દારૂની હેરાફેરીમાં ગુનાહિત સંડોવણી અને ગેરશિસ્ત આચરવા બદલ કાર્યવાહી
Gir Somnath,તા.30
ગીર સોમનાથ પોલીસમાં ફરજ બજાવતા બે પોલીસમેનની દારૂની હેરાફેરીમાં ગુનાહિત સંડોવણી સામે આવતા પોલીસવડાએ બંનેને ફરજમાંથી તાત્કાલિક ડિસમિસ કરી દેવા નોટીસ આપી છે.
ગીર સોમનાથ પોલીસવડા મનોહરસિંહ જાડેજા દ્વારા એ.એસ.આઇ. કરશનભાઇ લાખાભાઇ રાઠોડ અને કોન્સ્ટેબલ બીપીનગીરી વાલમગીરી ગૌસ્વામીએ પોતાની ફરજ દરમ્યાન ઉપરી અધિકારીની પરવાનગી લીધા વગર કે જાણ કર્યા સિવાય મનસ્વી રીતે હેડ ક્વાર્ટર છોડેલ હોય તેમજ સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ પ્રોહિબિશનના ગુન્હામાં તપાસ કરતા આ ગુન્હામાં તેઓની સંડોવણી સાબિત થયેલ જેમાં તેઓએ ગેરકાયદેસર વગર પાસ પરમિટે દારૂના જથ્થાની હેરાફેરી કરી અંગત સ્વાર્થ માટે દારૂનું વેચાણ કરી પોલીસ દળને લાંછનરૂપ તથા બદનામી થાય તેવું ગંભીર પ્રકારનું ગુન્હાહિત કૃત્ય અને ગેરશિસ્ત આચરેલ જે બાબતે ખાતાકિય તપાસ કરવામાં આવેલ જે ખાતાકીય તપાસના અંતે બંને પોલીસ કર્મચારીઓએ ગંભીર પ્રકારનું ગુન્હાહિત કૃત્ય તથા ગેરશિસ્ત આચરેલાનું પ્રથમ દ્રષ્ટિએ પુરવાર થતા ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂંક) નિયમો-1971ના નિયમ-3(1) ના ખંડ(2) નો ભંગ કરી ફરજમાં ગંભીર પ્રકારની બેદરકારી અને નિષ્કાળજી દાખવવા બદલ નોકરીમાંથી રૂખસદ (ડીસમીસ) કરવા પોલીસ અધિક્ષક ગીર સોમનાથ નાઓ તરફથી નોટીસ આપવામાં આવેલ છે.આમ ગીર સોમનાથ એસપીએ બે પોલીસ કર્મચારીને ફરજમાંથી કાયમી ડીસમીસ કરવાની નોટીસ જારી કરતા પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી જવા પામ્યો છે.