(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૨૦
નવલખી રોડ પર આવેલ શ્રદ્ધા સોસાયટીના મકાનમાંથી ૨૯.૨૪ ગ્રામ મેફેડ્રોન પાવડરના જથ્થા સાથે એસઓજી ટીમે એક ઈસમને ઝડપી લઈને મેફેડ્રોન પાવડર, વેચાણ કરીને મેળવેલ રોકડ રકમ અને મોબાઈલ સહીત કુલ રૂ ૧.૦૯ લાખનો મુદામાલ કબ્જે લીધો છે
મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના નવલખી રોડ પર શ્રદ્ધા સોસાયટીમાં રહેતો આરોપી મયુર બાબુભાઈ ગોગરા નામનો ઇસમ પોતાના મકાનમાં મેફેડ્રોન પાવડરનો ગેરકાયદેસર જથ્થો રાખી ગ્રાહકોને ખાનગીમાં વેચાણ કરે છે જે બાતમીને આધારે એસઓજી ટીમે આરોપીના મકાનમાં રેડ કરી હતી સ્થળ પરથી આરોપી મયુર ગોગરાને ઝડપી લઈને મેફેડ્રોન પાવડર ૨૯.૨૪ ગ્રામ કીમત રૂ ૮૭,૭૨૦, મેફેડ્રોન પાવડર વેચાણ કરી મેળવેલ રોકડ રૂ ૧૧,૫૫૦ અને મોબાઈલ કીમત રૂ ૧૦,૦૦૦ એક વજનકાંટો કીમત રૂ ૫૦૦ સહીત કુલ રૂ ૧,૦૯,૭૭૦ નો મુદામાલ જપ્ત કર્યો છે આરોપી વિરુદ્ધ સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટની કલમ ૮ (સી) ૨૧ (બી) ૨૯ મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે

