Arunachal તા.10
ચીન અનેક વખત ભારતના અરૂણાચલ પ્રદેશથી લઈને છેક લદાખ સુધીના પ્રદેશ પર પોતાનો દાવો કરી રહ્યું છે તે સમયે અરૂણાચલના મુખ્યમંત્રીએ ચીનને આબાદ ચીટીયો ભરતા કહ્યું કે અમારી સરહદ ચીન સાથે નહીં પરંતુ તિબેટ સાથે છે.
રાજયના મુખ્યમંત્રી પેમા ખંડુએ ગઈકાલે એક વાતચીત દરમ્યાન જણાવ્યું કે ચોકકસપણે અરૂણાચલ પ્રદેશ એ તેની 1200 કીલોમીટરની સરહદથી તિબેટ સાથે જોડાયેલુ છે તેઓએ ઉમેર્યુ કે તિબેટ એ ચીનના શાસન હેઠળ છે તેનો ઈન્કાર કરી શકાય નહીં પરંતુ મૂળભૂત રીતે અમારી સરહદ તિબેટ સાથે જોડાયેલી છે.
અગાઉ તેઓએ બ્રહ્મપુત્રા નદી પર તિબેટમાં જે વિશાળ ડેમ ચીન બાંધી રહ્યું છે તેને વોટર બોંબ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, ભારતે તેની ચિંતા કરવી પડશે પણ બાદમાં તેમણે કહ્યું કે, અરૂણાચલ પ્રદેશે તિબેટ ઉપરાંત ભૂતાન અને મ્યાનમાર સાથે પણ સરહદ ધરાવે છે.
આમ આંતરરાષ્ટ્રીય સરહદોમાં અરૂણાચલ પ્રદેશ જોડાયેલું છે પરંતુ તેમાં અમે ચીનનો સમાવેશ કરતા નથી. તેઓએ હિમાચલ પ્રદેશમાં ધર્મશાળા ખાતે દલાઈ લામાના જન્મ દિવસના કાર્યક્રમમાં હાજરી આપી હતી.