Morbi,તા.15
વિશ્વ પુસ્તક દિવસ નિમિતે વાંચન અને લાઈબ્રેરીનં મહત્વ સમજાવતો સંવાદ માટેનું આયોજન કરવામાં આવ્યું છે મોરબી મહાનગરપાલિકા દ્વારા તા. ૨૩ એપ્રિલના રોજ સાંજે ૫ થી ૭ સુધી કેસરબાગ, સામાકાંઠે મોરબી ૨ ખાતે વાંચવું એટલે જગત જીવતું કાર્યક્રમ યોજાશે જેમાં જાણીતા લેખક અને મોટીવેશન સ્પીકર જય વસાવડા ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપશે અને યુવાનોને વાંચનનું મહત્વ સમજાવશે