Morbi,તા.15
શોભેશ્વર રોડ પર વાણીયા સોસાયટીના મકાનમાં રેડ કરી પોલીસે ઈંગ્લીશ દારૂની ૧૮ બોટલ સાથે એક આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન શોભેશ્વર રોડ પર વાણીયા સોસાયટીમાં રહેતા આરોપી કાળુભાઈ ગોરધનભાઈ સીતાપરા (ઉ.વ.૬૦) વાળાના ઘરમાં બાતમીને આધારે રેડ કરી હતી જ્યાં આરોપીના મકાનમાંથી દારૂની ૧૮ બોટલ કીમત રૂ ૧૦,૩૧૦ નો જથ્થો કબજે લઈને આરોપી કાળું સીતાપરાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે