New Delhi,તા,27
કેન્દ્ર સરકારે અમલમાં મુકેલા પાન 2.0 યોજનાની જાહેરાત સાથે જ પાન-હોલ્ડર્સમાં અનેક પ્રશ્નો ઉભા થયા છે અને તેમાં વર્તમાન ‘પાન’ કાર્ડની યોગ્યતાથી નવા પાન 2.0 હેઠળ મળનારા કયુઆર કોડ સાથેના પાન કાર્ડ કઈ રીતે ઉપલબ્ધ બનશે તે પણ પ્રશ્ન પૂછાવા લાગ્યા છે તે સંદર્ભમાં નાણા મંત્રાલયે મહત્વની સ્પષ્ટતા કરી છે.
સૌથી મહત્વનું હજું આ યોજના કાર્યરત બની નથી અને તેનું ડિજીટલ પ્લેટફોર્મ આગામ દિવસોમાં ખુલ્લુ મુકાશે. સૌ પ્રથમ તો હાલના પાનકાર્ડ જે અમલમાં છે તે ચાલું જ રહેશે એટલે જેઓ નવા કયુઆર કોડ સાથેના અપગ્રેડેડ કાર્ડ મેળવવા માંગતા ન હોય તેઓએ કોઈ અરજી કરવાની જરૂર નથી.
સરકારે ડેટા સુરક્ષા ઉપરાંત પાનકાર્ડ જે છેલ્લા દોઢ દશકાથી અમલમાં છે તેને ટેકનોલોજી સામે તાલ મિલાવી શકે અને વધુ બહેતર રીતે તેનો ઉપયોગ થઈ શકે તે માટે આ યોજના અમલમાં મુકી છે અને તે આગામી વર્ષ શરૂ થશે. પાન 2.0 એ આવકવેરા વિભાગનો ઈ-ગવર્નન્સ પ્રોજેકટ છે.
નાણા મંત્રાલય ‘પાન’ સાથે જોડાયેલી તમામ સેવાઓ એક જ પ્લેટફોર્મ પર લાવવા માંગે છે. હાલ ‘પાન’ સાથે જોડાયેલી સેવાઓ જેવી કે ઈ-ફાઈલીંગ પોર્ટલ, પ્રોટીયન ઈ-ગર્વમેન્ટ પોર્ટલ અને અન્ય પોર્ટલ પર આ કામગીરી થાય છે.
પણ પાન 2.0ને હવે એક યુનીફાઈડ પોર્ટલ પર જ લાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ઝઅગ સાથે જોડાયેલી સેવા પણ તેમાં સામેલ થઈ જશે. આ એક જ પોર્ટલ પર PAN અને TAN સાથે જોડાયેલી સેવા જેવી કે એલોટમેન્ટ, અપગ્રેડેશન, કરેકશન ઓન લાઈન પાન વેલીડેશન, આધાર-પાન લીંકીંગ, વેરીફાઈડ યોર પાન, રીકવેસ્ટ ફોર ઈ-પાન અને પાનકાર્ડ રીપ્રીન્ટ કરવાની સુવિધા એક જ પોર્ટલ પર આવશે.
આ પુરી પ્રક્રિયા પેપરલેસ અને ઓનલાઈન બનાવાઈ છે અને પાનકાર્ડનુ અપગ્રેડેશન કરેકશન અને એલોટમેન્ટ માટે કોઈ ફી આપવાની રહેશે નહી. ઈ-પાન જે ડીજીટલ સ્વરૂપમાં હશે તેનો આઈડી રજીસ્ટર પોસ્ટથી મોકલી અપાશે પણ જો કોઈને ‘પાન’ની ફિઝીકલ એટલે કે હાર્ડકોપી (કાર્ડ) જોઈતું હોય તો રૂા.50ની ફી ભરવી પડશે. ભારત બહાર ડિલીવરી માટે રૂા.15નો વધારાનો ચાર્જ ઉપરાંત પોસ્ટલ ચાર્જ લેવો પડશે.
તમારા વર્તમાન પાન કાર્ડમાં તમો ઈ-મેલ, મોબાઈલ નંબર, ફોટા, એડ્રેસ, જન્મતારીખ વિ. માહિતી જો બદલવી હોય તો તે બદલી શકશો અને આ સુવિધા ઓનલાઈન મળશે પણ જૂના વર્તમાન પાનકાર્ડ ચાલશે. કોઈએ નવા લેવાની જરૂર નથી. જેઓને ડિજીટલ- કયુઆર કોડ સાથેના પાન જોઈતા હોય તેઓ આ માટે અરજી કરી શકે છે.
જો કે છેક 2017-18થી પાનમાં કયુઆર કોડ મૌજૂદ છે અને નવા કાર્ડમાં તે હશે પણ ડાયનેમિક કયુઆર કોડની સાથે પાનના ડેટાબેઈજ લેટેસ્ટ ડેટા ડિસપ્લે કરશે અને આ કાર્ડનો ફાયદો એ છે કે તેમાં કયુઆર કોડ રીડર્સ એપ્લીકેશન મારફત તેમાં ફોટો, સહી, નામ, માતા-પિતાનું નામ અને જન્મતારીખ વિ. માહિતી મેળવી શકશો.
નવા 2.0 પેનકાર્ડ જે તે વ્યક્તિના અધિકૃત ઈ-મેલ પર આપોઆપ મળી જશે પણ જો નવી એડીશનના પાનકાર્ડની હાર્ડકોપી જોઈતી હોય તો તમારે રૂા.50ની ફી ભરીને તે મેળવવી પડશે. આ માટે જે તે યુનીફાઈડ પોર્ટલ પર જવાનું રહેશે જેની વેબસાઈટ https://www.onlineservice.nsdl.com/paam/endUserAddressUpdate.html & https://www.pan.utiitsl.com/PAN_ONLINE/homeaddresschange છે.