દરેક હિન્દુ માટે અહિંસા એ સૌથી પહેલો અને અગત્યનો નૈતિક સિધ્ધાંત છે. મહાભારત તેની અગત્યતાના ગુણ ગાતા કહે છે,અહિંસા એ સૌથી ઉંચો ધર્મ છે. તે સૌથી મહત્વનું વિશુધ્ધિકરણ છે. તે પરમ સત્ય છે જેનાથી દરેક વ્યક્તિગત ધર્મની શરુવાત થાય છે. શાન્ડિલ્ય ઉપનિષદમાં તેની ઉત્તમ વ્યાખ્યા મળે છેઃ અહિંસા એટલે કોઈપણ જીવને મન, વચન કે શરીર થકી ક્યારેય દુઃખ ન પહોંચાડવું.અહિંસાની પ્રકૃતિમાં ત્રણેયનો સમાવેશ થાય છે તેની નોંધ લોઃ તે આપણા વર્તન માત્ર પર નહીં, પરંતુ આપણા શબ્દો અને વિચારોને લાગુ પડે છે.શું અહિંસાનો સિધ્ધાંત દરેક સંજોગોમાં જરૂરી છે? મારા ગુરૂદેવ એ આ પ્રશ્નનો જવાબ આપતા કેટલાક નિશ્ચિત અનિચ્છ્નીય અપવાદો જણાવ્યા. પહેલો અપવાદ કેટલાક અસામાન્ય સંજોગો, જેમ કે અચાનક આવી પડેલા જોખમનો સામનો કરતા, વ્યક્તિ પોતાની કે બીજાની જીંદગીને બચાવવા માટે તે કદાચ કોઈને હાનિ પહોંચાડે અથવા મારી નાખે. બીજો અપવાદ જે પોલીસ ખાતામાં કે લશ્કરમાં કામ કરતા હોય તેમના માટે છે. તેમણે પણ, આમ છતાં હિંસાનો ઉપયોગ ન કરવો સિવાય કે તે અત્યંત જરૂરી બને. દાખલા તરીકે, લોસ અન્જેલસ પોલીસ વિભાગ, જેમની કાર્યપધ્ધતિ ઓછામાં ઓછું બળ વાપરવામાં છે, જે હિન્દુ મત સાથે એકરાગ છે. પોલીસે શારીરિક બળનો ઉપયોગ કાયદાના અમલ માટે અને વ્યવસ્થાની પુનઃ સ્થાપના કરવા જ્યારે સમજણ, સલાહ અને ચેતવણી પોલીસના લક્ષ્યોને સ્થાપીત કરવામાં અસમર્થ રહે ત્યારે; અને પોલીસે સમજદારીપુર્વક માત્ર જરૂરી શારીરિક બળનો ઉપયોગ કરવો જે કોઈપણ સચોટ કારણ માટે જરૂરી બને પોલીસના ધ્યેયને પ્રાપ્ત કરવામાં.હિંસાના ઉપયોગનો એક સામાન્ય બચાવ હોય છે, તમને, તમારા કુટુંબના વ્યક્તિને, તમારા ધર્મ કે તમારા દેશ ને થયેલા નુકશાન કે પીડાનો બદલો. આજકાલ એવા ઘણા લોકો દુનિયામાં છે જેઓ માને છે કે આ સંજોગોમાં એ તમારો ધર્મ છે કે તમે વ્યક્તિગત બદલો લો. આ સામાન્ય રીતે પ્રચલિત જેવા સાથે તેવા ની માનસિકતા. પરંતુ હિન્દુ ધર્મ આ વિચારને સમર્થન આપતું નથી. ખરું જોતા, આપણું સૌથી પ્રાચીન શાસ્ત્ર રિગ વેદ તેની વિરૂધ્ધમાં કહે છેઃ ફટકાનો જવાબ ફટકાથી નહીં, શાપનો જવાબ શાપથી નહીં, નહીં હલકાઈ હલકી છેતરપીંડી માટે. બદલામાં આશિર્વાદની વર્ષા કરો.