તા.૨૦.૦૩.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૩૨૦૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૩૩૦૩ પોઈન્ટના પ્રથમ અને ૨૩૩૭૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૩૦૮૮ પોઈન્ટ થી ૨૩૦૦૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૩૩૭૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    તા.૨૦.૦૩.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૦૦૯૭ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૦૩૩૦ પોઈન્ટ પ્રથમ અને ૫૦૪૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૪૯૯૭૯ પોઈન્ટ થી ૪૯૮૮૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૦૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • સિપ્લા લિ. ( ૧૫૧૩ ) :- ફાર્મા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૭૪ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૩૭ થી રૂ.૧૫૪૫ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૫૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • હેવેલ્સ ઈન્ડિયા ( ૧૫૦૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૮૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૬૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૫૩૩ થી રૂ.૧૫૪૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • ડૉ. રેડ્ડી`ઝ લેબોરેટરી ( ૧૧૮૮ ) :- રૂ.૧૧૬૦ નો પ્રથમ તેમજ રૂ.૧૧૪૪ બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૦૩ થી રૂ.૧૨૧૮ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૧૦૩ ) :- પર્સનલ કેર સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૨૩ થી રૂ.૧૧૩૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૭૯ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • જેએસડબ્લ્યૂ સ્ટીલ ( ૧૦૪૯ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૦૦૮ સ્ટોપલોસ આસપાસ આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૦૬૪ થી રૂ.૧૦૭૦ આસપાસ ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • એસબીઆઈ લાઈફ ( ૧૫૦૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ લાઈફ ઈન્સ્યુરન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૩૭ આસપાસ વેચવાલી થકી રૂ.૧૪૮૮ થી રૂ.૧૪૭૪ ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • વોલ્ટાસ લિ. ( ૧૪૭૬ ) :- રૂ.૧૫૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૫૨૦ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૪૬૦ થી રૂ.૧૪૩૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૩૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • અદાણી પોર્ટ્સ ( ૧૧૭૪ ) :- પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ પ્રોજેક્ટ્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૨૦ ના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૬૦ થી રૂ.૧૧૪૪ ના ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • એક્સિસ બેન્ક ( ૧૦૫૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૩૪ થી રૂ.૧૦૧૭ ના ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૦૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ટાટા કન્ઝ્યુમર ( ૯૬૮ ) :- રૂ.૯૮૯ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૯૯૪ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૯૪૪ થી રૂ.૯૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૦૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.

    BSE Sensex Indian Stock Market Nifty futures
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    રૂના ભાવ 4 ટકા તૂટયા : હવે ટેકાના ભાવે ‘અમર્યાદિત’ ખરીદી કરાશે

    August 26, 2025
    રાષ્ટ્રીય

    ખાદ્ય – ટેક્સટાઈલ ઉત્પાદનો 5%ના નીચા GST સ્લેબમાં જશે

    August 26, 2025
    વ્યાપાર

    Stock market 600 પોઈન્ટ – રૂપિયો 15 પૈસા તૂટયા : સોના-ચાંદીમાં તેજી

    August 26, 2025
    વ્યાપાર

    Nifty Future ૨૫૦૮૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    August 25, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    August 25, 2025
    મુખ્ય સમાચાર

    એક્સપર્ટના: Silver ના ભાવ ટૂંક સમયમાં 2 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે

    August 25, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    27 ઓગસ્ટ નું પંચાંગ

    August 26, 2025

    27 ઓગસ્ટ નું રાશિફળ

    August 26, 2025

    Oman Team પહેલી વાર એશિયા કપમાં ભાગ લેશે,ભારતના ગ્રુપમાં શામેલ છે

    August 26, 2025

    તંત્રી લેખ…રાજકીય અને ચૂંટણી સુધારાઓ અંગે મૂંઝવણમાં મુકાયેલા વિપક્ષી પક્ષો

    August 26, 2025

    Ahmedabad યુરોપની ટુરના બહાને ચાર વ્યક્તિ સાથે ૨૪ લાખની છેતરિંપડી

    August 26, 2025

    Rajkot માં માત્ર ૧૩ વર્ષની બાળકી પર વારંવાર દુષ્કર્મ : વિધર્મી સકંજામાં

    August 26, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    27 ઓગસ્ટ નું પંચાંગ

    August 26, 2025

    27 ઓગસ્ટ નું રાશિફળ

    August 26, 2025

    Oman Team પહેલી વાર એશિયા કપમાં ભાગ લેશે,ભારતના ગ્રુપમાં શામેલ છે

    August 26, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.