New Delhi,તા.27
દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાની યોજના એટલે કે ’વન નેશન, વન ઈલેક્શન’ પર વિચાર કરવા માટે રચાયેલી સંસદની સંયુક્ત સમિતિ પર વિચાર કરવા માટે રચાયેલી સંસદની સંયુક્ત સમિતિ (JPC) ની આગામી બેઠક 11 જુલાઈના રોજ યોજાશે. આ બેઠક દરમિયાન, સુપ્રીમ કોર્ટના બે ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશો, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ જેએસ ખેહર સમિતિના સભ્યો સાથે વાતચીત કરશે.
ભાજપે વર્ષ 2024ના ચૂંટણી ઢંઢેરામાં એક સાથે ચૂંટણી કરાવવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. તેમની દલીલ છે કે, તેનાથી ચૂંટણીનો ખર્ચ ઘટશે અને શાસન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. પરંતુ ઘણા રાજકીય પક્ષો અને કાર્યકરો દ્વારા આ પ્રસ્તાવનો સખત વિરોધ કરવામાં આવ્યો છે.
જેઓ આરોપ લગાવે છે કે તે લોકશાહી જવાબદારી અને સંઘવાદને નુકસાન પહોંચાડશે. આ બિલમાં 2029માં પ્રક્રિયા શરૂ કરવાનો અને 2034 માં પ્રથમ એકસાથે ચૂંટણી યોજવાનો પ્રસ્તાવ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભૂતપૂર્વ CJI ચંદ્રચૂડે એપ્રિલમાં સમિતિને આપેલા પોતાના લેખિત સૂચનોમાં ચેતવણી આપી છે કે, એકસાથે ચૂંટણીઓ યોજવાથી સારા સંસાધનો ધરાવતા રાષ્ટ્રીય પક્ષોને ફાયદો થશે, જેના કારણે નાના અથવા પ્રાદેશિક પક્ષો માટે રાજકીય સ્પર્ધા અસમાન બની શકે છે.
જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યું, ’ચૂંટણી ખર્ચ સંબંધિત નિયમો કડક કરવા જોઈએ. હાલમાં, ઉમેદવારો માટે ખર્ચ પર મર્યાદા છે, પરંતુ રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવતા ખર્ચ પર કોઈ સ્પષ્ટ મર્યાદા નથી. આ અસંતુલન ચૂંટણી પ્રક્રિયાને પૈસાની શક્તિ ધરાવતા પક્ષોની તરફેણમાં ઝુકાવે છે.’
જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે બીજો મહત્ત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો કે જો સરકારનો કાર્યકાળ પૂરો થાય તે પહેલાં વિધાનસભા કે લોકસભાનું વિસર્જન કરવામાં આવે છે, તો ભારતીય કાયદાઓ અનુસાર પેટાચૂંટણીઓ યોજી શકાય છે.
આ ખાતરી કરે છે કે, મતદારોનું પ્રતિનિધિત્વ થાય છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે આ પ્રસ્તાવ બંધારણના ’મૂળભૂત માળખાના સિદ્ધાંત’નું ઉલ્લંઘન કરશે જો તે સાબિત થાય કે અલગ અલગ સમયે ચૂંટણીઓ યોજવી એ બંધારણની મૂળ ભાવનાનો ભાગ છે.
ભૂતપૂર્વ CJIએ પ્રસ્તાવિત કાયદાની જોગવાઈ સામે પણ વાંધો ઉઠાવ્યો છે. જેમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે સમય મર્યાદા નક્કી કરવાની વાત કરવામાં આવી છે. તેમણે તેને સંસદીય લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતની વિરુદ્ધ ગણાવ્યું.