Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત

    August 31, 2026

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી

    August 31, 2026

    Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા

    August 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત
    • Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી
    • Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા
    • Rajkot: ડિલિવરી બોય અને તેના પરિજનો પર છરી-પાઇપ વડે હુમલો
    • Rajkot: મવડીમાં કારખાનાની ઓરડીમાંથી ત્રણ શ્રમિકોંના મોબાઈલ ચોરાયા
    • Rajkot: સાપર વેરાવળ હોટેલમાંથી 11 બાળ શ્રમિકોંને મુક્ત કરાયા
    • વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ભારતના ૭% થી વધુ મજબૂત GDP વૃદ્ધિ, Nirmala Sitharaman
    • Rahul Gandhi કે કોંગ્રેસ બંને મુકદ્દમાઓથી ડરશે નહીં. પાર્ટી લોકશાહી અને કાયદેસર રીતે પ્રતિક્રિયા આપશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Gandhidham: State TT Tournamentમાં નુતાંશુ અને પ્રથાની નજર ટાઇટલ પર
    સૌરાષ્ટ્ર

    Gandhidham: State TT Tournamentમાં નુતાંશુ અને પ્રથાની નજર ટાઇટલ પર

    Vikram RavalBy Vikram RavalJuly 16, 2026Updated:July 17, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhidham, તા.૧૬

    ડીપીએ બીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026નું 17થી 19મી જુલાઈ દરમિયાન અહીંના એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે આયોજન થશે ત્યારે વર્તમાન ચેમ્પિયન નુતાંશુ દયામા અને પ્રથા પવારની નજર તેમની વિજયકૂચ આગળ ધપાવવાનો પ્રયાસ કરશે અને તેમની નજર ટાઇટલ પર રહેશે.

    610 એન્ટ્રી ધરાવતી આ ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે યોજાઈ રહી છે જેના સ્પોન્સર દિનદયાલ પોર્ટ ઓથોરિટી (ડીપીએ) છે જ્યારે તેના ઇક્વિપમેન્ટ પાર્ટનર સ્ટિગા છે. આ ટુર્નામેન્ટમાં 2.90 લાખ રૂપિયાના પુરસ્કાર એનાયત થશે અને વિજેતાઓને અન્ય ગિફ્ટ પણ વિતરીત કરાશે. બિનક્રમાંકિત નુતાંશુ દયામા અને મોખરાના ક્રમની પ્રથા પવારે છેલ્લે અમદાવાદ ખાતે યોજાયેલી સિઝનની પ્રથમ સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટ જીતી હતી અને આ વખતે તેઓ આ માટે ફેવિરટ છે. જોકે બંનેને આ વખતે મજબૂત પડકારનો સામનો કરવો પડે તેવી અપેક્ષા છે.

    અમદાવાદ ખાતેની ફાઇનલમાં મોખરાના ક્રમનો રાજકોટનો જયનિલ મહેતા નુતાંશુ સામે ફાઇનલમાં હારી ગયો હતો. પ્રથમ રેન્કિંગ ટુર્નામેન્ટમાં વિમેન્સમાં અમદાવાદની ઓઇશિકી જોઆરદાર પ્રથા સામે હારી જવાને કારણે રનર્સ અપ રહી હતી. હવે ઓઇશિકી તેના શહેરની જ હરીફની વિજયકૂચ અટકાવીને આગળ ધપવાનો પ્રયાસ કરશે. અન્ય દાવેદારોમાં નામના જયસ્વાલ અને ધૈર્ય પરમારનો સમાવેશ થાય છે.

    સ્થાનિક જુનિયર્સ તેમનો પ્રભાવ પાડી શકે છે જેમાં અંડર-13 બોયઝમાં મોખરાના ક્રમના ધ્રુવ ભાંબણીયા, અંડર-11 બોયઝમાં મોખરાના ક્રમનો રેહાંશ સિંઘવી, યુગ પ્રતાપસિંઘ, અંડર-9 ગર્લ્સમાં મોખરાના ક્રમની દિવિશા હિંગોરાણી, અનાઇશા સિંઘવી, સિદ્ધિ સિંઘવી, યાના સિંઘ અને માયરા ખેશકાનીનો સમાવેશ થાય છે.

