Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Porbandar; મહિલાની હત્યામાં બે પિતરાઈ બહેનને આજીવન કેદ

    August 4, 2025

    Rajkot; રાજકોટમાં વધુ એક લોથ ઢળી,શ્રમિકની કરપીણ હત્યા

    August 4, 2025

    Gondal; કારમાંથી રૂપિયા 2.71 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

    August 4, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Porbandar; મહિલાની હત્યામાં બે પિતરાઈ બહેનને આજીવન કેદ
    • Rajkot; રાજકોટમાં વધુ એક લોથ ઢળી,શ્રમિકની કરપીણ હત્યા
    • Gondal; કારમાંથી રૂપિયા 2.71 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
    • Bhavnagar: તળાજા ના ટીમાણા ગામે થી રૂ 4.07 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
    • Jamnagar: જામજોધપુરમાં ચાર સ્થળે જુગારના દરોડા
    • Junagadh વાહન અકસ્માતમાં દંપતીના મૃત્યુ કેસમા વ્યાજ સહિત 2.20 કરોડનું વળતર મંજૂર
    • Rajkot માં બે સ્થળે જુગાર ધામ ઝડપાયું
    • મંદિર ખાનગી હોઈ શકે છે, પરંતુ ભગવાન દરેકના છે: Supreme Court
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Union Finance Minister Nirmala Sitharaman મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કર્યું
    વ્યાપાર

    Union Finance Minister Nirmala Sitharaman મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કર્યું

    Vikram RavalBy Vikram RavalJuly 23, 2024No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.૨૩

    કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કર્યું છે. નિર્મલા સીતારમણે બજેટમાં અનેક મહત્ત્વની જાહેરાતો કરી છે. ઉલ્લેખનીય છે કે બજેટ રજૂ કરતા દરમિયાન નાણામંત્રીએ કહ્યું હતું કે સરકારનું ધ્યાન ’ગરીબો, મહિલાઓ, ખેડૂતો અને યુવાનો પર છે.

    નાણામંત્રી નિર્મલા સીતારમણે આવકવેરાના સ્લેબમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. હવે સ્ટાન્ડર્ડ ડિડક્શન લિમિટ ૫૦ હજાર રૂપિયાથી વધારીને ૭૫ હજાર રૂપિયા કરવામાં આવી છે. આ સિસ્ટમમાં ૩ લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ લાગશે નહીં. ૩ થી ૭ લાખ રૂપિયાની આવક પર ૫ ટકા ટેક્સ ચૂકવવો પડશે. જો આવક ૭ થી ૧૦ લાખ રૂપિયા હોય તો ૧૦ ટકાના દરે ઈન્કમ ટેક્સ વસૂલવામાં આવશે. ૧૦ થી ૧૨ લાખની કરપાત્ર આવક પર ૧૫ ટકાના દરે ટેક્સ વસૂલવામાં આવશે. તેમજ ૧૨ થી ૧૫ લાખની કરપાત્ર આવક પર ૨૦ ટકા ટેક્સ ભરવો પડશે. આ ઉપરાંત ૧૫ લાખથી વધુની કરપાત્ર આવક પર ૩૦ ટકાના દરે ટેક્સ વસૂલવામાં આવશે.

    ભારતની આર્થિક પ્રગતિ સાચા માર્ગ પર છે. ભારતનો ફુગાવો નીચો અને સ્થિર છે. ભારતમાં ફુગાવાનો દર ૪ ટકાના લક્ષ્ય તરફ છે. ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની સરખામણીમાં ઘણી સારી સ્થિતિમાં છે.

    સરકારનું ધ્યાન ગરીબો, મહિલાઓ, ખેડૂતો અને યુવાનો પર છે તેમજ રોજગાર સર્જનની તકો પર પણ ધ્યાન કેન્દ્રિત છે. રોજગારીની તકો માટે ૫ યોજનાઓ જાહેર કરવામાં આવી છે. વચગાળાના બજેટમાં અમે વિકસિત ભારત માટે રોડમેપનું વચન આપ્યું હતું. સરકારે રોજગાર માટે ૨ લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે.

    નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં કહ્યું હતું કે ’સરકાર આગામી પાંચ વર્ષમાં ટોપ-૫૦૦ કંપનીઓમાં એક કરોડ યુવાનોને ઇન્ટર્નશિપની તક આપશે. આ ઇન્ટર્નશિપ ૧૨ મહિના માટે હશે. આમાં, યુવાનોને વ્યવસાયના વાસ્તવિક વાતાવરણને જાણવાની અને વિવિધ વ્યવસાયોના પડકારોને જાણવાની તક મળશે.

