Amreli, તા.8
અમરેલીમાં પાયલોટ માટેની ટ્રેનિંગ સ્કૂલ શરૂ થઈ છે. ત્યારથી ટચુકડા પ્લેન અમરેલી શહેર ઉપર ઉડતા રહે છે જેને લઈ અમરેલીના શહેરીજનો આ પ્લેન ક્રેશ થવાના ભય નીચે જીવી રહયા છે. ત્યારે અમરેલી શહેર ઉપર આવા ટચુકડા પ્લેનની ઉડાઉડ બંધ કરવા શહેરીજનો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ પરિણામ આવેલ નથી. ત્યારે આજે સવારના સમયે એક ટચુકડું પ્લેન રન વે ઉપરથી ફરી એક વખત સ્લીપ થઈ જતાં રન વે ઉપરથી સાઈડમાં ઉતરી ગયું હતું.
જેને લઈ ગંભીર દુર્ઘટના સર્જાતા સહજમાં અટકી જવા પામેલ છે. જો કે કોઈ જાનહાનિ ન થતા હાશકારો થવા પામેલ છે. જ્યારે આ બનવાનો વીડિયો પણ વાયરલ થઈ જવા પામેલ છે.
આ બનાવમાં જાણવા મળતી વિગત મુજબ અમરેલીના ચિતલ રોડ ઉપર આવેલ એરપોર્ટ ઉપર છેલ્લા ઘણાં જ સમયથી પાયલોટ માટેની ટ્રેનિંગ ચાલે છે. અનેક રાજ્ય તથા રાજ્ય બહારના અનેક ટ્રેની પાયલોટ માટેની અહીંયા ટ્રેનિંગ લઈ રહયા છે. પરિણામે અમરેલીના આકાશમાં સતત ટ્રેનિંગ માટેના ટચુકડા પ્લેન વ્હેલી સવારથી મોડી સાંજ સુધી ઉડાઉડ કરી રહયા છે.
ત્યારે આજે સવારે અમરેલીમાં કોઈ કારણોસર એક ટચુકડું પ્લેન લેન્ડિંગ કરતાં સમયે રન વે ઉપરથી સ્લીપ થઈ જતાં રન વે ઉપરથી સાઈડમાં ઉતરી ગયું હતું. જેને લઈ ટચુકડા પ્લેનમાં નુકશાન થયાનું પણ જાણવા મળેલ છે. જો કે ગંભીર દુર્ઘટના સર્જાતા સહજમાં અટકી જવા પામેલ છે. જો કે કોઈ જાનહાનિ ન થતા હાશકારો થવા પામેલ છે.
જો કે આ બનાવ બાદ પણ પાયલોટ ટ્રેનિંગ સેન્ટર દ્વારા ઘટના છુપાવવાના પ્રયાસ કરવામાં આવ્યો હોય તેમ અમરેલી ફાયર સહિતના અધિકારીઓને પણ આ ઘટના અંગે જાણ પાયલોટ ટ્રેનિંગ સેન્ટર દ્વારા કરવામાં આવેલ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં પણ અમરેલી એક ટ્રેની પ્લેન અમરેલીના એરપોર્ટના રન વે ઉપર સ્લિપ થઈ જવાં પામેલ હતું. જ્યારે આવી વિમાન સ્લીપ થવાની ઘટનાં ઘટી છે. થોડા મહિલાનાં પહેલાં પણ અમરેલીના એરપોર્ટ નજીક જ ક્રેશ થયેલ જેમાં એક ટ્રેની પાયલોટનું મોત નિપજેલ હતું. ત્યારે થોડા દિવસના વિરામ બાદ ફરીથી આ પાયલોટ ટ્રેનિંગ માટેના ટચુકડા પ્લેન આકાશમાં ઉડી રહયા છે.
જેને લઈ અમરેલી શહેર ઉપર આવા ટચુકડા પ્લેનની ઉડાઉડ બંધ કરવા અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ પરિણામ આવેલ નથી. ત્યારે આજની ઘટના બાદ લોકોમાં આવા ટચુકડા પ્લેનની ભય વ્યાપી જવા પામેલ છે.

