Mumbai તા.6
બોમ્બે હાઈકોર્ટે ગઈકાલે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પાસે નમાજ પઢવાની મંજુરી આપવાનો ઈન્કાર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે સુરક્ષા સાથે સમાધાન ન કરી શકાય અને કોઈપણ જગ્યા નમાઝ પઢવું ધાર્મિક અધિકાર ન માનવામાં આવે.
જસ્ટીસ બી.પી. કોલાબાવાલા અને ફિરદોસ પુનીવાલાની બેન્ચે ટેકસી અને ઓટો-રિક્ષા ડ્રાઈવરોની એક અરજી પર સુનાવણી કરી રહી હતી. જેમાં જણાવ્યું હતું કે એરપોર્ટ પાસે એક અસ્થાયી શેડ હતો, જયાં તેઓ નમાઝ પઢતા હતા, જેને ગત વર્ષે અધિકારીઓએ હટાવી દીધો હતો.
અરજીમાં ડ્રાઈવરોએ એ જગ્યા અથવા આસપાસ અન્ય સ્થળે નમાઝ પઢવાની મંજુરી મળી હતી પરંતુ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી. કોર્ટે પોલીસ અને એરપોર્ટ અધિકારીઓને એ તપાસ કરવાનું કહ્યું હતું કે અરજદારોને કોઈ વૈકલ્પિક જગ્યા દઈ શકાય છે.
અધિકારીઓએ કોર્ટને કહ્યું હતું કે સાત જગ્યાએ સર્વે કરાયો હતો પણ ભીડ અને સુરક્ષા ચિંતાઓ અને એરપોર્ટ ડેવલપમેન્ટના કારણે કોઈ જગ્યા ન મળી શકી. કોર્ટે અરજદારોને કહ્યું હતું કે તમે નમાજની જગ્યા નકકી જ કરી શકો.

