New Delhi તા.18
આજે વહેલી સવારે દિલ્હીની એક-બે નહિં પણ 20 સ્કુલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા અફડાતફડી મચી ગઈ છે.પશ્ચિમ વિહાર સ્થિત હિચમંડ, ગ્લોબલ સ્કુલમાં આજે શુક્રવારે વહેલી સવારે બોમ્બ હોવાની સુચના મળી હતી. સુચના ઈ-મેઈલથી સવારે 4-55 વાગ્યે મળી હતી.
જાણ થતાં જ સ્થાનિક પોલીસની સાથે બોમ્બ વિરોધી ટુકડી, સ્નીફર ડોગ સ્કવોડ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને દરોડા સ્થળે તપાસ કરાઈ હતી પણ હજુ સુધી શંકાસ્પદ વસ્તુ નથી મળી.
દિલ્હીમાં અવારનવાર સ્કુલ-કોલેજોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, દિલ્હીની 20 થી વધુ સ્કુલોને બોમ્બથી સ્કુલોને ઈ-મેલના બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.
પશ્ચિમ વિહારની રિચમંડ ગ્લોબલ વહેલી સવારે 4.55 કલાકે બોમ્બની ધમકી ઈ-મેલથી મળી હતી ઘટના સ્થળે સ્થાનિક પોલીસની સાથે સાથે સ્નીફર ડોગ સ્કવોડ, ફાયર બ્રિગેડ પહોંચી ગયા હતા અને તપાસ દરમ્યાન કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી.
આ ઉપરાંત રોહિણી સેકટર-3 સ્થિત અભિનવ પબ્લિક સ્કુલને પણ બોમ્બની ધમકી મળી છે. અન્ય સ્કુલોને પણ આજે સવારે બોમ્બની ધમકી મળતા સ્કુલોમાંથી છાત્રો-સ્ટાફને બહાર કાઢવામાં આવ્યા હતા જોકે કંઈ શંકાસ્પદ ન મળતા આ બધી ધમકીઓને ખોટી જાહેર કરી હતી.