Mumbai,તા.18
પાકિસ્તાની રેપર તલ્હા અંજુમે રવિવારે નેપાળમાં એક કોન્સર્ટ દરમિયાન મિત્રતાનો સંદેશ આપવા માટે સ્ટેજ પર ભારતનો ધ્વજ ફરકાવ્યો અને તેને પોતાની પીઠ પર ઓઢીને કોન્સર્ટમાં ગીત ગાયુ હતુ. જોકે, તલ્હા અંજુમના આ પગલાની પાકિસ્તાનમાં ટીકા થઈ રહી છે અને પાકિસ્તાનના ઘણા યુઝર્સ સોશિયલ મીડિયા પર પોતાના દેશના રેપર તલ્હા અંજુમને ટ્રોલ કરી રહ્યા છે.
નેપાળના કોન્સર્ટ દરમિયાન, જેવો તલ્હા અંજુમને ભારતીય પ્રશંસકે ભારતનો ધ્વજ આપ્યો, તેણે ખૂબ ખુશીથી તે લીધો અને શો દરમિયાન જ તેને લહેરાવવાનું શરૂ કરી દીધું. જેનો વીડિયો વાઇરલ થતા તેને હાલ ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