    આ અંતર્ગત યુવાનોને દર મહિને ૫૦૦૦ રૂપિયાનું ભથ્થું પણ આપવામાં આવશે. આટલું જ નહીં, તેમને છ હજાર રૂપિયા એકમુશ્ત મદદ તરીકે આપવામાં આવશે. કંપનીઓએ તેમની કોર્પોરેટ સામાજિક જવાબદારીના ભાગરૂપે તાલીમ ખર્ચ અને ૧૦ ટકા ઇન્ટર્નશિપ ખર્ચ સહન કરવો પડશે.

    નાણામંત્રીએ દેશના પૂર્વના રાજ્યોના વિકાસ માટે પૂર્વોદય યોજનાની જાહેરાત કરી છે. કેન્દ્રએ બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્ર પ્રદેશના વિકાસ માટે પૂર્વોદય યોજનાની જાહેરાત કરી છે. આ અંતર્ગત માનવ સંસાધન વિકાસ અને મૂળભૂત વિકાસ પર ધ્યાન આપવામાં આવશે. આ યોજનામાં બિહાર માટે ઘણી ભેટની જાહેરાત કરાઈ છે.

    અમૃતસર-કોલકાતા ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર હેઠળ ગયામાં એક ઔદ્યોગિક કેન્દ્ર બનાવવામાં આવશે. સાંસ્કૃતિક કેન્દ્રોને આધુનિક આર્થિક કેન્દ્રો તરીકે વિકસાવવામાં આવશે. આ મોડલનું નામ હશે ’વિકાસ ભી વિરાસત ભી’.

    ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે આ વખતે બજેટમાં ૧.૫૨ લાખ કરોડની મસમોટી જાહેરાત કરવામાં આવી છે. આ ફંડની મદદથી કૃષિ ક્ષેત્રને બને તેટલો ફાયદો પહોંચાડવાનો પ્રયાસ કરાશે. ખેતીની ઉત્પાદકતા વધારવા માટે પગલાં લેવામાં આવશે. વધારે ઉપજ આપતા પાકની જાતો (પ્રકાર)નો ઉપયોગ કરવામાં આવશે.

    સંશોધનને પ્રોત્સાહ આપવામાં આવશે. સરકાર કુદરતી ખેતી પર ધ્યાન કેન્દ્રિત કરશે. પાકના ઉત્પાદન, સંગ્રહ અને માર્કેટિંગ માટેની વ્યવસ્થા કરવામાં આવશે. શિક્ષણ અને કૌશલ્ય માટે રૂ. ૧.૪૮ લાખનો ખર્ચ થશે. શાકભાજીના ઉત્પાદન અને સપ્લાય ચેઇન માટે ક્લસ્ટર બનાવવામાં આવશે.  ૪૦૦ જિલ્લામાં પાકનો સર્વે કરવામાં આવશે તેમજ ૩૨ પાકોની ૧૦૯ નવી જાતો રજૂ કરવામાં આવશે.

    નાણામંત્રીએ  માટે ક્રેડિટ ગેરંટી સ્કીમની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ ૧૦૦ કરોડ રૂપિયા સુધીની લોન મળશે.  અને બેંકોને આંતરિક આકારણી બાદ ને લોન આપવાનો નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત મુદ્રા લોનની મર્યાદા ૧૦ લાખ કરોડ રૂપિયાથી વધારીને ૨૦ લાખ કરોડ રૂપિયા કરવામાં આવી છે. ને મદદ કરવા  શાખાઓ વધારશે.

    નાણામંત્રીઅ અર્બન હાઉસિંગ પ્લાન માટે ૧૦ લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. નાણામંત્રીએ કહ્યું કે રેન્ટલ હાઉસિંગને પ્રોત્સાહન અને રેગ્યુલેશન કરવા માટે નિયમો બનાવવામાં આવશે. સ્ટેમ્પ ડ્યુટી ઘટાડનારા રાજ્યોને પ્રોત્સાહન આપવામાં આવશે. એનર્જી ટ્રાંન્જિશન માટે નવી નીતિ લાવવામાં આવશે. એક કરોડ ઘરો માટે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. મહિલાઓના નામની નોંધણી પર સ્ટેમ્પ ડ્યુટીમાં રાહતનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. નાના ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ખાનગી ક્ષેત્રના સહયોગથી બનાવવામાં આવશે.