ખરેખર, બદલો લેવા કરતા હિન્દુ ધર્મ સમાજના સ્થાપિત માર્ગો દ્વારા તેનો ઈલાજ લેવામાં માને છે. એક સામાન્ય સીનેમાની વાર્તાનું ઉદાહરણ લઈએ. કોઈ લૂટફાટ દરમિયાન તમારા ભાઈને ગોળીથી મારી નાખે અને બાકીની સીનેમાનો વખત તમે લુટારાનો પીછો કરી તેને સજા અપાવવામાં અને બદલો લેવામાં જાય. તો પછી, બીજા જન્મમાં શું થાય? પછી આગળ વધી ને સીનેમાનો ઉત્તરાર્ધ? તેમાં ચોક્કસ નકારાત્મક કર્મને ભોગવવા પડે કોઈને બદલામાં મારી નાખવાથી. કદાચ બીજી લુંટફાટ થાય અને તમારું તેમાં મરણ થાય. સૌથી સારુ કે પોલીસને આ લુંટારાનો સામનો કરવા દો. પોલીસે કાયદાના અમલ માટે પ્રતિજ્ઞા લીધી છે, જેથી તે કોઈ ખોટું કર્મ ઉભુ નથી કરતા જ્યારે તે ગુનેગારને પકડે છે. તેને ઈજા પહોચાડવા સિવાય તેની પાસે કોઈ રસ્તો નથી.જ્યારે બીજાને શબ્દો દ્વારા ઈજા પહોંચાડવાની વાત આવે છે તેમાં, કોઈને બૂમો પાડવી કે કઠોર શબ્દોનો ઉપયોગ કરવો તેનો સમાવેશ થાય છે અને તેને ટાળવું જોઈએ. આ ઉપરાંત ઘણીવાર અવળી રીતે મજાક, ચીડવવું, ટોળટપ્પા અને પીઠ પાછળ ચાડી ખાવી- આ બધુ બીજાને નુકશાન પહોંચાડે. આપણે બીજા સાથે તેને સારું લાગે તેવી રીતે કે તેને દુઃખ પહોંચાડે તેવી રીતે બોલીએ છીએ તે કેવી રીતે ખબર પડે? એક અસરકારક ઉપાય એ ચાર ગણી પરીક્ષા જેનાથી ખાત્રી થાય કે આપણે જે કહી રહ્યા છીએ તે સાચું, દયાળુ, મદદરૂપ અને જરૂરી છે. જો એમ હોય તો તેની ખાત્રી છે તે કોઈને ઈજા નહીં પહોંચાડે.તમે એમ વિચારતા હશો કે કોઈની પીઠ પાછળ વાત કરવાથી તેને કેવી રીતે નુકશાન થાય, કેમ કે તેઓ આ દોષ સાંભળવા હાજર પણ નથી? તેઓ આ વિચારનું બળ અનુભવે. આ વાત લાગુ પડે મનના દોષિત વિચારો જે બોલાયા ન હાય તેને પણ. બન્ને ખૂબ જ ચાલાક રીતે નુકશાન પહોંચાડવાની રીતો છે.જ્યારે તમે બીજાને માનસિક રીતે કે શબ્દોથી ભ્રષ્ટ કરો, પીઠ પાછળની વાતો અને ટોળટપ્પા તેમની જીંદગીમાં થતી ઘટનાઓ ઉપર કરો ત્યારે તમે તેમને દુઃખ પહોંચાડો છો. તમે ખરેખર તેમના માટે સફળ થવું મુશ્કેલ કરો છો, અને તેઓ જ્યાં છે ત્યાંજ મચ્યા રહે છે. તેઓને તે બાબતનું ભાન થાય છે, જે દૂષ્ટતા તમે તેમના તરફ ફેંકી રહ્યા છો.આપણી અહિંસાની શાન્ડિલ્ય ઉપનિષદની વ્યાખ્યાને ફરી જોતાં, આપણે એ બાબત પર ધ્યાન આપીએ કોઈ જીવને દુઃખ ન પહોંચાડીએ. બીજા શબ્દોમાં, અહિંસા એ મનુષ્યથી આગળ વિસ્તૃત થાય છે, તેમાં પશુ, જીવ-જંતુ અને વનસ્પતિનો સમાવેશ થાય છે. યજુર વેદનો આ પદ આ વિચારને વ્યક્ત કરે છે. તમારું શરીર જે ઈશ્વરની દેન છે તેનો ઉપયોગ ઈશ્વરના પામર જીવોની હત્યામાં ન કરો, ભલે તે મનુષ્ય, પ્રાણી કે બીજા કોઈ હોય.