Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: નામચીન શખ્સને પાસાના પિંજરે પુર્યો

    June 6, 2025

    આજનું રાશિફળ

    June 6, 2025

    આજ નું પંચાંગ

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: નામચીન શખ્સને પાસાના પિંજરે પુર્યો
    • આજનું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • Nifty Futures ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    • Delhi government બકરી ઈદ પહેલા ગેરકાયદેસર બલિદાન અટકાવવા માટે માર્ગદર્શિકા જારી કરી
    • US President Donald Trump નું નામ એપ્સટિન ફાઇલોમાં છે, એલોન મસ્ક
    • Donald Trump મારા વિના ચૂંટણી હારી ગયા હોત, એલોન મસ્કે અમેરિકન રાષ્ટ્રપતિનો આભાર માન્યો?
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 7
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Pakistanને બલુચિસ્તાનના 80% ક્ષેત્ર પરથી નિયંત્રણ ગુમાવ્યું
    આંતરરાષ્ટ્રીય

    Pakistanને બલુચિસ્તાનના 80% ક્ષેત્ર પરથી નિયંત્રણ ગુમાવ્યું

    Vikram RavalBy Vikram RavalMay 19, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Pakistan and Balochistan,તા.19

    પહલગામમાં આતંકી હુમલાનો બદલો લેવા ઓપરેશન સિંદૂર હેઠળ ભારતની સૈન્ય કાર્યવાહીએ પાકિસ્તાન અને પાકિસ્તાની સેનાને વ્યાપક સ્તરે નુકસાન પહોંચાડયું છે. આવા સમયે બલૂચિસ્તાનમાં આઝાદીની ચળવળ ચલાવી રહેલા બલોચ લોકો આ પરિસ્થિતિનો લાભ ઉઠાવવા તૈયાર છે. મીર યાર બલોચ સહિત અગ્રણી બલોચ નેતાઓએ રિપબ્લિક ઓફ બલુચિસ્તાનની સ્વતંત્રતાની જાહેરાત કરી દીધી છે અને ભારત તથા સંયુક્ત રાષ્ટ્રને એક સ્વતંત્રત દેશ તરીકે તેમને માન્યતા આપવા માગણી કરી છે.

    રઝાક બલોચની વાત સાચી ઠરતી હોય તેમ ભારત સામે ઓપરેશન સિંદૂરમાં ભારે માર ખાધા પછી પાકિસ્તાનના સૈન્યે હવે સ્થાનિક સ્તરે પોતાની છબી સુધારવા માટે તેના નિયંત્રણ હેઠળના બલૂચિસ્તાનમાં લોકો પર અત્યાચાર શરૂ કરી દીધા છે. બલોચ સૂત્રોએ જણાવ્યું કે, પાકિસ્તાની સૈન્યે બલૂચિસ્તાનના અનેક વિસ્તારોમાં ઈન્ટરનેટ અને વીજપૂરવઠો કાપી નાંખ્યા છે, જેથી તેમના અત્યાચારો દુનિયા સમક્ષ બહાર આવી ના શકે. પાકિસ્તાની સેના બલોચ બળવાખોરોનો સામનો કરી શકતી નહીં હોવાથી તેમણે આઝાદી માટે શાંતિપૂર્ણ દેખાવો કરતા બલોચ લોકો પર અત્યાચાર શરૂ કર્યા છે. બલુચિસ્તાનની આઝાદીની ચળવળનો મુખ્ય ચહેરો એવાં મહિલા નેતા ડૉ. મહરંગ બલોચની કોઈપણ કારણ વિના લગભગ બે મહિનાથી ધરપકડ કરવામાં આવી છે.

    દરમિયાન પાકિસ્તાન માટે વર્ષ 2025 અત્યાર સુધીનું સૌથી ખરાબ વર્ષ રહ્યું છે. બશિર ઝૈબ જેવા બળવાખોર નેતાઓના નેતૃત્વમાં બલોચ લિબરેશન આર્મી (બીએલએ)એ પાકિસ્તાનની સેના પર હુમલા વધારી દીધા છે. ગુપ્તચર એજન્સીઓના અહેવાલ મુજબ પાકિસ્તાનામાં છેલ્લા પાંચ મહિનામાં સૈનિકો પર જાફર એક્સપ્રેસ ટ્રેન અપહરણ સહિત ૩૫૦થી વધુ મોટા અને ૨૦ નાના હુમલા થયા છે. આ હુમલાઓમાં ૪૦૦ જેટલા સુરક્ષા જવાનોનાં મોત થયા છે.

    બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેનાએ ભારે માર ખાધો છે. એવામાં ઓપરેશન સિંદૂર હેઠળ એલઓસી પર ભારતીય સૈન્યે પાકિસ્તાની સેનાને મોટો ફટકો પહોંચાડયો છે. ભારતીય સૈન્યે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તોયબાના હેડ ક્વાર્ટર સહિત નવ સ્થળે આતંકી અડ્ડાઓનો નાશ કર્યો હતો, જેમાં ટોચના પાંચ આતંકીઓ સહિત ૧૦૦ જેટલા આતંકી માર્યા ગયા છે. આ સિવાય ચાર દિવસ ચાલેલા સંઘર્ષમાં પાકિસ્તાનના ૧૩ સૈનિકોનાં મોત થયા છે અને ૪૦ જેટલા સૈનિકો ઈજાગ્રસ્ત થયા છે.

    ‘આઝાદ બલૂચિસ્તાન’ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે અને આ ‘આઝાદી’ હાલ પ્રતિકાત્મક હોવા છતાં બલોચ અમેરિકન કોંગ્રેસના મહાસચિવ રઝ્ઝાક બલોચે દાવો કર્યો છે કે બલૂચિસ્તાન પ્રાંત પર હવે પાકિસ્તાન સરકારનું કોઈ નિયંત્રણ રહ્યું નથી. પાકિસ્તાની સૈનિકો રાતના અંધારામાં રાજધાની ક્વેટા છોડીને બહાર પણ નીકળી શકતા નથી. ચૂંટાયેલા પાકિસ્તાની અધિકારીઓએ પણ કબૂલ્યું છે કે બલૂચિસ્તાન પર પાકિસ્તાનનું નિયંત્રણ નથી. પાકિસ્તાની સૈનિકો સુરક્ષાના ભયથી સાંજે 5થી સવારે 5 સુધી પેટ્રોલિંગ કરવાનું ટાળે છે.

    રઝ્ઝાક બલોચે કહ્યું કે, પાકિસ્તાને બલૂચિસ્તાન પ્રાંતના 80 ટકા ભાગ પરથી નિયંત્રણ ગુમાવી દીધું છે. આ વિસ્તારો પર હવે બલોચ લોકોનો કબજો છે. તેમણે સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને ભારત સહિત વૈશ્વિક સત્તાઓને આઝાદી માટે સંઘર્ષ કરી રહેલા બલોચ લોકોની મદદ માટે આ વિસ્તારમાં શાંતિ સેના મોકલવા વિનંતી પણ કરી છે. ભારત અમને અત્યારે મદદ કરે તો અમારા દરવાજા ખૂલી જશે. તેમણે ચેતવણી પણ આપી કે જો મદદમાં વિલંબ થશે તો પ્રાંતની સ્થિરતા પર અસર થશે અને પાકિસ્તાનની સેના અત્યાચાર પર ઉતરી આવશે.

    BALOCHISTAN lost control over 80% Pakistan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    US President Donald Trump નું નામ એપ્સટિન ફાઇલોમાં છે, એલોન મસ્ક

    June 6, 2025
    આંતરરાષ્ટ્રીય

    Donald Trump મારા વિના ચૂંટણી હારી ગયા હોત, એલોન મસ્કે અમેરિકન રાષ્ટ્રપતિનો આભાર માન્યો?

    June 6, 2025
    આંતરરાષ્ટ્રીય

    Pakistan ના પેશાવરમાં ભીષણ બ્લાસ્ટ,પૂર્વ મંત્રી અબ્બાસ ખાન આફ્રિદીનું મોત થયું

    June 6, 2025
    આંતરરાષ્ટ્રીય

    ‘ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષમાં ચીન એક એવું પરિબળ છે જેને નજરઅંદાજ ન કરી શકાય: Shashi Tharoor

    June 6, 2025
    રાષ્ટ્રીય

    ત્રીજી ઓગસ્ટે થશે NEET-PGની પરીક્ષા, સુપ્રીમ કોર્ટે NBEની માગ સ્વીકારી

    June 6, 2025
    રાષ્ટ્રીય

    PM Modi એ કાશ્મીરમાં દુનિયાના સૌથી ઊંચા રેલવે બ્રિજનું લોકાર્પણ કર્યું, તિરંગો લહેરાવ્યો

    June 6, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot: નામચીન શખ્સને પાસાના પિંજરે પુર્યો

    June 6, 2025

    આજનું રાશિફળ

    June 6, 2025

    આજ નું પંચાંગ

    June 6, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 6, 2025

    Nifty Futures ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 6, 2025

    Delhi government બકરી ઈદ પહેલા ગેરકાયદેસર બલિદાન અટકાવવા માટે માર્ગદર્શિકા જારી કરી

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: નામચીન શખ્સને પાસાના પિંજરે પુર્યો

    June 6, 2025

    આજનું રાશિફળ

    June 6, 2025

    આજ નું પંચાંગ

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.