Bhavnagar, તા.29
ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટાખુટવડા ગામે રહેતા શખ્સે પોતાની વાડીમાં તારફેન્સીંગ ની સાથે ઇલેક્ટ્રીક કરંટ ગોઠવેલ હોય આ ઇલે. કરંટ બે સગાભાઇઓને લાગી જતા બંન્ને ના મોત નિપજ્યા હતા આ અંગેની આરોપી સામે મોટાખુટવડા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી આ અંગેનો કેસ મહુવાની કોર્ટમાં ચાલી જતા અદાલતે આરોપીને 7 વર્ષની કેદની સજા અને રોકડા રૂા. 2 લાખ વળતર પેટે ચુકવી આપવા અદાલતે હુકમ કર્યો હતો.
ગઈ તા. 1/9/2020 નાં આરોપી રાજાભાઈ દુલાભાઈ હડીયા (ઉ.53, રહે. વળીયા ભવન ચોક, મોટાખુટવડા, તા.મહુવા) એ પોતાની વાડીના શેઢા ફરતે લોખંડના તાર બાંધી ઇલેક્ટ્રીક શોર્ટ મુકી તે શોટ વાળા લોખંડ નાં તારને અડવાથી ફરીયાદી વલ્લભભાઇ બાલુભાઈ માલણકીયા નાં ભત્રીજાઓ (1) પરેશભાઈ નાગજીભાઈ માલણકિીયા (2) નીતીનભાઈ નાગજીભાઈ માલણકીયાના મોત થયા હતા.
આ અંગેનો કેસ એડીશનલ ડીસ્ટ્રીક્ટ કોર્ટ ન્યાયમૂર્તિ અતુલકુમાર એસ. પાટીલ ની અદાલતમાં ચાલી જતા સરકારી વકીલ કમલેશ એચ. કેસરી ની અસરકારક દલીલો ગ્રાહય રાખી આરોપી રાજુભાઈ દુલાભાઈ હડીયાને તકસીરવાન ઠરાવી 7(સાત) વર્ષની સખ્ત કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવે છે તથા આરોપીને બે લાખનો દંડ ભરવાનો હુકમ કરવામાં આવે છે અને દંડ ભરવામાં કસુર કરે તો વધુ 6 માસની કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવે છે. ફરીયાદી પક્ષે બંન્ને મરણજનારના વારસોને રૂા. 1,00,000/- તથા રૂા. 1,00,000/- વળતર પેટે ચુકવી આપવા અદાલતે હુકમ કર્યો હતો.