ઘણા હિન્દુ આ આદેશના સન્માનમાં શાકાહારી ખોરાક લે છે. તિરૂકુરાલ, એક ૨૦૦૦ વર્ષ પહેલા લખાયેલું અગત્યનું શાસ્ત્ર જે નૈતિકતા પર છે, તેમાં એક આખું પ્રકરણ શાકાહારી ખોરાક પર છે. “માંસ ખાવાથી દૂર રહેવું”. શાકાહારી વલણ એ ઉંડી સમજભર્યા વ્યક્તિઓનો માર્ગ છે જેમણે સમજી લીધું છે કે આ માંસ એ કસાઈવાડે કતલ થયેલા બીજા જીવના માસનો એક ભાગ છે અને આ સંયમનો મહિમા બલિદાનની અગ્નીમાં એક હજાર વખત આપેલી ઘીની આહુતિ કરતા વધારે છે.અહિંસાનું વલણ જીવજંતુઓ પર રાખવામાં આવે છે. ઘરમાં રહેલા જીવજંતુઓનો વિચારહીન નાશ કર્યા વગર તેમને અંદર આવતા રોકો. તે જ રીતે, બગીચાનાં જીવડાં કે પ્રાણી ને મારી નાખવા કરતા તેમને કુદરતી રીતે દૂર રાખવા. એક અનિચ્છનીય અપવાદ એ છે જ્યારે પ્રાણી, જીવજંતુ, કીડા, બેકટીરિયા અને માંદગી જ્યારે મનુષ્યની તંદુરસ્તી અને સલામતી માટે ભયરૂપ બને ત્યારે, તેમને નાબૂદ કરવા જરૂરી છે.
આમ બે આધ્યાત્મિક કારણો છે જે અહિંસાના આધારરૂપ છે. પહેલો સિધ્ધાંત કર્મનો છે, જે ઈજા આપણે બીજાને પહોંચાડીએ તે ભવિષ્યમાં આપણને નુકશાન કરશે એ બાબતનું જ્ઞાન ખૂબ પ્રેરણાદાઈ બની રહેશે હિંસાથી દૂર રહેવામાં. તિરૂકુરાલનું પ્રકરણ જેનું નામ છે બીજાને હાનિ પહોચાડવાથી દૂર રહેવું તે યોગ્ય પ્રેરણા આપે છેઃ જો સવારે વ્યક્તિ બીજાને ઈજા પહોંચાડી મુલાકાત લે, તો બપોરે દુઃખ આમંત્રણ વગર તેની મુલાકાત લે.બીજો સિધ્ધાંત જે અહિંસાના પાયામાં છે તે દરેક વસ્તુમાં, જીવોમાં, અને વ્યક્તિઓમાં રહેલી દિવ્યતાનો એકરાર છે. જ્યારે આપણે કોઈમાં દિવ્યતા જોઈએ, સ્વભાવિક રીતે જ આપણે તેમને ઈજા ન પહોંચાડીએ. પવિત્ર હિન્દુઓ જે લોકો ખરાબ વર્તન કરે તેમનામાં પવિત્રતા જુવે, જેમ કે ગુનેગાર કે આતંકવાદી, અને તેથી તેમને કોઈ ઈજા ન થાય તે માટે પ્રયત્ન કરે છે. આનું અદભૂત ઉદાહરણ ઉભું થયું જ્યારે બાલીમાં ૨૦૦૨માં આતંકવાદીઓએ એક બાર ઉપર બોમ્બ નાખી ૨૦૦ માણસોને મારી નાખ્યા. બાલીના હિન્દુઓએ દોષીઓની માફીની માગણી કરતા એક પ્રસંગનું આયોજન કર્યું.આપણે પશ્ચિમી વલણ કે કેટલાક લોકો પ્રક્રુતિદત્ત અનિષ્ટ હોય છે, જેમ કે દુશ્મન, અને તેથી જ તેમની સાથે અમાનવીય વર્તાવ કરવો ઉચિત છે, તેનાથી દૂર રહેવું. કર્મનો સિધ્ધાંત દુશ્મન કે મિત્રને હિંસા પહોંચાડવા વચ્ચેનો ફરક જોતો નથી.
