લેખક: કલ્પેશ દેસાઈ
દુનિયાના મોટાભાગના દેશો અને ત્યાંના નાગરિકો અલગ અલગ પ્રકારના Fraud કે Cyber Fraudનો શિકાર બની રહ્યા છે. ભારતમાં પણ આ Cyber Fraud-Crime સામે લડવા માટે હાલની સરકારે ચાલુ બજેટમાં ૧૫૫૦ કરોડ રૂપિયાની!! ફાળવણી કરી છે.
‘આર્થિક’ Online Fraudના મૂળમાં ઊંડા ઊતરીએ તો બે વાતો ઉડીને આંખ સામે આવે છે અજ્ઞાન અને લાલચ.
કોઈપણ દેશ કે કોઈ પણ સમાજના મોટાભાગના લોકો અજ્ઞાન અથવા લાલચ ને લઇને સરળતાથી Fraudનો ભોગ બની જતા હોય છે!!.
આજે આપણે વાત કરવી છે પ્રવર્તમાન સમયમાં કેટ- કેટલી પ્રકારે છેતરપિંડીની રીતો અજમાવી અને લોકોને ભોગ બનાવાઈ રહ્યા છે. આપણે ક્રમમાં આવી સત્ય ઘટનાની ચર્ચાઓ કરીશું, પરંતુ શરૂઆત કરીશું ઇતિહાસના એક એવા પાત્રથી જેણે સહુ પ્રથમ America જેવા દેશમાં શિક્ષિત સમાજના એક બહુ મોટા વર્ગને લાલચમાં લઈ અને આજની પ્રવર્તમાન છેતરપિંડીના ગેરકાયદેસર ધંધાના પાયા નાખ્યા અથવા, આવા આર્થિક ગુનેગારોને રસ્તો બતાવ્યો કે મોટા સમૂહને કેવી રીતે સરળતાથી છેતરી શકાય છે. આજે આપણા ભારત સહિત મોટાભાગના દેશમાં છેતરપિંડીની યોજનાઓ આ વ્યક્તિનાં નામે ઓળખાઈ છે, તો આવો શરૂઆત કરીએ આર્થિક ગુનાના God Fatherની સત્ય ઘટનાથી.
નામ : Charles Ponzi
3 માર્ચ 1882માં ઇટાલીમાં જન્મેલ Charles Ponziનું શરૂઆતનું જીવન તો એક સામાન્ય નાગરિક જેવું જ હતું. 21 વર્ષની ઉંમરે Charles Ponzi લાખો Dollarના સ્વપ્નો આંખમાં આંજી પ્રથમવાર USA (America)માં પગ મૂક્યો ત્યારે તેના ખિસ્સામાં માત્ર અઢી ડોલર હતા.
સરખું અંગ્રેજી પણ ન જાણનાર Charles Ponziના શરૂઆતના દિવસો USAમાં ઘણા સંઘર્ષમય રહ્યા, Restaurantમાં વાસણ સાફ કરવાથી લઈ અને વેઇટર સુધીની વિવિધ નોકરીઓ કરી, આવી નોકરીઓ દરમિયાન શરૂઆતથી જ રહેલી માનસિક નકારાત્મકતા, ટૂંકા સમયમાં-ટૂંકા રસ્તે, ઝડપથી પૈસાદાર બનવાના દૂઃસ્વપ્નને લઈ નાની મોટી ચોરીઓ, કસ્ટમરની હેરાફેરીને કારણે સજા રૂપ હકાલ પટ્ટીઓને લઈને 1907માં તેણે Americaમાંથી ઉચાળા ભરી, Canada પ્રયાણ કર્યુ.
Canadaમાં નસીબે તેને યારી આપવાનું શરૂ કર્યું અને તેને Canadaમાં પહોંચતા સાથે જ, એક નવી જ ખુલેલી Bankમાં નોકરી મળી ગઈ. પહેલેથી જ વાકચાતુર્યમાં હોશિયાર એવા Charles Ponziએ Canada પહોંચ્યા બાદ Italian અને English સાથે French ભાષા પર પણ પોતાની સારી પકકડ જમાવી દિધી અને જરૂરિયાત મુજબ પોતાના Bankના કામ ઉપરાંત અન્ય Employees તેમજ Customerની વચ્ચે દુભાષ્યા તરીકે કાર્ય કરવાનું પણ શરૂ કરી દીધું અને બહુ ઝડપથી એક સામાન્ય ટેલરમાંથી Bankના Managerની પદવી સુધી પહોંચી ગયો. અને Managerની પદવી પર પહોંચ્યા બાદ જ તેના ધ્યાનમાં અમુક એવી વસ્તુ આવી, જેણે તેનું આવનારું જીવન બદલી નાખ્યું.
