હવે ભારતીય ફ્લાઇટ્સને પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં : શાહબાઝ
Islamabad, તા.૨૪
જમ્મુ-કાશ્મીરના પહરલગામમાં મંગળવારે (૨૨ એપ્રિલે) ભયાનક આતંકવાદી હુમલો થયા બાદ ભારત પાકિસ્તાન વિરુદ્ધ કડકાઈથી કાર્યવાહી કરી છે. ભારતે ૧૯૬૦ સિંધુ જળ સમજૂતી ખતમ કરવા સહિત અનેક પગલા ભર્યા છે, જેના કારણે પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. ભારતના નિર્ણયની અસર આખા પાકિસ્તાન પર પડી છે. આ જ ક્રમમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ગુરુવારે (૨૪ એપ્રિલ, ૨૦૨૫) એક ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠક પણ બોલાવી હતી, જેમાં તેમણે ભારતીય ફ્લાઇટ્સ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં શાહબાજ સરકારે કહ્યું કે, પાણી રોકવું યુદ્ધ જેવી કાર્યવાહી છે.
પાકિસ્તાનના વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં તેઓએ ભારત આવતી અને જતી કોમર્શિયલ ફ્લાઇટ્સ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. શાહબાઝ સરકારના જણાવ્યા અનુસાર, હવે ભારતીય ફ્લાઇટ્સને પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના અને રાજદ્વારીઓને ભારતમાંથી હાંકી કાઢવાના ભારતના નિર્ણયથી પાકિસ્તાન નારાજ છે. આ ઉપરાંત સરકારે એમ પણ કહ્યું છે કે, પાણી રોકવું એ યુદ્ધ જેવી કાર્યવાહી છે.
પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન ઈશાક ડારે બુધવારે મોડી રાત્રે એક ખાનગી ટેલિવિઝન ચેનલ સાથે વાત કરતા ભારતના આ પગલાને ઉતાવળમાં લેવાયેલો નિર્ણય ગણાવ્યો હતો. પહેલગામ હુમલા પછી જેદ્દાહથી તાત્કાલિક પરત ફરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિમાન પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થયું નહીં અને અન્ય રસ્તેથી પસાર થયું હતું. આ પહેલા મંગળવારે (૨૨ એપ્રિલ) જેદ્દાહ જતી વખતે વડાપ્રધાન મોદીનું વિમાન પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થયું હતું.
ઉલ્લેખનીય છે કે, આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર આડેધડ ગોળીબાર કર્યો હતો, જેમાં ૨૬ લોકોના મોત અને ૧૭ લોકોને ઈજા થઈ હતી. આ કાયરતાપૂર્વકની અને ભયાનક ઘટના બાદ દેશભરમાં રોષ ભભૂક્યો હતો. એટલું જ નહીં વિદેશમાં પણ હુમલાના પડઘા પડ્યા હતા. હુમલા બાદ સુરક્ષા દળો અનેક વિસ્તારોમાં સર્ચ ઓપરેશન કરી રહ્યા છે. બીજીતરફ કેન્દ્ર સરકારે ગઈકાલે સિંધુ જળ સમજૂતી સહિતના મોટા મોટા નિર્ણય લઈને પાકિસ્તાનને મુશ્કેલીમાં મુકી દીધું છે. પહલગામમાં ભયાનક આતંકવાદી હુમલો થયા બાદ કેન્દ્ર સરકારે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે.
Trending
- Rajkot: બેડી ગામે પરિણીતા પર પતિનો ધારીયા વડે હુમલો
- Dhoraji: અજાણ્યા વાહનની અડફેટે શ્રમિકનું મોત
- Junagadh: અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે આગામી ૨૦ મી ઓગસ્ટે વિશાળ રેલી યોજાશે
- Junagadh: યુવકે પત્ની અને સાસરિયાના ત્રાસથી એસિડ પી જતા મોત
- Junagadh: યુવકે ઉછીના લીધેલ રૂપિયા વસૂલવા ૫ શખ્સોએ અપહરણ કરી, માર મારી ધમકી આપી
- Junagadh: રાણાવાવ પંથકના પ્રેમીને પ્રેમિકાના ભાઈએ મારી નાખવાની ધમકી આપી
- Rajkot: બેડી ચોકડી નજીક ગોપાલ રેસીડેન્સીમાંથી શરાબની 182 બોટલ ઝડપાઈ
- 08 ઓગસ્ટ નું રાશિફળ
ભારતના એક્શન બાદ Pakistanને એરસ્પેસ-વેપાર પર રોક લગાવી
Related Posts
Add A Comment