Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Dhaka ગામ ટ્રેક્ટર માંથી અકસ્માતે નીચે પટકાયેલા ચાલકનું મોત

    June 10, 2025

    આજનું રાશિફળ

    June 10, 2025

    આજ નું પંચાંગ

    June 10, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Dhaka ગામ ટ્રેક્ટર માંથી અકસ્માતે નીચે પટકાયેલા ચાલકનું મોત
    • આજનું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • International Sports Day ૧૧ જૂન ૨૦૨૫ – બાળકો જ્યારે રમતા હોય છે
    • World Eye Donation Day ૧૦ જૂન ૨૦૨૫ પર ખાસ – ચક્ષુદાન એક મહાન દાન છે
    • સંત અને ધર્મનિરપેક્ષ ધર્મસુધારક કબીરદાસની આજે જન્મ જયંતી
    • મુસાફરોની સલામતી મહત્વપૂર્ણ છે, લોકો રોજ મૃત્યુ પામે છે,Sharad Pawar
    • અમે ક્યારેય વિચાર્યું ન હતું કે પાર્ટી વિભાજીત થશે,એનસીપી નેતા Sharad Pawar
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»હવે પ્રકાશનું પ્રદુષણઃ વાહનોમાં અનધિકૃત LED લાઈટનો ત્રાસ
    રાજકોટ

    હવે પ્રકાશનું પ્રદુષણઃ વાહનોમાં અનધિકૃત LED લાઈટનો ત્રાસ

    Vikram RavalBy Vikram RavalJune 10, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.10

    રાજકોટ સહિત અનેક શહેરોમાં વાયુ પ્રદુષણ,ધ્વનિ પ્રદુષણ, જળપ્રદુષણ પછી હવે પ્રકાશનું પ્રદુષણ ખાસ કરીને વાહનોમાં વપરાતી અનધિકૃત અને મંજુરી વગરની સફેદ-બ્લ્યુ રંગનો તીવ્ર પ્રકાશ છોડતી એલ.ઈ.ડી.લાઈટથી વધ્યું છે. આ માટે પોલીસ-આર.ટી.ઓ.દ્વારા બૂલેટના સાયલન્સરના ઘોંઘાટ (ધ્વનિ પ્રદુષણ) મુદ્દે જે પગલા લીધા તેવા પગલા નહીં લેવાતા આ સમસ્યામાં કોઈ સુધારો થયો નથી.

    રાજકોટ આર.ટી.ઓ.અધિકારી કેતન ખપેડે જણાવ્યું કે વાહનો પર કંપની ફીટીંગ ન હોય તેવી એલ.ઈ.ડી.લાઈટ ગેરકાયદેસર છે અને તે સામે ગત મહિનામાં વાહનોનું રાત્રિના ચેકીંગ કરીને 199  વાહનો પાસેથી રૂ।.એક-એક હજાર લેખે દંડ વસુલવામાં આવ્યો છે. આ ઉપરાંત ઓવરલોડ, ઓવરડાયમેન્શન, ટેક્ષ વગર ચાલતા વાહનો, રેડિયમ રીફ્લેક્ટર, ફીટનેસ વગર, સીટબેલ્ટ, પીયુસી, ભય જનક વાહન ચલાવવું, ડ્રાઈવીંગ લાયસન્સ ન હોવું સહિત કૂલ 1056 વાહનચાલકોને રૂ। 46.77 લાખનો દંડ કરાયો હતો.

    આ કામગીરી આર.ટી.ઓ.દ્વારા વારંવાર કરાતી હોય છે પરંતુ, તેમાં મોટી ખામી એ છે કે એલ.ઈ.ડી.લાઈટ રાખવા બદલ રૂ।.૧૦૦૦નો દંડ કર્યા બાદ એ વાહન અને એ જ લાઈટ ચાલુ રાખીને જવા દેવાય છે. બૂલેટ મોટરસાયકલોના બહારથી ફીટ કરાવાયેલા સાયલન્સરથી અતિ ઘોંઘાટ થતો હોય પોલીસે આવા સેંકડો સાયલન્સર કબજે કરીને તેનો નાશ કર્યો હતો. આવી કામગીરી એલ.ઈ.ડી.લાઈટમાં થતી નથી.

    ઉલ્લેખનીય છે કે તીવ્ર માત્રાની એલ.ઈ.ડી.લાઈટ અંધકારમાં જે પ્રકાશ ફેંકે છે તેનાથી એક તો સામેથી આવતા વાહનચાલકોની આંખો અંજાય છે અને અકસ્માતનું જોખમ સર્જાય છે અને તે ઉપરાંત વન્ય પ્રાણી,પંખીઓ માટે પણ આ પ્રકાશ જોખમી હોય છે. એક સમયે ટ્રેડીશનલ અને માન્ય પીળી લાઈટમાં પણ વચ્ચે કાળા ટપકાં કરવાનો નિયમ હતો અને હવે આ નિયમ તો દૂર રહ્યો, એલ.ઈ.ડી.લાઈટ પ્રતિબંધિત છતાં તેનો છૂટથી ઉપયોગ થાય છે.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot માં કોરોનાએ પ્રથમ ભોગ લીધો : ગાંધીગ્રામના પ્રૌઢનું મૃત્યુ

    June 10, 2025
    રાજકોટ

    Rajkot: ધી-કો-ઓપરેટીવ બેંક મહિલાકર્મીઓ સાથે ગ્રાહકનું અશોભનીય વર્તન

    June 9, 2025
    રાજકોટ

    Rajkot: વેપારીને રૂ. 6 લાખની ચાંદી પરત નહિ આપી ઠગાઈ

    June 9, 2025
    રાજકોટ

    Rajkot:હરભમજીરાજ ગરાસીયા છાત્રાલય દ્વારા મેઇન SP પ્રદિપસિંહ જાડેજા નુ બુધવારે સન્માન

    June 9, 2025
    રાજકોટ

    Rajkot:યુવાન માનતા કરવા જતા રસ્તામાં કાળ આંબી ગયો

    June 9, 2025
    રાજકોટ

    Rajkot: ધારાશાસ્ત્રીઓને માંદગીસહાય પેટે રૂપિયા 14.40લાખ ચુકવવાનો નિર્ણય

    June 9, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Dhaka ગામ ટ્રેક્ટર માંથી અકસ્માતે નીચે પટકાયેલા ચાલકનું મોત

    June 10, 2025

    આજનું રાશિફળ

    June 10, 2025

    આજ નું પંચાંગ

    June 10, 2025

    International Sports Day ૧૧ જૂન ૨૦૨૫ – બાળકો જ્યારે રમતા હોય છે

    June 10, 2025

    World Eye Donation Day ૧૦ જૂન ૨૦૨૫ પર ખાસ – ચક્ષુદાન એક મહાન દાન છે

    June 10, 2025

    સંત અને ધર્મનિરપેક્ષ ધર્મસુધારક કબીરદાસની આજે જન્મ જયંતી

    June 10, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Dhaka ગામ ટ્રેક્ટર માંથી અકસ્માતે નીચે પટકાયેલા ચાલકનું મોત

    June 10, 2025

    આજનું રાશિફળ

    June 10, 2025

    આજ નું પંચાંગ

    June 10, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.