Junagadh,તા.17
માળીયા હાટીના ગામે પતિ સાથે આડા સબંધ હોવાનું કહેતા યુવતી અને તેના પતિએ મહિલાને વાળ પકડી ઢસડી, ઢીકાપાટુનો માર મારી, જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ઘટના પોલીસ દફતરે ચડી છે.
માળિયા હાટીનામાં જશાપરા પ્લોટ વિસ્તારમાં રહેતાં ખુશ્બુબેન મિથુનભાઇ સોલંકી સાથે જશીબેન ઉર્ફે જ્યોતીબેનના પતિ રણજીતભાઇ જીતુભાઇ સોલંકી (ઉ.વ. ૨૮) ને આડા સબંધ હોવાની જશીબેન ઉર્ફે જ્યોતીબેનને શંકા જતા તેણીએ આ બાબતે ખુશ્બુબેન ને ઠપકો આપેલ હતો. જેનુ મનદુખ રાખી, ખુશ્બુબેન તથા તેના પતિ મિથુનભાઇ જેન્તીભાઇ સોલંકી એ જશીબેન ઉર્ફે જ્યોતીબેનના ઘરે જઇ, ગાળો આપી, ખુશ્બુબેનના વાળ પકડી ઢસડી, ઢીકાપાટુનો માર મારી, જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ખુશ્બુબેન તથા તેના પતિ મિથુનભાઇ જેન્તીભાઇ સોલંકી સામે જશીબેન ઉર્ફે જ્યોતીબેન રણજીતભાઇ સોલંકી એ માળીયા હાટીના પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.