Riyadh, તા.7
ભારત અને અમેરિકા વચ્ચે ક્રુડ તેલ ખરીદી મુદ્દે ચાલતા વિવાદ વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે, દુનિયામાં ટોચના ક્રુડ તેલ ઉત્પાદક સાઉદી અરેબીયન કંપની સાઉદી આરમોકો એ ડિસેમ્બર માસથી એશિયન ડીલીવરી માટેના તેના ક્રુડ તેલના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે.
આરમોકો કે દુનિયાની સૌથી મોટી ક્રુડ તેલ નિકાસકાર કંપની છે તેને નવેમ્બર માસના ભાવથી ક્રુડ તેલના ભાવ 1.ર થી 1.4 ડોલર પ્રતિ બેરલ ઘટાડવાની જાહેરાત કરી છે. જેના કારણે ભારતને આગામી સમયમાં રશિયાના બદલે સાઉદી ક્રુડ તેલ ખરીદવામાં સરળતા રહેશે.
જોકે ફકત આ ભાવ વધારો એશીયા માટે જ છે, ઉતર પૂર્વ યુરોપ માટેના ભાવ યથાવત રાખ્યા છે. દુબઇ અથવા તો બ્રેન્ટ ક્રુડ તેલ ઓળખાતા આ ક્રુડ તેલ એ ભારત માટે સૌથી મહત્વનું છે.
સાઉદી અરેબિયાએ ભાવ ઘટાડતા હવે ભારતની રીફાઇનરીઓ રશિયન ક્રુડ તેલનો વિકલ્પ પસંદ કરી શકશે. દેશની ટોચની રીફાઇનરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે હાલમાં જ સાઉદી ખરીદી વધારી છે. હવે રશિયા તરફથી મળતા રોજના એક મીલીયન બેરલ ક્રુડ તેલના વિકલ્પમાં સાઉદી કંપની પાસેથી ખરીદી વધારી શકાય છે.