    ગાંધીધામ ખાતે બોયઝ અંડર-7 કેટેગરીનો પ્રારંભ થનારો છે. ગયા વર્ષે અંડર-9 ઇવેન્ટને સામેલ કર્યા બાદ અંડર-7 કેટેગરી પહેલી વાર સ્ટેટ રેન્કિંગ સ્તરે શરૂ કરવામાં આવી રહી છે. અંડર-7 કેટેગરીના પ્રારંભે છ એન્ટ્રી મળી છે જે બાબત યુવા બાળકોમાં ટેબલ ટેનિસની લોકપ્રિયતા પ્રતિબિંબિત કરે છે.

    ભાગ લેનારા તમામ સહભાગીઓ માટે નિઃશુલ્ક ભોજન: ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટના ઇતિહાસમાં પ્રથમ વખત ત્રણ દિવસીય ઇવેન્ટ દરમિયાન તમામ સહભાગીઓને નાસ્તો, બપોરનું ભોજન, રાત્રિનું ભોજન, ફ્રેશ લાઇમ વોટર અને ફળો નિઃશુલ્ક આપવામાં આવશે.

    આયોજન સચિવ શ્રી કમલ અસનાનીએ જણાવ્યું હતું કે, આયોજકોનો ઉદ્દેશ્ય ખેલાડીઓને શ્રેષ્ઠ સુવિધાઓ સાથે વ્યવસાયિક રીતે સંચાલિત ટુર્નામેન્ટ પૂરી પાડવાનો છે.આયોજન સચિવ શ્રી કમલ અસનાનીએ જણાવ્યું હતું કે, ‘આયોજકોનો આશય ખેલાડીઓને પ્રોફેશનલ સંચાલિત અને શક્ય તેટલી સર્વશ્રેષ્ઠ સવલતો પૂરી પાડવાનો છે.’અંડર-7 કેટેગરીની શરૂઆત અને વિનામૂલ્યે ભોજન તથા રિફ્રેશમેન્ટ આપવાનો નિર્ણય ખેલાડીઓના કલ્યાણ અને પાયાના સ્તરે વિકાસ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.’ તેમ કમલ અસનાનીએ ઉમેર્યું હતું. આ ટુર્નામેન્ટ 12 સ્ટિગા પ્રીમિયમ ટેબલ પર રમાશે, જેમાં 25 લાયકાત ધરાવતા ટેકનિકલ અધિકારીઓની પેનલ સ્પર્ધાનું નિરીક્ષણ કરશે.

    Gandhidham NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAmreli: જુગાર રમતા છ ઇસમોને રૂ. ૪૬,૬૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડતી LCB
    Next Article સખી વન સ્ટોપ સેન્ટર Junagadhની સાફલ્ય ગાથા
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત

    August 31, 2026
    રાજકોટ

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી

    August 31, 2026
    રાજકોટ

    Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા

    August 31, 2026
    રાજકોટ

    Rajkot: ડિલિવરી બોય અને તેના પરિજનો પર છરી-પાઇપ વડે હુમલો

    August 31, 2026
    રાજકોટ

    Rajkot: મવડીમાં કારખાનાની ઓરડીમાંથી ત્રણ શ્રમિકોંના મોબાઈલ ચોરાયા

    August 31, 2026
    રાજકોટ

    Rajkot: સાપર વેરાવળ હોટેલમાંથી 11 બાળ શ્રમિકોંને મુક્ત કરાયા

    August 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹156,110
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,100
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹234,740
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-09-2026 09:00
    Categories
    Latest News

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત

    August 31, 2026

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી

    August 31, 2026

    Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા

    August 31, 2026

    Rajkot: ડિલિવરી બોય અને તેના પરિજનો પર છરી-પાઇપ વડે હુમલો

    August 31, 2026

    Rajkot: મવડીમાં કારખાનાની ઓરડીમાંથી ત્રણ શ્રમિકોંના મોબાઈલ ચોરાયા

    August 31, 2026

    Rajkot: સાપર વેરાવળ હોટેલમાંથી 11 બાળ શ્રમિકોંને મુક્ત કરાયા

    August 31, 2026
    Search
    Main News

    વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ભારતના ૭% થી વધુ મજબૂત GDP વૃદ્ધિ, Nirmala Sitharaman

    August 31, 2026

    Rahul Gandhi કે કોંગ્રેસ બંને મુકદ્દમાઓથી ડરશે નહીં. પાર્ટી લોકશાહી અને કાયદેસર રીતે પ્રતિક્રિયા આપશે

    August 31, 2026

    Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો

    August 31, 2026

    Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત

    August 31, 2026

    “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત

    August 31, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત

    August 31, 2026

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી

    August 31, 2026

    Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા

    August 31, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.