Jamnagar, તા.19
તાજેતરના દ્વારકા ખાતેના ફુલડોલ ઉત્સવ – (ફાગણી પૂનમ) નિમિતે અનેક યાત્રાળુઓ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશ ના દર્શનાર્થે આવી રહ્યા હતા.ત્યારે દ્વારકા ના કુરંગા સ્થિત આરએસપીએલ ઘડી કંપની ના આરએસપીએલ વેલ્ફેર ફાઉન્ડેશન અંતર્ગત અને જીપીસીબી જામનગર ના સયુંકત ઉપક્રમે “પ્લાસ્ટિક ના કચરાનો સંગ્રહ” કરવાની કામગીરી કરવામાં આવી હતી. તથા આવતા યાત્રાળુઓ ને પ્લાસ્ટિક નો વપરાશ ન કરવા જાગૃતિ આપવામાં આવી હતી