    મહિલાઓ અને છોકરીઓને લાભ આપતી યોજનાઓ માટે ૩ લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની ૧૦૦ થી વધુ શાખાઓ ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં સ્થાપિત કરવામાં આવશે. રાષ્ટ્રની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલાવરમ સિંચાઈ યોજના પૂર્ણ કરવામાં આવશે. વિશાખાપટ્ટનમ-ચેન્નઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં કોપર્થી વિસ્તાર અને હૈદરાબાદ-બેંગલુરુ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં ઓરવાકલ વિસ્તારના વિકાસ માટે ફંડ આપવામાં આવશે.

    કેન્દ્રીય બજેટ ૨૦૨૪-૨૫ માં દર વર્ષે ૨૫,૦૦૦ વિદ્યાર્થીઓની મદદ માટે મોડેલ સ્કીલ લોન યોજનામાં સુધારાનો પ્રસ્તાવ મૂકાયો છે. ઘરેલુ સંસ્થાનોમાં હાયર એજ્યુકેશન માટે ૧૦ લાખ રૂપિયા સુધીની લોન માટે ઈ વાઉચર દર વર્ષે ૧ લાખ વિદ્યાર્થીઓને સીધી લોન રકમના ૩%ની વાર્ષિક વ્યાજ છૂટ માટે અપાશે.

    સરકારે આ વખતે તેની નવ પ્રાથમિકતા નક્કી કરી છે જેમાંથી એક રોજગાર અને કૌશલ્ય વિકાસ છે. તે હેઠળ પહેલીવાર નોકરી કરનારાઓને મોટી મદદ કરાશે. . પ્રથમ વખત ઔપચારિક ક્ષેત્રમાં નોકરી શરૂ કરનારાઓને એક મહિનાનો પગાર આપવામાં આવશે. આ પગાર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ત્રણ હપ્તામાં આપવામાં આવશે. તેની મહત્તમ રકમ ૧૫ હજાર રૂપિયા હશે. માં નોંધાયેલા લોકોને આ મદદ મળશે. તેની એલિજિબિલિટી મર્યાદા ૧ લાખ રૂપિયા પ્રતિ માસ હશે. તેનાથી ૨.૧૦ કરોડ યુવાનોને ફાયદો થશે.

    બિહારના વિકાસ માટે વિવિધ સહાય પ્રદાન કરવામાં આવશે. આંધ્રપ્રદેશ માટે જીવાદોરી સમાન પોલ્લાવરમ ઈરિગેશન પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. જેનો સીધો લાભ ખેડૂતોને મળશે. તેના આર્થિક વિકાસ માટે મૂડી સહાય પણ પ્રદાન કરશે. બજેટમાં આંધ્ર પ્રદેશના  નાયડુને ‘ભેટ’, રાજધાની અમરાવતીના વિકાસ માટે રૂ. ૧૫૦૦૦ કરોડ ફાળવાયા.

    ઉપરાંત બજેટમાં અન્ય મોટી જાહેરાતો પણ કરવામાં આવી છે. જેમાં વિષ્ણુપદ મંદિર, ગયા અને મહાબોધિ મંદિર, બોધગયા બંનેમાં કોરિડોર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. કાશી વિશ્વનાથ મંદિર માટે બનાવવામાં આવેલા કોરિડોર હેઠળ વિકાસ કરવામાં આવશે.

    રાજગીર બૌદ્ધ અને જૈન ભક્તો માટે પણ મહત્વપૂર્ણ છે. રાજગીરના યાત્રાધામ વિસ્તારોનો પણ વિકાસ કરવામાં આવશે. નાલંદાને પ્રવાસન કેન્દ્ર તરીકે પણ વિકાસ કરવામાં આવશે. આ સિવાય નેશનલ રિસર્ચ ફંડ શરૂ કરવામાં આવશે. તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર જીડીપીના ૩.૪ ટકા જેટલું રોકાણ કરવામાં આવશે

    બજેટમાં અમે ગરીબ, મહિલાઓ, યુવાઓ અને અન્નદાતાઓ પર ફોકસ કર્યું : નિર્મલા સીતારમણ

    મોદી ૩.૦નું પ્રથમ કેન્દ્રીય બજેટ ૨૦૨૪ રજૂ થઈ ગયું છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે તેને સંસદમાં રજૂ કર્યું હતું. નાણા મંત્રી તરીકે તેમનું આ સાતમું બજેટ છે. બજેટમાં અલગ-અલગ સેક્ટરો માટે ઘણી જાહેરાતો કરવામાં આવી છે. જોકે આપણે એ જાણવું જરૂરી છે કે આમ આદમીના ખિસ્સા પર કઈ ચીજોનો બોજો વધી રહ્યો છે અને કઈ જાહેરાતે તેમને રાહત આપી છે. સરકારે ઘણી ચીજો પર કસ્ટમ ડ્યુટી ઘટાડી છે અને તેમાં મુખ્યત્વે કેન્સરની દવાઓને મુફ્ત કરી દીધી છે.

