વડવા વિસ્તારમાં એલસીબીએ દરોડો પાડી 684 બોટલ દારૂ મોબાઈલ મળી ₹2.24 લાખનો મુદ્દામાલ કબજે બે શખ્સોની શોધખોળ
Bhavnagar,તા.05
ભાવનગર શહેરના વડવા ચોરા કામનાથ મહાદેવ વાળી શેરીમાં ભરત દુગ્ધાલયના પ્રથમ માળે એલસીબી એ દરોડો પાડી મકાનમાંથી રૂપિયા 2. 14 લાખની કિંમતની 684 બોટલ વિદેશી દારૂ સાથે મકાન માલિકની ધરપકડ કરી મોબાઈલ અને દારૂ મળી રૂપિયા 2.24 લાખનો મુદ્દામાં કબજે કરી નાશી છૂટેલા બે શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. વધુ વિગત મુજબભાવનગર શહેર અને જિલ્લામાં વિદેશી દારૂબંધીનો કડક અમલ કરવા એસ.પી હર્ષદ પટેલે આપેલી સૂચનાને પગલે એલસીબીના પીઆઇ એ આર વાળા સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. ત્યારે વડવા તલાવડી વિસ્તારમાં રહેતો વીરેન હક્કા વાઘેલા નામના શકશે પોતાના મકાનમાં વિદેશી દારૂ છુપાવ્યો હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફ વનરાજસિંહ કુમાર જયદીપસિંહ ગોહિલ કેવલભાઈ સાંગા અને માનદીપસિંહ ગોહિલ સહિતના સ્ટાફે દરોડો પાડી મકાનમાંથી રૂપિયા 2.14 લાખની કિંમતના 684 બોટલ વિદેશી દારૂ સાથે મકાન માલિક વિરેન વાઘેલાને ધરપકડ કરી દારૂ અને મોબાઈલ મળી 2.24 લાખનો મુદ્દામાંલ કબજે કરી કર્યો હતો ઝડપાયેલા વિરેન વાઘેલાની પ્રાથમિક પૂછપરછમાં આ દારૂના ગુનામાં વસીમ ગોરી અને મેહુલ બારૈયા ની સંડોવાણી ખુલતા શોધખોળ હાથ ધરવામાં આવી છે