પીએમ મોદીએ અરરિયામાં રેલી યોજી હતી, જ્યારે પ્રિયંકા ગાંધીએ મોતીહારીમાં એક સભાને સંબોધિત કરી હતી
Patna, તા.૬
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુરુવારે બિહારના અરરિયામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે મહાગઠબંધન પર નિશાન સાધ્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ૧૫ વર્ષના જંગલ રાજે બિહારને બરબાદ કરી દીધું છે. એક પણ પુલ બન્યો નથી. પીએમ મોદીના હુમલાનો જવાબ આપતા કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, ત્રણ વર્ષમાં બિહારમાં ૨૭ પુલ તૂટી પડ્યા છે. જણાવી દઈએ કે, પ્રિયંકાએ મોતીહારીમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે આ નિવેદન આપ્યું હતું.
રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું કે, “જંગલ રાજ” એ ૧૯૯૦ થી ૨૦૦૫ સુધી બિહાર પર શાસન કર્યું હતું. જંગલ રાજે બિહારને બરબાદ કરી દીધું છે. સરકાર ચલાવવાના નામે, તમને ફક્ત લૂંટવામાં આવ્યા છે. જંગલ રાજ દરમિયાન બિહારમાં કેટલા એક્સપ્રેસવે બનાવવામાં આવ્યા હતા? શૂન્ય. તેમણે વધુમાં કહ્યું કે, સરકાર હેઠળ, નીતિશ કુમારે બિહારને જંગલ રાજમાંથી બહાર કાઢવા માટે સખત મહેનત કરી છે. ૨૦૧૪ માં ડબલ-એન્જિન સરકાર બન્યા પછી, બિહારના વિકાસને નવી ગતિ મળી છે.
તેમણે કહ્યું કે, પટનામાં ૈંબોધગયામાં, પટણામાં ની સ્થાપના કરવામાં આવી છે, અને દરભંગા પર કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. બિહારમાં એક રાષ્ટ્રીય કાયદા યુનિવર્સિટી પણ છે.
મોદીના હુમલાનો જવાબ આપતા, પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, બિહારમાં ત્રણ વર્ષમાં ૨૭ પુલ તૂટી પડ્યા છે. તેમણે કહ્યું કે, અમે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો છીએ, જેમને મહાત્મા ગાંધીએ રસ્તો બતાવ્યો હતો. બિહારના લોકોએ આ દેશમાં તેમની ભૂમિકા સમજવી જોઈએ. તમારે સમજવું જોઈએ કે, તમારા પૂર્વજોએ જ આ દેશ બનાવ્યો હતો.
તેમણે કહ્યું કે, જ્યારે અહીં એક પણ રસ્તો નહોતો, ત્યારે તમારા પૂર્વજો વિશાળ બ્રિટિશ સામ્રાજ્ય સામે લડી રહ્યા હતા. જ્યારે મહાત્મા ગાંધીને આ વાતની ખબર પડી, ત્યારે તેમને અહીંથી સત્યાગ્રહ ચળવળ શરૂ કરવાની પ્રેરણા મળી હતી. યુવાનો સતત પરીક્ષા આપે છે, પરંતુ પેપર વારંવાર લીક થાય છે. પરિણામે, તેમના જીવનના ઘણા વર્ષો પરીક્ષાઓ અને નિમણૂકોની રાહ જોવામાં વેડફાય છે.

