વડાપ્રધાનના વિઝનથી શ્રી અન્ન બન્યું વૈશ્વિક સુપરફૂડઓછી કાળજીએ પાકતું અમૃત એટલે મિલેટ્સ
ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને હૃદયરોગ સામે મિલેટ્સ કુદરતી રક્ષણાત્મક ઢાલ સમાનઃ ડાયેટિશિયન અંકિતા રાવલ
Rajkot , તા. ૧૫ઃ
આજના આધુનિક યુગમાં બદલાયેલી બેઠાડુ જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ ફાસ્ટફૂડના કારણે સમગ્ર વિશ્વ જ્યારે ગંભીર જીવનશૈલી સંબંધિત બીમારીઓનો સામનો કરી રહ્યું છે, ત્યારે ભારતની પ્રાચીન પરંપરાગત આહાર પદ્ધતિ ફરી એકવાર વૈશ્વિક સ્તરે સંજીવની બનીને ઉભરી આવી છે. ૧૬ ઓક્ટોબર – વિશ્વ ખાદ્ય દિવસ (ઠજ્ઞહિમ ઋજ્ઞજ્ઞમ ઉફુ)ના વિશેષ અવસરે વાત કરીએ શ્રી અન્ન વિશે…વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાદાયી પ્રયાસો થકી આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠા પામેલા શ્રી અન્ન (મિલેટ્સ) તરફ વિશ્વભરના લોકોનો અભિગમ ઝડપથી બદલાઈ રહ્યો છે.
વિશ્વ ફૂડ દિવસનો ઇતિહાસ
વૈશ્વિક ભૂખમરો નાબૂદ કરવા અને અન્ન સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવા દર વર્ષે ૧૬ ઓક્ટોબરના રોજ વિશ્વ ખાદ્ય દિવસ ઉજવાય છે. આ દિવસનો ઇતિહાસ ૧૬ ઓક્ટોબર, ૧૯૪૫ના રોજ સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન (ઋઅઘ) ની સ્થાપના સાથે જોડાયેલો છે, જેની સત્તાવાર ઉજવણી વર્ષ ૧૯૮૧થી શરૂ થઈ હતી. આજે પણ કરોડો લોકો કુપોષણનો સામનો કરી રહ્યા હોવાથી આ દિવસની પ્રાસંગિકતા ખૂબ વધારે છે. આ પડકારોને પહોંચી વળવા વર્ષ ૨૦૨૬ની થીમ નસ્ત્રઆજે ઇનોવેશન, આવતીકાલે પોષણથથ (નસ્ત્રઈંક્ષક્ષજ્ઞદફયિં જ્ઞિંમફુ. ગજ્ઞીશિતવ જ્ઞિંળજ્ઞિજ્ઞિૂ.થથ) નક્કી કરાઈ છે, જે સંદેશ આપે છે કે આજે ખેતીમાં ડિજિટલ ટેકનેલોજી અને નવા સંશોધનો (ઈંક્ષક્ષજ્ઞદફશિંજ્ઞક્ષત) અપનાવીશું, તો જ ભવિષ્યની પેઢીને પૂરતું પોષણ આપી શકાશે.
એક સમયે સામાન્ય ગણાતા બાજરી, જુવાર, રાગી, કાંગ, કોદરી અને સામો જેવા મિલેટ્સ આજે વિશ્વસ્તરે ઉત્તમ સુપરફૂડ તરીકે પ્રસ્થાપિત થઈ રહ્યા છે.