    નિર્મલા સીતારમણે કહ્યું કે વચગાળાના બજેટમાં અમે ગરીબ, મહિલાઓ, યુવાઓ અને અન્નદાતાઓ પર ફોકસ કર્યું હતું. તેમણે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા સતત ચમકી રહી છે. પૂર્ણ બજેટ પણ આ બાબતો પર કેન્દ્રિત છે. અમારુ કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદન વધારવા પર ભાર છે, વિકસિત ભારત માટે આ પ્રાથમિકતા છે. તેમણે સરકારની નવ પ્રાથમિકતાને ગણાવી. તેમાં એગ્રીકલ્ચર સેક્ટરની સાથે શહેરી વિકાસ, રોજગાર અને સ્કિલ ડેવલેપમેન્ટ, કૃષિ રિસર્ચ, ઉર્જા સુરક્ષા, ઈનોવેશન, રિસર્ચ અને ગ્રોથ, આગલી પેઢીમાં સુધારો સામેલ છે.

    નાણા મંત્રી નિર્મલા સીતારમણે મોટી જાહેરાત કરતા કહ્યું કે કેન્સરની દવા સસ્તી થશે. મોબાઈલ અને મોબાઈલ ચાર્જર સહિત અન્ય ઉપકરણો પર બીસીડી ૧૫ ટકા ઘટાડવામાં આવી છે. આ સિવાય લેધર અને ફુટવિયર પર કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી છે. બીજી તરફ ટેલિકોમ ઉપકરણો મોંઘા થઈ ગયા છે, તેની પર લાગતી ડ્યુટીને ૧૫ ટકા વધારવામાં આવી છે.

    શું થયું સસ્તું

    ૧ સોનું-ચાંદી

    ૨ ઈમ્પોર્ટેડ જ્વેલરી

    ૩ પ્લેટિનમ પર કસ્ટમ ડ્યુટી ઘટી

    ૪ કેન્સરની દવાઓ

    ૫ મોબાઈલ ચાર્જર

    ૬ માછલીનો ખોરાક

    ૭ ચામડામાંથી બનેલી વસ્તુઓ

    ૮ રસાયણ પેટ્રોકેમિકલ

    ૯ ફ્લેક્સ બેનર

    શું થયું  મોંઘું

    ૧ સ્પેસિફાઈડ ટેલિકોમ ઉપકરણ

    ૨ પીવીસી પ્લાસ્ટિક

     

    Budget Finance-Minister Modi government's third term New Delhi Nirmala Sitharaman
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    મંદિર ખાનગી હોઈ શકે છે, પરંતુ ભગવાન દરેકના છે: Supreme Court

    August 4, 2025
    રાષ્ટ્રીય

    દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં ઝડપાઈ રૂ. ૭ લાખ કરોડની GST ચોરી

    August 4, 2025
    વ્યાપાર

    Nifty Future ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    August 4, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    August 4, 2025
    રાષ્ટ્રીય

    CISF માં 70 હજાર સૈનિકોની ભરતી થશે

    August 4, 2025
    વ્યાપાર

    Gujarat માં એપ્રિલથી જુલાઈના ચાર મહિનામાં સોનાની આયાતમાં 71 ટકાનો ઘટાડો થયો

    August 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Porbandar; મહિલાની હત્યામાં બે પિતરાઈ બહેનને આજીવન કેદ

    August 4, 2025

    Rajkot; રાજકોટમાં વધુ એક લોથ ઢળી,શ્રમિકની કરપીણ હત્યા

    August 4, 2025

    Gondal; કારમાંથી રૂપિયા 2.71 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

    August 4, 2025

    Bhavnagar: તળાજા ના ટીમાણા ગામે થી રૂ 4.07 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

    August 4, 2025

    Jamnagar: જામજોધપુરમાં ચાર સ્થળે જુગારના દરોડા

    August 4, 2025

    Junagadh વાહન અકસ્માતમાં દંપતીના મૃત્યુ કેસમા વ્યાજ સહિત 2.20 કરોડનું વળતર મંજૂર

    August 4, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Porbandar; મહિલાની હત્યામાં બે પિતરાઈ બહેનને આજીવન કેદ

    August 4, 2025

    Rajkot; રાજકોટમાં વધુ એક લોથ ઢળી,શ્રમિકની કરપીણ હત્યા

    August 4, 2025

    Gondal; કારમાંથી રૂપિયા 2.71 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

    August 4, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.