એવું કહેવાય છે કે, Charles Ponzi, છેતરપિંડીની પ્રથમ કલા કે પ્રથમ ટેકનીક Bankના સ્થાપક Zarossi પાસેથી શીખ્યો. Zarossiની Bankએ સમયે પોતાના ગ્રાહકોને થાપણ સામે 6% જેવું વ્યાજ આપતા. જે લગભગ બીજી Banks દ્વારા અપાતા વ્યાજ કરતા બમણું હતું, જેને કારણે લોકોનો થાપણ મુકવા માટે ત્યાં ઘસારો રહેતો અને બેંકની પ્રગતિ દિવસે દિવસે વધતી જતી હતી.
પરંતુ બહુ ઝડપથી અતિ ચાલાક એવા Charles Ponziને Bankની વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો, એને સમજાઈ ગયું કે, એની Bank ગંભીર નાણાકીય કટોકટી અને સંકટમાં છે. બેંકે ધીરેલી મોટાભાગની લોન કે જે Real Estateના ધંધા સાથે સંકળાયેલી હતી તે લગભગ ડૂબી ગઈ છે. અને Bankમાં જૂની થાપણ ધરાવતા ગ્રાહકોને નિયમિતપણે જે વ્યાજ ચૂકવાઇ રહ્યું છે, તે વ્યાજ Bankના નફામાંથી નહીં, પરંતુ નવી આવે રહેલી થાપણમાંથી ચૂકવાઇ રહ્યું છે. Charles Ponziને સમજાઈ ગયું કે Zarossi ‘આલિયા ની ટોપી માલ્યાની માથે પહેરાવી રહ્યો છે’. (કહેવત બનાવનારને ભારતના માલ્યાનો પહેલાંથી ખ્યાલ આવી ગયો હોવો જોઇએ!!!.)
તે સાથે જ Charles Ponziના મગજમાં ભવિષ્યમાં જન્મ લેનારી અને જગપ્રસિદ્ધ બની જનાર ‘Ponzi Scheme’ ના બીજ રોપાવની શરૂઆત થઈ.
કેદી નંબર #6660
આખરે એ દિવસ પણ આવી પહોંચ્યો જયારે Zarossiને નવી થાપણો મળવાનું બંધ થયું, અને જૂના થાપણદારોને વ્યાજ પણ ચૂકવવાનું મુશ્કેલ લાગતા, Zarossi Bankમાં ગ્રાહકોની વધી ઘટી થાપણની રકમ સમેટી મેક્સિકો તરફ ભાગી છુટ્યો.
ફરીથી Charles Ponzi બેકાર બની ગયો. આથી Charles Ponzi ફરી USA પરત ફરવાની યોજના બનાવવા લાગ્યો, પરંતુ ખિસ્સામાં એક ફૂટી કોડી પણ ન હોય તેવા બેકાર માણસ માટે America પરત ફરવું ઘણું જ મુશ્કેલ હતું. આવા સમયમાં Charles Ponzi મદદ મેળવવાના આશયથી Bankની એક ભૂતપૂર્વ ગ્રાહક Company, ‘Canadian વેરહાઉસિંગ’ની ઓફિસે ગયો, પરંતુ ઓફિસમાં કોઈ હાજર ન હતુ, એ જ સમયે Charles Ponziની નજર એક ચેકબુક ઉપર પડી, પૈસાની અસહ્ય તંગીથી પીડાતો Charles Ponzi પોતાને ચેકબુકમાંથી ચેકની તફડંચી કરતા ના રોકી શક્યો, અને તેણે તેમાંથી એક ચેક તફડાવી લીધો, Charles Ponziએ ચેક માં 423.58 ડોલરની રકમ ભરી અને Companyના Director એવા ડેમિયન ફોર્નિયરની બનાવટી સહી કરી અને ચેક કેશ પણ કરાવી લીધો.
પણ હાઇ રે, કિસ્મત!!, Charles Ponziની ચાલકી પકડાઈ ગઈ અને તેને જેલમાં જવાનો વખત આવ્યો, ત્રણ વર્ષની ‘સખ્ત કેદ’, કેદી નંબર #6660!.
પોતાના જેલવાસ દરમિયાન Charles Ponziએ પોતાની માતાને પત્ર લખ્યો અને માતાને પત્ર દ્વારા માહિતી આપી કે “માં મને જેલમાં કેદીઓના વોર્ડનના ‘ખાસ સહાયક’! તરીકેની નોકરી મળી ગઈ છે”!, પોતાની માતા સાથે પણ માહિતીની છેતરપિંડી કરનાર Charles Ponzi ભવિષ્યમાં છેતરપિંડીઓના સમ્રાટ તરીકે પ્રખ્યાત થવાનો હતો!. (જો, કે, તેની માતાને પાછથી જાણ થઈ ગઈ હતી કે તે જેલમાં ‘વોર્ડનના સહાયક’ નહિ, પણ કેદી તરીકે પુરાયેલો છે.)