ડાયાબિટીસ અને હૃદયરોગ સામે અમોઘ શસ્ત્ર
પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ, રાજકોટના ન્યુટ્રિશન અને ડાયેટિક્સ વિભાગના હેડ શ્રી અંકિતા રાવલના જણાવ્યા અનુસાર નસ્ત્રઆજના સમયમાં ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, હૃદયરોગ અને મેદસ્વિતા (ઓબેસિટી)નું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આવા સંજોગોમાં મિલેટ્સ સ્વાસ્થ્ય માટે રક્ષણાત્મક ઢાલ સમાન છે. મિલેટ્સમાં લો ગ્લાયકેમિક ઇન્ડેક્સ (કજ્ઞૂ ૠઈં) હોવાથી તે લોહીમાં શર્કરાનું પ્રમાણ નિયંત્રિત રાખે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે અત્યંત ગુણકારી છે. તેમાં રહેલું ભરપૂર ફાઈબર પાચનતંત્ર મજબૂત કરે છે અને બેડ કોલેસ્ટ્રોલ ઘટાડી હૃદયનું રક્ષણ કરે છે.થથ
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, નસ્ત્રસામાન્ય રીતે ઘઉં અને ચોખામાંથી માત્ર ૦.૨ થી ૧% જેટલું જ ફાઇબર મળે છે, જ્યારે વિવિધ મિલેટ્સ દ્વારા અંદાજે ૯% જેટલું ભરપૂર ફાઇબર મળી રહે છે. આ ઉચ્ચ ફાઇબરના કારણે પેટ લાંબો સમય ભરેલું રહે છે અને વારંવાર ભૂખ લાગતી નથી, જેના પરિણામે વજન અને સ્થૂળતા (ઓબેસિટી) નિયંત્રિત કરવામાં મદદ મળે છે.થથ
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, નસ્ત્રરાગીમાં રહેલું વિપુલ પ્રમાણનું કેલ્શિયમ બાળકો અને સગર્ભા બહેનોનાં હાડકાંને મજબૂતી આપે છે, જ્યારે બાજરીમાં રહેલું આયર્ન એનિમિયા (લોહીની ઊણપ) દૂર કરવામાં અત્યંત મદદરૂપ સાબિત થાય છે. કુદરતી રીતે ગ્લુટેન-ફ્રી હોવાને લીધે મિલેટ્સ પાચનમાં પણ ખૂબ સરળ રહે છે.થથ
સરકારી રેશનિંગ વ્યવસ્થા થકી છેવાડાના માનવી સુધી પહોંચતું પોષણ
રાજ્ય સરકાર પ્રજાના પોષણ સ્તરને સુધારવા માટે સતત પ્રયત્નશીલ છે. સામાન્ય અને શ્રમિક પરિવારો પણ પૌષ્ટિક આહાર મેળવી શકે તે હેતુથી જાહેર વિતરણ પ્રણાલી (ઙઉજ) હેઠળ વાજબી ભાવની સરકારી દુકાનો મારફતે અંત્યોદય અને ગઋજઅ કાર્ડધારકોને ઘઉં-ચોખાની સાથોસાથ બાજરી અને જુવાર જેવા શ્રી અન્નનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત આંગણવાડી કેન્દ્રોમાં બાળકો અને સગર્ભા માતાઓને પૂર્ણા યોજના તેમજ ટેક હોમ રેશન (ઝઇંછ) હેઠળ મિલેટ્સ આધારિત પૌષ્ટિક વાનગીઓ ઉપલબ્ધ કરાવી કુપોષણ સામે મજબૂત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
દૈનિક આહારમાં મિલેટ્સ અપનાવવાનો સંકલ્પ
વિશ્વ ફૂડ દિવસ એ માત્ર અન્નનો મહિમા ગાવાનો દિવસ નથી, પરંતુ યોગ્ય અને ગુણકારી આહાર પસંદ કરવાનો અવસર છે. જંક ફૂડ અને પાશ્ચાત્ય ખાનપાન છોડીને જો આપણે દૈનિક ભોજનમાં દેશી રોટલા, રાગીની રાબ, મિલેટ ખીચડી, ઢોંસા કે ઉપમા જેવી પૌષ્ટિક વાનગીઓને સ્થાન આપીશું, તો સ્વસ્થ ગુજરાત, સુપોષિત ભારતનું સ્વપન સાકાર થશે.

