Jamnagar,તા.3
જામનગર માર્કેટીંગ યાર્ડમાં મગફળીની આવકમાં થતા વધારા સાથે 15400 મણ હરરાજીમાં આવી હતી. જેમાં 9 નંબરની મગફળીના સૌથી વધુ 1775 સુધીના ભાવે સોદા થયા હતા. આ સાથે 764 ખેડુતો 39298 મણની 17 જણસીઓ હરરાજીમાં લાવ્યા હતા. કમૌસમી વરસાદના કારણે ખેડુતોની મગફળી પલળી રહી છે. તો અમુક ખેડુતોએ વહેલા મગફળી કાઢી લીધી હોવાથી યાર્ડમાં મગફળીની આવક થવા લાગી છે.
ત્યાર186 ખેડુતો 15400 મગફળી હરરાજીમાં લાવ્યા હતા.જેમાં જીણી મગફળીના રૂ.900 થી 1110, જાડી મગફળીના રૂ.800થી 1000 તેમજ 66 નંબરની મગફળીના રૂ.900થી 1200 અને 9 નંબરની મગફળીના રૂ.1000થી 1775 સુધીના ભાવે સોદા થયા હતા.
તો અન્ય જણસીની વાત કરીએ તો ઘઉં 770, મગ 73, અળદ 720, તુવેર 13, ચોળી 6, ચણા 1098, એરંડા 95, તલી 268, લસણ 2952, કપાસ 6250, જીરુ 1263, અજમો 583, અજમાની ભુસી 759, સુકી ડુંગળી 1094, સોયાબીન 7875 અને રાજમાની 81 મણની હરરાજીમાં આવક થઈ હતી.