1911 માં તેની જેલ મુક્તિ પછી, Charles Ponziએ America પરત ફરવાનું નક્કી કર્યું, પરંતુ ખાલી ખિસ્સે તે શક્ય ન હતું, આથી તે, સહેલાઈથી અને ઝડપી પૈસા મેળવવા સરહદ પાર Italian ગેરકાયદેસર વસાહતીઓની દાણચોરી કરવાની યોજનામાં સામેલ થયો. ફરીથી તે પકડાયો!! અને એટલાન્ટા જેલમાં બે વર્ષ વિતાવ્યા. અહીં તે વોર્ડન માટે અનુવાદક બન્યો, અને અહીં એક કેદી ચાર્લ્સ ડબલ્યુ. મોર્સ, Charles Ponzi માટે સાચો રોલ મોડેલ (અલબત, નકારાત્મક કર્યો માટે) બન્યો. મોર્સ, Wall Streetનો એક શ્રીમંત વેપારી અને સટોડિયો હતો. મોર્સ, તબીબી પરીક્ષાઓ દરમિયાન તબીબોને મૂર્ખ બનાવીને સાબુ ખાઈને ખરાબ સ્વાસ્થ્યનો દેખાવ કરવાના ગુનામાં જેલમાં હતો. મોર્સને ટૂંક સમયમાં જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો. મોર્સની મુક્તિ પછી Charles Ponziએ તેની જેલની મુદત પૂરી કરી, પરંતુ 50 ડૉલર દંડ ચૂકવવામાં તેની અસમર્થતાને કારણે તેની મુદતમાં વધારાનો મહિનો ઉમેરાયો.
વિન્સેન્ટ જેલમાં ત્રણ વર્ષ અને એટલાંટા જેલમાં બે વર્ષ, કુલ પાંચ વર્ષ લાંબો જેલવાસ ભોગવ્યા બાદ આખરે ચાર્લ્સનો જેલમાંથી છુટકારો થયો, પરંતુ, ત્યાં સુધીમાં તો તે એક અઠંંગ ગુનેગાર બની ચૂક્યો હતો. છેવટે, યેન કેન પ્રકારે Charles Ponzi America પહોંચવામાં સફળ થયો અને તેણે બોસ્ટન શહેરને પોતાની કર્મભૂમિ બનાવી, ‘અલબત્ત ગુનાની જ’!.
ત્યારબાદ Charles Ponziએએ કામની શોધમાં ફરવાનું ચાલુ રાખ્યું અને સહાયક, નર્સ, યુટિલિટી સપ્લાયર વગેરે જેવા નાના મોટા કામો કરતો રહ્યો. આ દરમ્યાન તેની મુલાકાત સ્ટેનોગ્રાફર રોઝ મારિયા ગેનેકો સાથે થઈ, ધીમે ધીમે મુલાકાતો વધતી ગઈ અને છેવટે પ્રેમમાં પરિણમી. આખરે એક દિવસ Charles Ponziએ તેણી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, Charles Ponziના ગુનાહિત ભૂતકાળથી સાવ અજાણ, ભોળી રોઝ મારિયાએ આ લગ્નનો પ્રસ્તાવ સહર્ષ સ્વીકાર કરી લીધો!. 1918 માં બંનેએ પ્રભુતામાં પગલાં માંડ્યા. (જોકે Charles Ponziની માતાએ લગ્ન પહેલા, તેણીને Charles Ponziના ગુનાહિત ભૂતકાળ વિશે માહિતી આપતો પત્ર લખી અને જાણ કરી દીધી હતી, પરંતુ નેક દિલની ભોળી રોઝ મારિયાને આશા હતી કે ચાર્લ્સ સુધરી ગયો હશે)
‘સુખી દાંપત્ય જીવનના શમણાં સેવતી ભોળી રોઝને ક્યાં ખબર હતી કે સાવ ટૂંકા ગાળામાં સમય પોતાની સાથે, છેતરપિંડી અને ગુનાખોરીનો વંટોળિયો તેમજ અપાર વેદનાના વમળો લઇને તેની તરફ આવી રહ્યો છે’.
વધુ આવતા મંગળવારે…
1 Comment
“Cyber fraud”
માહિતી સભર સાથે સુંદર સંકલિત તથા આલેખિત શ્રેણી નો પ્રારંભ સાચે જ રસપ્રદ રહ્યો, કલમ થકી લોક-જાગૃતિ માટે પણ સ્તુત્ય કાર્ય, “શ્રી કલ્પેશ દેસાઈ” ધન્યવાદ ને પાત્ર.🙏💐🌹