તિરૂકુરાલ નિશ્ચીતપણે કહે છેઃ બીજાને હાનિ પહોંચાડવાથી, ભલે એ દુશ્મન પ્રત્યે હોય જેને તમને કારણ વગર હેરાન કર્યા હોય તો પણ, એ ખાતરીપુર્વક સતત દુઃખ આપશે.આ બે પાયારૂપ સીધ્ધાંતોથી વિશેષ, તિરૂકુરાલ બીજા બે કારણો અહિંસાના આપે છે. પહેલો એ કે ઉચ્ચ મન વાળા લોકો આ રીતે જ વર્તે. આ સિધ્ધાંત તેમનો છે જેઓનું હૃદય પવિત્ર હોય, કે કદાપી બીજાને હાની ન પોંહચાડે, પોતે તિરસ્કારભર્યો અન્યાય સહન કર્યો હોય ત્યારે પણ.અને બીજું કે આ એક રીત છે જેનાથી ગુનેગારને પોતાના વર્તનને સુધારવા માટે અને હિંસાને છોડવા માટે પ્રોત્સાહન મળે છે. તિરૂકુરાલ સ્પષ્ટ કહે છેઃ જો તમે તમને મળેલી હિંસાના બદલામાં દયા વ્યક્ત કરો, અને બન્નેને ભૂલી જાવ, જેમણે તમને દુઃખ પોંહચાડ્યું છે તેમને પોતાની શરમ જ હાની પોહચાડશે.દયાનો અભાવ એ અહિંસાને અમલમાં મૂકવામાં અવરોધ ઊભો કરે. જ્યારે આપણે વધુ પડતા સ્વાર્થી બનીયે અને બીજાની લાગણી પ્રત્યે બેદરકારી બતાવીએ, ત્યારે આપણે બીજાને દુઃખ પોંહચાડીએ અને તે બાબત વિશે સભાન પણ ન હોઈએ. બીજા તરફ આપણો દયાભાવ વધારવાના આ કેટલાક સૂચનો છે. એક સામાન્ય રસ્તો છે પ્રાણીઓની સંભાળ રાખવાનો. આ ખૂબ ઉપયોગી છે બાળકોને દયાભાવ શીખવાડવામાં. તેઓ પ્રાણીની જરૂરીયાતો વિશે વિચારે અને તેને બિનજરૂરી ઈજા કે પજવ્યા વગર તેની કેવી રીતે કાળજી રાખવી તે શીખે.દયાભાવ વધારવાનો બીજો રસ્તો એ બગીચામાં કામ કરી, વનસ્પતિ અને છોડના વિકાસ દ્વારા. છોડને જીવતો રાખવા, આપણે તેના સ્વભાવ અને પ્રકૃતિને સમજવા જરૂરી છે, જેથી તેની કાળજી રાખી શકીએ. આપણે જે છોડને સૂર્યનો પ્રકાશ ગમતો હોય તેને છાંયડામાં મૂકીને એવી આશા ન રાખી શકીએ કે તેનો વિકાસ થશે. આપણે જે છોડને ઓછું પાણી જોઈએ તેને વધારે પડતું પાણી આપીને એવી આશા ન રાખી શકીએ કે તે વધશે. વનસ્પતિ અને પ્રાણીઓની કાળજી આપણને આપણા સાથી મનુષ્યોની કાળજી કરતાં શીખવે છે.ત્રીજી સલાહ એ કમ્પ્યુટર અને કમ્પ્યુટરની રમતોને લઈને છે. કમનસીબે, ઘણા બાળકો ખૂબ સમય એકલા કમ્પ્યુટરમાં ડુબીને કાઢે છે. કેટલીક હિંસક રમતો વીડિયો પર રમીને. આ તેમની સામાન્ય ભાવનાઓની વૃધ્ધિ અને સામાજીક વિકાસને અટકાવી દે છે. તેઓ દયાથી અજાણ્યા બની જાય અને બીજા પ્રત્યે તંદુરસ્ત લાગણીઓનો અભાવ રહે. એક વધારે સમતોલન વાળા ઉછેરની જરૂર છે, કમ્પ્યુટરનો વ્યાજબી ઉપયોગ સાથે સાથે કુટુંબીજનો, મિત્રો અને બીજા સાથે ક્રિયાપ્રતિક્રિયા આ સમતોલન માટે જરૂરી છે.અંતમાં, દરેક વ્યક્તિ તરફની લાગણીહીન, ક્રુર અને સહાનુભુતિ વિનાની ભાવનાઓ પર વિજય મેળવી, દયાભાવનો વર્તાવ રાખો. દરેકમાં ભગવાન જુઓ. દરેક વ્યક્તિ, પ્રાણી, વનસ્પતિ અને પૃથ્વી માત્ર તરફ સદભાવ દર્શાવો. જે માફી માંગે અને સાચો પશ્ચાતાપ બતાવે તેને ભૂલી જાવ. બીજાની જરૂરીયાત અને દુઃખ પ્રત્યે સહાનુભુતિ બતાવો.